માગરોળ વિજ કંપનીમા ચાલતી પોલંપોલ અને લાલિયાવાડી ની હમીર ધામાની ફરીયાદોના અહેવાલો અખબારોમા પ્રસીધ્ધ ન થાય તે માટે સંડોવણી ધરાવતા ઈજનેર સહિતના અને તેના પાગીયાઓએ ભારે ધમ પછાડાઓ કર્યા હતા.
બીજી તરફ અચાનક ઉદ્દભવેલા પારીવારીક પ્રશ્ર્નથી પરવારી દોઢેક માસના વિરામ બાદ હમીર ધામા ફરી આ પ્રશ્ર્ને સક્રિય થયા છે અને માગરોળ રૂરલ વિજ કચેરીમા 2014 ના વર્ષમા કેન્દૃ અને રાજય સરકારની વિજ સબંધી યોજનાઓ માટે ફાળવેલ કરોડોની ગ્રાન્ટ પકડાય ન જવાય તેવી મોડેસ ઓપરેન્ડીથી ધરભેગી કરવા કરેલ કૌભાડો ના આરટીઆઈ હેઠળ મેળવેલ દસ્તાવેજી પુરાવાઓ સાથે ભાડાફોળ કરતી ફરીયાદ ઉચ્ચ કક્ષાએ કરી તપાસ અને કાર્યવાહીની માગ કરીછે
ફરીયાદમા 2014 ની સાલમા ત્રણ પધ્ધતિએ કૌભાડો કરાયાની હકિકત ખુલ્લી કરાયેલ છે.
જેમા (1) રૂરલ કચેરીના તત્કાલીન ઈજનેર સરકારી યોજનાના નાણા વાપરવા પ્રથમ પ્રોજેકટ બનાવી માનિતી કોન્ટાકટર એજન્સીને વર્ક ઓર્ડર આપી રીલીઝ નંબર સાથે પ્રોજેકટ ડીવીઝન કચેરીના ખર્ચ વિભાગમા મોકલે ત્યા ગોઠવણ મુજબ પ્રોજેકટનુ ઓડીટ મંજૂર કરી ફાઈલ ડીવીઝન સ્ટોરમા મોકલવામા આવે સ્ટોરના ઈજનેર કોન્ટાકટરને બોલાવી ગોઠવણ મુજબ આવા પ્રોજેકટો નુ લાખો- કરોડોનુ મટીરીયલ્સ ગેટપાસ કરી ફાળવે કોન્ટાકટર આ મટીરીયલ્સ મેળવીને રૂરલના ઈજનેરને માલ કબ્જામા આવી ગયાની જાણ કરે.
એટલે રૂરલના આ ઈજનેર પોતાની ચેમ્બરમા આવેલા પોતાના કોમ્પયુટરમાથી તેમને મળેલી સતાનો દુર ઉપયોગ કરી પોતાના પર્સનલ લોગ ઓનનો ઉપયોગ કરી પોતે મંજુર કરાવેલ પ્રોજેકટ કોઈ પણ કારણ જાહેર કર્યા વિના રદ કરી નાખે કોન્ટાકટરે નિયમ મુજબ રદ કરાયેલ પ્રોજેકટનો માલ જમા કરાવવો જોઈએ જમા ન થાયતો સ્ટોરના ઈજનેરે ડીવીઝન હેડ કાર્યપાલક ઈજનેરને જાણ કરવી જોઈએ તેણે કોન્ટાકટરને નોટીસ આપવી જોઈએ અને છતા માલ જમા ન કરાવેતો કોન્ટાકટરનો કોન્ટૃાક રદ કરી તેની સામે પોલીસ ફરીયાદ કરી માલ મેળવવા કાનુની કાર્યવાહી કરવી જોઈએ.
પણ બધાની મીલીભગતથી આવા કૌભાડો આચરવામા આવતા હોય બધા આખ આડા કાન કરી ચુપ બની બેસી જાય અને કોન્ટાકટર આવા પ્રોજેકટોનો ઉપાડેલ લાખો કરોડોનુ મટીરીયલ્સ ખાનગી બજારમા આવો ચોરીનો માલ લેતી પાર્ટી કે જે પણ નકિક જ હોયછે તેને વેચી મારી રોકડા કરી સરકારી યોજનાના નાણાની ભાગ બટાઈ કરી લેવામા આવે છે કોઈ પુછતુ નથી ઓડીટ કરતુ નથી સ્ટોરમા આવેલ અને ગયેલ મટીરીયલ્સ નૈ આવક જાવકનો હીસાબ માગતુ નથી બધુ લોલેલોલ ચાલે છે
(2) કૌભાડની બીજી પધ્ધતિમા પ્રોજેકટ રદ કરવાની જગ્યાએ લાખો કરોડોનો માલ મેળવી આ માલ વેચી નાખી ભાગ પાડી લેવામા આવેછે ફર્ક એટેલો કે કોન્ટાકટર આ પધ્ધતિમા કામ પુરૂ થાય એટલે કામ કર્યાનુ બીલ મુકવુ જોઈએ તે બીલ જ નથી મુકતો ઓડીટ બીલ મુકે તો જ થાય બીલ કેમ નથી મુકાયુ? કામ સમય મર્યાદામા કેમ નથી થયુ ? તે બાબતેની તપાસ રૂરલના ઈજનેર કે ડીવીઝનના ઈજનેર કયારેય કરતા નથી કારણકે બધાની મીલીભગત હોય છે બધુ ચાલે છે.
(3) ત્રીજી પધ્ધતિમા માલ ઉપાડવાથી માડી બીલો મુકવા સુધીની કાર્યવાહી થાયછે પણ સ્થળ ઉપર કોઈ કામજ કરાતુ નથી આતર ડીવિઝન ક્રોસ ચેકીગ પણ કાગળ ઉપર કરી કામ નિયમસર કરાયુ હોવાનો અભિપ્રાય આપી દેવાયછે કામ પુરૂ થાય પછી બીલ મુકવાનુ હોયછે બીલની સાથે કામ માટે ઉપાડેલ માલ માથી વધેલ માલ તથા નવો માલ નાખતા નિકળેલ જૂના માલનો ભંગાર સ્ટોરમા જમા કરાવી તેના ગેટપાસ બીલ સાથે રજૂ કરવાના હોય છે. પણ કામજ ન કર્યુ હોયતો નિકળેલ ભંગાર કયાથી લાવવો માટે આવો ભંગાર સ્ટોરમા જમા કરાવાતો નથી સ્ટૈરના ઈજનેર પણ આમા સામેલ હોય તે કયારેય ફરીયાદ કરતા નથી રજુ થયેલ બીલોમા રીપ્લેસ માલ સ્ટોરમા જમા કર્યાના ગેટપાસ રજુ નહોય તો ખર્ચ વિભાગે બીલ કોન્ટાકટરને પરત કરી દેવાના હોયછે પણ અહી આવો ભંગાર જમા કર્યાના ગેટપાસો બીલ સાથે રજૂ કરાયેલ ન હોવા છતા ખર્ચ વિભાગ બીલો લઈ ઓકે કરી મંજુર કરી દે છે.
અને માલ વેચી તેની રકમ તથા બીલની મંજુર થયેલ રકમની ભાગ બટાય કરી સરકારી યોજના માટે ફળવાયેલ કરોડોની રકમ ધરભેગી કરી લેવામા આવે છે એક એક પ્રોજેકટ એક થી દોઢ કરોડનો હોયછે આવા સો સો પ્રોજેકટો હોય છે માગરોળ ડીવીઝન તાબામા માગરોળ સીટી, માગરોળ રૂરલ , માધવપુર અને ચોરવાડ એમ ચાર કચેરીઓનો વિસ્તાર આવે છે દરેક કચેરી વિસ્તાર માટે ગ્રાન્ટ આવે છે દરેક કચેરીમા આવા પ્રોજેકટો બનાવી કૌભાડો ચલાવાય છે જીઈબી માથી પીજીવીસીએલ કંપની અસ્તીત્વમા આવી ત્યારથી આ પ્રોજેકટ પ્રથા અમલી બની છે.
અને ત્યારથી આવા કૌભાડો ચાલી રહયાછે ફરીયાદો સામે આખમિચામણાઓ કરી ભીનુ સંકેલી લેવાય છે કોઈ પગલા લેવા ફરજ પડે તો દોષિતની દેખાડા પુરતી દુર બદલી કરી નાણા લય ઓર્ડર મોડીફાય કરી નજીકના સ્થળે ફેરવી દેવાય છે કૌભાડી અધિકારીઓ કરોળોની સંપતિમા આળોટેછે જયારે પ્રજાના ભાગે એજ જર્જરીત લાઈનો , ફોલ્ટ અને કાયમીના વિજ ધાધીયા છે ને લાલીયા વાડી?
હમીર ધામાએ 2014 ના વર્ષમાના પ્રોજેકટ નંબર( પીઓ નંબર ) 86377 ના રીલીઝ નંબર 1થી 9 વાળા નવ પ્રોજેકટો તથા પ્રો. નંબર 86414 ના રીલીઝ નંબર 30 તથા 31 વાળા બે પ્રોજેકટોના માલ ઉપાડી પ્રોજેકટ રદ કરી માલ જમા નકરાવી કરેલ કૌભાડના આધારો સાથે ફરીયાદ કરીછે અને આવા કૌભાડો સીટી કચેરા પણ ચાલી રહયા હોવાનુ અને આજ સુધી આ રીતે કૌભાડો આચરાઇ રહયા હોવાની હકિકત સાથે કાર્યવાહી કરવા ફરીયાદ કરી માગ કરી છે જોઈએ હવે શુ થાયછે?
અત્યારેતો પ્રજાના નાણા અને વિજ પ્રશ્ર્નો બાબતે જાનના જોખમે પ્રજાની લડત લડતા હમીર ધામાને અભિનંદન આપી સહકાર આપીએ.. બ્રેવો હમીર ધામા .. વી આર વિથ યુ….
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com