રાજ્યમાં તસ્કરોનો તરખાટ વધતો જાય ત્યારે જસદણમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં જવેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના જસદણના ચિતલીયા કુવા રોડ પરની છે જ્યાં તરગાળા શેરીમાં અવસર જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી.
અવસર જવેલર્સની દુકાનમાં સોનાના દાગીનાની ચોરી ૭ તારીખે થઈ હતી. જેમાં ત્રણ મહિલા દાગીનાની ખરીદી કરવા માટે આવી હતી. વેપારીની દ્વારા અબતક મીડિયા સાથે ખાસ વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે ૩ મહિલાઓ ચોરી કરવા માટે આવી હતી. ૨ મહિલાઓ પર શક ન થયો પરંતુ ત્રીજી મહિલા પર શક જતા તેની નાસી ગઈ હતી. મહિલાઓએ નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી.
ત્રણેય મહિલાઓ કુલ 35,000ના ઘરેણાને પોતાના કપડામાં છુપાવીને ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી.
સર સર અવાજ આવતા વેપારીને શંકા ગયેલ હતી ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે બે મહિલા પહેલા ચોરી કરી અને ચાલી ગઈ ત્યારબાદ ત્રીજી મહિલા પણ ચોરી કરતા ઝડપાઈ ગઈ હતી.
અવસર જ્વેલર્સ ના માલિક ભાવેશભાઈ વઘાસિયા તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ શરુ કરી હતી અને મહિલાઓને પકડી પાડી હતી. ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને તેમની પાસેથી ₹35,000 ની સોનાની બુટ્ટી કબજે કરેલ ચોરી કરનારી મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ તપાસ શરુ કરી હતી.