વિપુલ પરમાર પ્રોફેશનલ ઓલ્ડ કોર્સમાં અમદાવાદમાં સેકેંડ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડીસેમ્બરમાં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ ઓલ્ડ અને ન્યુ કોર્સની પરિક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં માંગરોળના ખેડૂત પુત્ર વિપુલ ભાણાભાઈ પરમારે ઓલ ઇન્ડિયામાં ૮મો રેન્ક અને રાજ્યભરમાં બીજો રેન્ક મેળવી પોતાના વતન, સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
વિપુલે ધોરણ-૧૨નો અભ્યાસ માંગરોળના ઘેલાંણા ગામની અજય સ્કૂલમાં પુર્ણ કર્યા પછી કંપની સેક્રેટરી તરીકે અભ્યાસ કરીને ઉજ્જવળ કારકીર્દી બનાવની હતી. સી.એ અને સીએસની સાથોસાથ વિપુલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમની ડિગ્રી પણ મેળવી છે અને હાલ વિપુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.કોમ એક્સ્ટર્નલ કરી રહ્યા છે.
વિપુલ પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ.૧૨ સુધીનો અભ્યાસ માંગરોળમાં જ રહીને કર્યો અને મારા પિતા ખેડૂત છે ખાસ જેમની પાસેથી હું સખત મહેનત કરવાનું શીખ્યો છું. મારા માતા ગૃહિણી છે અને બહેન હેતલ પરમારે પણ પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરી લીધું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ધો. ૧ થી ૧૨નો અભ્યાસ ગુજરાતીમાં કર્યો હતો મારૂં માનવું છે કે, કોન્સેપટ ક્લિયર હોય તો તમે જરૂર સફળતા મેળવી જ શકશો. હાલમાં સી.એ થઈ ચૂક્યો છું અને સી.એ થયા પછી સી.એસ કરવાનું શરૂ કર્યું. મારા ઘરમાં કે ગામમાં કોઈ જ સી.એ – સી.એસ થયું નથી. મારો એક જ સંદેશો છે કે, તમારો ધ્યેય ત્યારે જ સિદ્ધ થશે જો તમારો કોન્સેપટ ક્લિયર હશે.
સીએસ એક્ઝિક્યુટિવ ઓલ્ડ કોર્સનું ૧.૪૦ અને ન્યુ કોર્સનું ૩.૫૫ ટકા પરિણામ
આગામી જૂન સુધી ઓલ્ડ અને ન્યૂ કોર્સ પ્રમાણે જ પરીક્ષા લેવાશે
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડીસેમ્બરમાં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ ઓલ્ડ અને ન્યુ કોર્સની પરિક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં એક્ઝિક્યુટિવ ઓલ્ડ કોર્સનું ૧.૪૦ અને ન્યુ કોર્સનું ૩.૫૫ ટકા પરિણામ આવ્યું હતું. એક્ઝિક્યુટિવમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ટોપ ૨૫માં અને ૩ વિદ્યાર્થીઓએ ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું છે. ઈજ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ એમ બંને કોર્સમાં હાલ ઓલ્ડ અને ન્યૂ એમ બંને પ્રકારના કોર્સની પરિક્ષા લેવામાં આવી રહી છે જે આગામી જૂન સુધી ઓલ્ડ અને ન્યૂ કોર્સ પ્રમાણે જ પરીક્ષા લેવાશે. એક્ઝિક્યુટિવ પોગ્રામ પરીક્ષામાં મોડ્યુલ-૧માં ૧૩.૫૪ ટકા તેમજ મોડ્યુલ-૨માં ૧૬.૫૬ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ પોગ્રામ ન્યુ કોર્સમાં મોડ્યુલ-૧માં ૭.૬૮ ટકા અને મોડ્યુલ-૨માં ૧૧.૯૫ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પ્રોફેશનલ પોગ્રામ ઓલ્ડમાં મોડ્યુલ-૧માં ૩૦.૧૧ ટકા, મોડ્યુલ-૨માં ૨૩.૭૪ ટકા અને મોડ્યુલ-૩માં ૩૪.૨૬ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે ન્યુ કોર્સમાં મોડ્યુલ-૧માં ૪૦.૦૮ ટકા, મોડ્યુલ-૨માં ૨૮.૫૯ ટકા અને મોડ્યુલ-૩માં ૩૧.૦૭ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.