વરવાડા, પળી ગામ અને ઉંઝામાં બ્રાહ્મણ શેરી અને કોટકુવા ખાતે લઘુમતીઓને પડોશી હિન્દુઓએ આપેલ આશ્રયના બનાવો જોતા એ હજુ સુધી નક્કી હતું હિન્દુઓની સહિષ્ણુતા હજુ પણ અકબંધ હતી

ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એકસપ્રેસ ટ્રેનના એસ-૬ ડબ્બાને ભારતદેશને અસ્થિર કરવાની કુટનિતીના ભાગરૂપે પાકિસ્તાની સંસ્થાઓ દ્વારા ઉશ્કેરીત ગોધરાના અમુક લઘુમતી ઈસમોએ તારીખ ૨૭/૨ ના રોજ આગ લગાડાતા આયોધ્યાથી આવતા અસંખ્ય કાર સેવકોના મૃત્યુ થયેલા તેના પ્રત્યાધાત રૂપે શરૂ થયેલા તોફાનોનો આજે ત્રીજો દિવસ પુરો થઈ સુરજ પશ્ર્વિમમાં અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. કુદરત તો તેના ક્રમ પ્રમાણે ચાલ્યા જ કરે પણ મનુષ્યનું કાંઈ ઠેકાણું નહિ!

ઉંઝા પીઆઈ જયદેવ તારીખ ૨૭ મી ફેબુ્રઆરીના રોજ સવારે કોર્ટ મુદ્તમાંથી ભાવનગરથી ઉંઝા આવવા નીકળેલો તે હજુ સુધી આમને આમ જ હતો. ખાવા પીવા સુવા સુધીના કાંઈ ઠેકાણા વગર લડયે જતો હતો. આજે તેને એમ હતુ કે આજ રાત્રીના તો તેને પાંચ છ કલાક આરામ મળી જશે.

પરંતુ કલાક ૧૮/૨૦ વાગ્યે ઉનાવા મોબાઈલ વાનમાંથી ફોજદાર રહીમભાઈ ટાંકે ઉંઝા ઓપરેટરને જણાવ્યુ કે મરૂધર હોટલ પાસે એક મુંઝાવરને ઈજા થયેલ છે. તો તેને ઉંઝા કોટેજ હોસ્પિટલમાં સારવારમાં લાવે કે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોકલવા તે અંગે પીઆઈ સાહેબને પુછવા કહ્યુ. ઓપરેટરે જયદેવને પુછતા જયદેવને તો નાગોરી બિલ્ડીંગના બનાવનો તારીખ ૨૮/૨નો કોટેજ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવારમાં દાખલ કરતા તોફાની ટોળાઓએ ત્યાં પણ ઘેરા ઘાલેલા તે યાદ જ હોઈ સીધુ જ કહ્યુ કે મહેસાણા મોકલી આપો. ઓપરેટરે તે વર્ધી ફોજદાર રહીમ ભાઈ ટાંકને આપી.

7537d2f3 15

કલાક ૧૮/૩૦ વાગ્યે ઓપરેટરે જયદેવ ને વાયરલેસથી જાણ કરી કે.પી.એસ.ઓ. જણાવે છે કે ઐઠોર ગામેથી ત્રણ ચાર વખત ફોન આવેલા છે કે બહારથી લોકોના ટોળા આવેલા છે તેથી તાત્કાલીક પોલીસ મોકલી આપો. જયદેવે તુર્તજ કહ્યુ કે બ્રાહ્મણવાડા મોબાઈલને તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં બોલાવી લો.

કલાક ૧૮/૪૦ વાગ્યે ઉંઝા ઓપરેટરે મહેસાણા કંટ્રોલ રૂમને વાયરલેસ મેસેજ નંબર એન.આર.-૭ ગુ્રપ ૨૦/૫૦ નો પસાર કર્યો.

મહેસાણા કંટ્રોલે ઉંઝાને કલાક ૧૯/૧૦ વાગ્યે પુછાવ્યુ કે ઉનાવાની પરિસ્થિતી કેવી છે ? આથી ઓપરેટરે પેન્થરસરને પુછીને કંટ્રોલને જણાવ્યુ કે કફર્યુ ચાલુ છે અને શાંતી છે.ફરીથી કલાક ૧૯/૪૫ વાગ્યે કંટ્રોલે ઉંઝાને તેજ બાબત પુછતા ઓપરેટરે પેન્થરસરને પુછીને જણાવ્યુ કે શાંતિ છે અને કફર્યુ ચાલુ છે.

કલાક ૧૯/૫૦ વાગ્યે કંટ્રોલે ઉંઝાને વર્ધી આપી કે પેન્થરસરને જાણ કરો કે તેઓ પોલીસવડા સાથે મોબાઈલ ફોન ઉપર કે ટેલીફોન ઉપર ઓફીસમાં વાત કરે. જે વર્ધી પેન્થરસરે સીધી સાંભળી લેતા ઓપરેટરે તેની લોગમાં નોંધ કરીકલાક ૨૦/૦૫ વાગ્યે કંટ્રોલે ફરીથી ખેરીયત માંગતા એજ પરિસ્થિતી ઉંઝામાં શાંતિ પણ કફર્યુ ચાલુની હકીકત મળતા ઉંઝાએ મહેસાણાને તે વર્ધી જણાવી.કલાક ૨૦/૨૦ વાગ્યે વધુ વાયુ સંદેશા એન.આર.-૯ તથા કલાક ૨૦/૨૫ વાગ્યે એન.આર- ૧૦ તથા કલાક ૨૦/૫૦ વાગ્યે એન.આર- ૧૧ ના ઉંઝાએ મહેસાણા કંટ્રોલને આપ્યા.

કલાક ૨૦/૫૫ વાગ્યે કંટ્રોલે ઉંઝાને જાણ કરી કે બોર્ડર સીકયોરીટી ફોર્સનું એક પ્લાટુન ફાળવવામાં આવેલ છે. તો તેમને પોલીસ સ્ટેશનમાં રહેવાની વ્યવસ્થા કરવી અને પીઆઈએ તેમની પાસેથી જરૂરી ફરજ લેવી અને ગામડાઓમાં સખતમાં સખત પેટ્રોલીંગ રાખવી. કોઈ હિન્દુ કે મુસ્લીમ કુંટુબો શિફટ થવા માગતા હોય તો તેઓ જણાવે તે જગ્યાએ તેમને શિફટ કરવા અને ત્યાં તેમની વ્યવસ્થા કરવી.કલાક ૨૦/૫૭ વાગ્યે ક્રાઈમ સેક્ધડ મોબાઈલે જાણ કરી કે બી.એસ.એફ.ના પ્લાટુન ને હાઈવે ચોકી ઉપર રાખવાનું છે. ઓપરેટરે તે વર્ધી ઉંઝા પી.એસ.ઓ. ને આપી.ઉંઝા ઓપરેટરે કલાક ૨૧/૩૦ તથા કલાક ૨૧/૧૫ વાગ્યે બે વાયુ સંદેશા એન.આર.-૧૨ અને એન.આર.-૧૩ ના મહેસાણા કંટ્રોલ રૂમને આપ્યા.

કલાક ૨૨/૦૦ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે એક સંદેશો તમામ પોલીસ અધિકારીઓ માટેનો પાસ કર્યો કે કિંગ સાહેબનો હુકમ છે કે તમામ અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં સખત પેટ્રોલીંગ રાખવી. ઉંઝાએ આ વર્ધી ઉંઝાવન (જયદેવ)ને અને પેન્થરસરને આપી.

જયદેવને આજે પણ પોતાના મિત્ર સુરેશભાઈ રાવળના જ મહેમાન બનવાનું હતુ કેમ કે આજે પણ ઉંઝા શહેર અને નેશનલ હાઈવે જડબેસલાક બંધ જ હતા. આથી તે ફોન કરીને સુરેશભાઈને ઘેર પહોંચ્યો, વાળું પાણી કર્યા થોડી વાતો કરી. જયદેવ તોફાનના આ માહોલમાંથી રીલેક્ષ-મુકત થવા માગતો હતો. પરંતુ સામાન્ય રીતે સમાજમાં પોલીસદળના લોકો સિવાયના લોકોને પોલીસની અંતરંગ વાતોમાં અને તેમાં પણ ખાસા આવા અભુતપુર્વ તોફાનોનો માહોલ હોય અને ચર્ચામાં એક પોલીસદળના સભ્ય સાથે હોય પછી બીજી લાખ રૂપીયાની વાતો પણ પડતી મુકીને ચર્ચા પોલીસ કાર્યવાહીની જ શરૂ થાય છે. કયાં કોને શું થયુ, કોને કેટલુ નુકસાન થયુ વિગેરે વાતો ઈન્તજારી પુર્વક ખોતરી ખોતરી કાઢીને કરતા હોય છે. પછી તો પોલીસ દળના સભ્ય પણ ના છુટકે જવાબ આપી વાતોનો દોર આગળ ધપાવતા હોય છે. પરંતુ આજે વાતોનો દોર લાંબો ચાલ્યો નહિ, વાતો હજુ શરૂ થઈ ત્યાં જ પોલીસવડાનો મોબાઈલ ફોન જયદેવ ઉપર આવ્યો કે આજે ભલે મોડા મોડા પણ તમારે રાત્રી મુકામ વરવાડા ગામે કરવાનો છે. આ વરવાડા ગામે પણ લઘૂમતી મહોલ્લા ઉપર આજુબાજૂના ગામડાઓના તોફાનીઓનો ડોળો હોવાની હકીકત મળવામાં છે.

7537d2f3 15

આ વરવાડા ગામ ઉંઝા પોલીસ સ્ટેશનના બ્રાહ્મણવાડા આઉટપોસ્ટ ચોકીનું છેવાડાનું અને સિધ્ધપુર પોલીસ સ્ટેશનની સરહદ ઉપરનું ગામ હતુ. જયદેવને ખ્યાલ હતો કે વરવાડા અને ગણવાડા ગામો નજીકના અંતરે હતા અને ગણવાડા ગામના લઘુમતી કોમના એક વ્યકિત ગુજરાત પોલીસદળમાં આલા દરજજાના આઈ.પી.એસ. અધિકારી હતા. તેથી કદાચ વરવાડાના લોકોએ તે મારફતે આ હુકમ કરાવ્યો હોય તેવુ અનુમાન હતુ.

જયદેવે નસીબેમાં કદાચ આજે પણ પથારીમાં સુવાનું નહિ મંડાયુ હોય તેમ માની અને જે રીતે બનાવો બની રહ્યા છે તે જોતા ગમે ત્યાં ગમે તે બની શકે તે અનુમાને તેણે ઉંઝાવન અને ચાર જવાનો સાથે વરવાડાના રસ્તે માર્ચઅપ ચાલુ કર્યુ.

ઉંઝાવન અંધારા ઉલેચતી ગામડાના રસ્તે આડા અવળા સીંગલ પટ્ટી રોડ, કાચો રોડ નેળીયા પાર કરતી કલાક ૨૩/૩૦ વાગ્યે વરવાડા ગામના પાદરમાં આવી પહોંચી. પરંતુ ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ ટ્રેકટરોના ટ્રેલરો વિગેરે આડચો મુકીને રસ્તાઓ બંધ કરેલા હતા. ગામમાં માણસો જાગવાનો દેકારો સંભળાતો હતો. લાઈટો ચાલુ હતી, આથી જયદેવને ધ્રાસ્કો પડયો કે મોડા પડયા કે શું ? પરંતુ પોલીસની જીપ જોઈને એક સેફદ વસ્ત્રધારણ કરેલી આધેડ વયની વ્યકિત જીપ પાસે આવી અને નમસ્તે કહી જણાવ્યુ કે “સાહેબ હું વિરચંદ પટેલ વરવાડાનો આગેવાન છુ. આથી જયદેવને યાદ આવી ગયુ કે અગાઉ તેઓ મળવા આવેલા પરંતુ પછી કોઈ સંપર્ક હતો નહિ કેમ કે એક તો વરવાડા છેવાડાનું ગામ અને તે પણ એક સંપીલુ હોય કોઈ ગુન્હા જ બનતા ન હતા. ગામની તમામ કોમો આ સમજુ અને પીઢ આગેવાનની સલાહ મુજબ જ ચાલતા હતા.તેથી પોલીસ ફરીયાદનો કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નહિ.

જયદેવને અનુભવે જણાયેલુ કે જે ગામમાં એક સંપ હોય, ગામના આગેવાન પીઢ અને સમજુ હોય ત્યાં જ ખરા અર્થમાં રામ રાજય અને લોકશાહિનું મુકત વાતાવરણ હોય છે. જયાં આવુ લોકશાહિનું મુકત વાતાવરણ હોય ત્યાં લોકોની અમુક સ્વેચ્છીક ફરજો પણ હોય જેમાં દરેક વ્યકિતએ પોતાની અંગત બાબતો જેવી કે કૌટુંબીક , સામાજીક, જ્ઞાતિ આધારીત તો ઠીક પણ કેટલીક વખત સાંપ્રદાયીક (ધાર્મિક) બાબતમાં પણ સમુહહિત માટે બાંધ છોડ કરવી પડે છે. પરંતુ તેના પરીણામે ગામ આખુ શાંતી, સમૃધ્ધી અને પ્રગતીના પંથે આગળ ઘપતુ હોય છે.

જયદેવે વિરચંદ પટેલને સીધુ જ પુછયું કે ગામના રસ્તા કેમ બંધ કર્યા છે ? આી તેમણે કહ્યું કે સાહેબ આ તોફાની માહોલની અહિં પણ ગઈ કાલે વાછટ આવી હતી. આજુબાજુના ગામડાઓમાંથી વાહનો, ટ્રેકટરો ભરીને સશસ્ત્ર ટોળાઓ અહિં તોફાન કરવા આવેલા પરંતુ અમો હજુ જાગતા જ હતા. તેથી અમે તેમને રોકીને સમજાવ્યા પણ તેઓ નહિ માનતા, અમોએ કહેલ કે અમારા જીવતે જીવ તો આ નહિ બને તમારે પહેલા અમારી સાથે લડવુ પડશે, આથી આ લોકો શરમાયેલા અને પાછા વળી ગયેલા. પરંતુ હજુ ચારે તરફ તોફાનો ચાલુ જ હોય કયારે શું બને તેનું કાંઈ નકકી નહિ તેમ માની અમોએ આજે રાત્રે જ ગામમાં પ્રવેશવાના માર્ગો ઉપર આડશો ગોઠવી દીધી છે. જયદેવે કહ્યુ કે પોલીસવડાને કોણે ફોન કર્યો તો તેમણે કહ્યુ અમારા ગામના લઘુમતી મહોલ્લામાંથી એકાદ યુવાન મહેસાણા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેણે કદાચ ગઈ રાતની વાત સાંભળીને આ ટેલીફોન કર્યો હશે અમે નથી કર્યો કેમ કે અમને વાવડ મળે છે કે ઉનાવા, ઉંઝામાં કેવી હાલત છે ત્યાં અહિં પોલીસ કેવી રીતે પહોંચી શકે ? આથી અમે ગામ આખાએ નકકી કરેલુ કે આપણા ગામની સુરક્ષા આપણે જ કરીશુ ગમે તે ભોગે !

આવો જ બનાવ ગઈ રાત્રીના કલાક ૧/૩૦ વાગ્યે ઉનાવા આઉટ પોસ્ટના પળી ગામે બનેલો આ ગામને અમુક લોકો પલ્લી પણ કહે છે કેમ કે અહિં ઉનાવા વાળા મીરાં દાતારના માતાજીની મજાર આવેલી છે. ત્યાં બનેલો પણ તે બનાવની જયદેવને પાછળથી જાણ થયેલી. આ સંદર્ભે જે તે સમયે આ બનાવ અંગેની પોલીસ સ્ટેશન લોગ નોંધ થયેલ. આ પળી ગામે મોડીરાત્રે તોફાની ટોળા પહોંચ્યાની કોઈ કે ઉંઝા પી.એસ.ઓ. ને ફોનથી જાણ કરેલી આથી પી.એસ.ઓ. એ વાયરલેસ દ્વારા કલાક ૧/૩૦ વાગ્યે ઉનાવા ને પળી ગામે મોબાઈલ વાન મોકલવા જાણ કરેલી જુઓ અગાઉનું પ્રકરણ ૨૧૨ “૨ જી માર્ચ…૧

આ પળી ગામે પણ દરગાહ અને મજારમાં ભાંગ ફોડ અને તોફાન કરવા આજુબાજુ ગામના ટોળાઓ આવેલા પરંતુ વરવાડા ગામની જેમ જ પળી ગામના મજબુત આગેવાન લક્ષ્મણસિંહ રાજપુતે પણ ટોળાઓને ખુમારી પુર્વક જણાવી દીધેલુ કે અમારા ગામમાં કોઈ બબાલ ન જોઈએ તમે તમારા ગામે પાછા જાવ આથી આ તોફાની ટોળાઓ પાછા વળી ગયેલા. આ પળી ગામ પણ તે સમયે લક્ષ્મણસિંહ સોલંકીની રાહબરી તળે વરવાડા જેવુ જ આદર્શ ગામ હતુ. આમ આ લક્ષ્મણસિંહ સોલંકીને કારણે તોફાનની વાત આગળ વધી ન હતી.જેથી પોલીસ સ્ટેશન કે વાયરલેસમાં પણ પછી તેની કોઈ બીજી કોઈ નોંધી થયેલી જણાતી નથી.

આ વરવાડા, પળી ગામ અને ઉંઝા માં બ્રાહ્મણ શેરીમાં અને કોટ કુવા બંગાળી લઘુમતી કુંટુબને પડોશીઓએ આપેલ સુરક્ષાના બનાવો જોતા એ વાત નકકી પણે જણાતી હતી કે હિન્દુઓની સહિષ્ણુતા હજુ પણ અકબંધ હતી. પરંતુ તે સમયે ગોધરા ખાતે પાકિસ્તાન પ્રેરીત સ્થાનીક ઝનુની ગુનેગારોએ સાબરમતી એકસપ્રેસ ટ્રેનને સળગાવતા અસંખ્ય નિર્દોેષ નાગરીકો જીવતા સળગી મરતા ગુજરાતમાં જે પ્રત્યાઘાત રૂપે અભુતપુર્વ તોફાનો થયા. અસંખ્ય હિંસાઓ થઈ આ બંને બનાવોની મત વાંછુ રાજકારણીઓએ પોતાપોતાની રીતે અને વિવિધ મીડીયાઓએ પોતાના ટીઆરપી રેટ વધારવા માટે પોતાની રીતે તેના અર્થઘટનો કર્યા તે તો ઠીક પરંતુ ગુજરાત રાજય સહિત સમગ્ર હિન્દુસ્તાનને વિશ્ર્વ આખામાં લાંછન લાગે તેવા નિવેદનો કર્યા. પરંતુ આ એક ઉંઝા પોલીસ સ્ટેશનમાં જ બનેલી સહિષ્ણુતાની ચાર ઘટનાઓ સિવાય સમગ્ર રાજયમાં પણ આવા અનેક દાખલારૂપ સહિષ્ણુતાના આદર્શ ઉદાહરણો હશે પરંતુ તે છુપાવીને બસ કોમી કોમી કરીને સમગ્ર રાજયની તમામ જનતાને બદનામ કરી દીધી. એ પણ વાસ્તવીકતા હતી કે રાજકારણીઓએ મતભુખ માટે જનતામાં સાંપ્રદાયીક ભેદભાવ કરી આઝાદી પછી જે મતની લાલસામાં ખરેખર સહિષ્ણુ બહુમત જનતાને એક તરફી રીતે બિનસાંપ્રદાયીકતાના ખોખલા ગાણા ગાઈ ગાઈને ક્ષુલ્લક અને નાના મોટા બનાવોમાં અવગણીને એક પક્ષીય તૃષ્ટિ ગુણ સંતોષી બહુમત જનતાની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવેલી તેમાં આ ગોધરાના સાબરમતી કાંડે પલીતો ચાંપી દીધો અને દબાયેલી સ્પ્રીંગ છટકે તેમ એક સામટો બળાપો કાઢયો પણ તે મત માટે પક્ષાપક્ષી કરનાર દંભી રાજકારણીઓને બદલે નિર્દોષ જનતા ઉપર ! આમ રાજકારણીઓએ મતની વોટબેંકોની લાલસાને કારણે બેમાંથી કોઈ કોમનું ભલુ કર્યુ નહિ.

તેમ છતા મત ભીખુ રાજકારણીઓએ આવા ભીષણ તોફાનોમાં પણ સહિષ્ણુતાની જલતી જયોતો, વાસ્તવીક બનાવો ને નજર અંદાજ કરી જ દીધા. તે તો ઠીક પણ મીડીયા જગતે પણ આ દેશહિતની, લોકશાહિ હીતની આવી આદર્શ ઉદાહરણીય ઘટનાઓ જગ જાહેર હોવા છતાં પ્રકાશમાં લાવી દુનિયા સમક્ષ લાવવાનું ભુલી ગયા.

સતાધારીઓએ પોતાનાઓને તો આ બનાવો દરમ્યાન કરેલ નાની મોટી કામગીરી માટે  માનસન્માન ઈનામ અકરામ આપ્યા હશે તે પ્રમાણે આવા આદર્શ ગામડા શહેરના લોકો આગેવાનો નું પણ પક્ષાપક્ષીથી દુર રહીને સન્માનવાની જરૂરત હતી પ્રસિધ્ધી કરવાની જરૂરત હતી તે થયુ નહિ. પરંતુ સાચા સમાજ સેવકો તો આવી કોઈ અપેક્ષા વગર પોતાની ફરજ બજાવ્યે જ જતા હોય છે. તેમને માન અકરામ કે પ્રસિધ્ધીની કાંઈ પડી નથી હોતી પરંતુ જે ખોટા અને દંભી હોય તેઓ જ ગોઠવીને પ્રસિધ્ધી મેળવી લેતા હોવાનું અનુભવાયેલ છે જેમ ખાલી ઘડો વધુ ખખડે તેમ !

દંતાલીના સ્વામી સચ્ચીદાનંદજી એ એક પ્રવચનમાં જણાવેલુ કે સમાજના હિતમાં દુષ્કાર્યોની ટીકા તાત્કાલીક જ થવી જોઈએ અને સદ્કાર્યોનું સન્માન પણ તાત્કાલીક કરવુ જોઈએ. જેથી સદ્ગુણોનું સંવર્ધન થાય અને દુષ્ટકર્મો બંધ થાય. પરંતુ કમનસીબે તે સમયે મત લાલસાએ એક પક્ષીય રીતે તોફાનોના દુર્ગુણોના ગાણા જ ચાલ્યા!                    (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.