આજે ઉનાવા મોરચાનું સેનાપતિ પદ જયદેવે સંભાળવાનું હતું ત્રણ દિવસ પછી પેન્ર સર ફ્રેશ થવા આજે મહેસાણા જવાના હતા !
કલાક ૦૦/૦૦ વાગ્યે ઉંઝા પીઆઈ જયદેવ તેની ચાર જવાનોની ટીમ સાથે ઉંઝા શહેરમાં છેલ્લા ત્રણ દિવસો દરમ્યાન તોફાનોમાં આગજની, તોડફોડ અને ભાંગફોડમાં મકાનો, દુકાનો, શો રૂમ્સ, કેબીનો,લારીઓ, ધાર્મિક સ્થળો વિગેરેને થયેલ નુકશાન અંગે સર્વે કરતો હતો.
દરમ્યાન કલાક ૦૦/૦૨ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝાને વિજાપુરના સરદારપુરા ગામે ટોળાઓ વચ્ચે ધેરાઈ ગયેલા વિજાપુરના ફોજદાર ગોહિલ માટે વર્ધી મોકલી કે તેઓને તોફાની ટોળાને વીખેરી નાખવા માટે જેટલુ બળ વાપરવુ પડે તે વાપરવા ની છુટ છે. આ વર્ધીનું જયદેવે મનોમન એવુ અર્થઘટન કર્યુ કે વિજાપુરના સરદારપુરા ગામે ઘસી ગયેલા ફોજદાર ગોહિલ પણ પુરેપુરા જોખમમાં હતા અને હવે તેમને પોતાના આત્મરક્ષણ માટે પોતા પાસે રહેલા તમામ હથીયારો રીવોલ્વર બંદુકો ભરપુર પણે ઉપયોગ કરવાની છુટ હતી. પરંતુ તુર્તજ વિજાપુરની વળતી વર્ધી ઉંઝા આવી ગઈ કે ફોજદાર ગોહિલની મોબાઈલ વાન ટોળામાંથી બહાર નીકળી ગઈ છે અને હાલમાં શાંતિ છે. જેથી આ સંદેશો ઉંઝાએ મહેસાણાને આપ્યો.
અગાઉની કલાક ૨૩/૫૮ તથા કલાક ૨૪/૦૦ અને તે અગાઉની વર્ધીઓ જે રીતે પોલીસવડાની કીંગ મોબાઈલે ખેરાળુ, મહેસાણા ટાઉન, વિજાપુરને સરદાર પુરા માટે આપેલી તેથી જયદેવે અનુમાન કર્યુ કે પોલીસવડા ઉનાવા ખાતે જે ગામડાઓમાંથી હુમલા આવ્યા હતા. ત્યાં પેન્થરસર જોડે કે આજુબાજુમાં હતા. આથી જ તેઓ મહેસાણા કંટ્રોલરૂમને બદલે ઉંઝા મારફતે જુદા જુદા પોલીસ સ્ટેશનોને સુચના વર્ધીઓ મોકલતા હતા. નહિ તો તેઓ આજ સુચનાઓ સીધી કંટ્રોલરૂમ દ્વારા સીધી મોકલી શકતા હતા.
કલાક ૦૦/૩૦ વાગ્યે ફરીથી કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે વિજાપુરને જાણ કરો કે એવા સમાચાર છે કે સરદારપુરામાં મકાનને આગ લગાડી દીધી છે. તો ત્યાં જે કોઈ પોલીસ મોબાઈલ વાન હાજર હોય તેમણે આ મકાનમાં કોઈ માણસો ફસાઈ ગયા હોય તો ટોળાઓને વિખેરી નાખી ફસાયેલા માણસોને બહાર કાઢે. ઉંઝા ઓપરેટર આ વર્ધી મહેસાણા કંટ્રોલ દ્વારા વિજાપુરને આપી.
કલાક ૧/૩૦ વાગ્યે કોઈ ટેલીફોનીક સંદેશા અન્વયે પી.એસ.ઓ. ઉંઝાએ ઓપરેટર મારફતે ઉનાવાને વર્ધી અપાવી કે ઉનાવા મોબાઈલ રામનગર અને પળી ખાતે મોકલી આપવી.કલાક ૨/૨૫ વાગ્યે ઉંઝાએ મહેસાણાને તારીખ ૧/૩ નો દૈનિક ગુન્હાઓ અંગેનો મેસેજ પાસ કર્યો.
કલાક ૪/૦૦ વાગ્યે ઉનાવાથી પેન્થરસરે ઉંઝા ઓપરેટરને જણાવ્યુ કે તમે તમારા વાયરલેસ સેટ વડે ઉનાવા ખાતે જ બંદોબસ્તમાં રહેલ ક્રાઈમ સેક્ધડ મોબાઈલ વાનનો સંપર્ક કરી તેમને જાણ કરો કે તેઓ તાત્કાલીક પેન્થરસરને રૂબરૂ મળે. આથી ઉંઝા ઓપરેટરે આ વર્ધી સતત અડધો એક કલાક ક્રાઈમ સેક્ધડ મોબાઈલને આપવા વારંવાર કોલ આપવા છતા તેનો કોઈ જવાબ ઉંઝાને નહિ મળતા કલાક ૪/૩૦ વાગ્યે ઓપરેટરે લોગ બુકમાં તે અંગે નોંધ કરી.
આ ક્રાઈમ સેક્ધડ નો રીપ્લાય થવાના અગમ્ય કારણો હશે પરંતુ જયદેવના મતે આ ક્રાઈમ સેક્ધડ મોબાઈલ કોઈ મોટા તોફાનો વચ્ચે હશે અથવા તેમાં રહેલ તમામ જીવંત હસ્તીઓના કીલોમીટર પુરા થયા હશે તેથી કયાંય વાહન એક બાજુ રાખી આરામ કરતા આંખો મળી ગઈ હશે અથવા તો મીનીમમ માનવીય જરૂરીયાતો અને કુદરતી હાજતો માટે બે કલાક કયાંક ગયા હોય આખરે પોલીસ પણ એક જીવંત પ્રાણી છે ને ? સુપરમેન તો નહિજ. આજે સતત ચોથી નાઈટ સળંગ હતી.તેમાં દિવસની મલ્લકુસ્તીઓ તો અલગ !
કલાક ૫/૩૦ વાગ્યે પી.એસ.ઓ. ઉંઝાએ મહેસાણા થી ટેલીફોનથી આવેલ અરજન્ટ વર્ધી ઓપરેટર દ્વારા ઉનાવા ખાતે રહેલા એ.ટી.એસ. ફોજદાર પટેલ ને આપી કે તેમણે તાત્કાલીક સરકારી વાહન સાથે વિજાપુર (સરદારપુરા માટે) પહેંચી જવુ. આ વર્ધી ઉપરથી અર્થ સ્પષ્ટ પણે એવો થતો હતો કે વિજાપુરની પરિસ્થિતી ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તાર કરતા પણ ખરાબ હશે.
કલાક ૫/૩૫ વાગ્યે ફરીથી ઉંઝા ઓપરેટરે ક્રાંઈમ સેક્ધડ મોબાઈલને કોલ આપ્યો પણ કોઈ જવાબ મળ્યો નહિ. આથી ઓપરેટરે લોગમાં નોંધ કરી કે વારંવાર કોલ કરવા છતા ક્રાઈમ સેક્ધડ રીપ્લાય આપતી નથી.
કલાક ૫/૪૫ વાગ્યે મહેસાણા કંટ્રોલે ઉંઝાને વર્ધી આપી કે એ.ટી.એસ મોબાઈલ સાથે જવાનો સહિત તેના અધિકારીને ઉનાવા થી છુટા કરી વિજાપુર ખાતે ડીવાય એસ.પીને રીપોર્ટ કરે તેમ રવાના કરો. આથી ઉંઝાએ એ.ટી.એસ. મોબાઈલ જે જાણ કરી તે જાણ કર્યા અંગે ઉંઝા પી.એસ.ઓ.એ. મહેસાણા કંટ્રોલને ટેલીફોનથી જાણ પણ કરી દીધી.
આ દરમ્યાન જયદેવ તથા તેની ઉંઝા વન ટીમે તારીખ ૨૭/૨ થી તારીખ ૧/૩ દરમ્યાનના તોફાનોમાં ખાનગી મિલ્કતોને થયેલ નુકશાન અંગેની પોતાની રીતે એકત્રીત કરેલી હકીકત મુદ્ા નંબર એકથી પંદરની માહિતી તૈયાર કરી ઓપરેટરને આપતા તેણે કલા ૫/૫૦ વાગ્યે તે મહેસાણા કંટ્રોલને આપી દીધી. જે લમસમ સર્વેની હકીકત અનુસાર કદાચ કેશડોલ્સ ચુકવવાના હશે ! તે સાથે જ કલાક ૫/૫૦ વાગ્યે મોબાઈલ વાન પી- ૪૪ માંથી વર્ધી આવી કે ઉનાવા પેન્થરસરની ગાડીમાં થી લોંગરેન્જના પંદર એમ કુલ ત્રિસ અશ્રુવાયુ સેલ છોડવામાં આવેલ છે તથા પંદર હેન્ડગ્રેનેડ પણ છોડવામાં આવેલ છે. જે વર્ધી ઉંઝાએ મહેસાણા કંટ્રોલને આપી દીધી.
આ દરમ્યાન ઉનાવાથી પેન્થરસરે ઉંઝા જયદેવને મોબાઈલ ફોનથી વર્ધી આપી કે તમો તથા ઉંઝા બંદોબસ્તમાં રહેલ પંદરેક જવાનો સાથે તાત્કાલીક ઉનાવા ખાતે આવી જાવ અને ફોજદાર ગોસ્વામીને મીનીમમ સ્ટાફ સાથે ઉંઝાના સંચાલન માટે રાખો અને ઉંઝા એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને જાણ કરતા આવજો કે જો તમારી (જયદેવની) કાંઈ અનિવાર્ય રીતે જરૂરત પડે તો તમારો ઉનાવા ખાતે સંપર્ક કરે.
આથી જયદેવ આ વર્ધીની ઓપરેટર પાસે લોગબુકમાં કલાક ૬/૦૫ વાગ્યે નોંધ કરાવી અને ઉંઝા ટાઉનમાં જયાં પણ બંદોબસ્તની ઓછી જરૂરત હતી. ત્યાંથી જવાનો એકઠા કરી ઉનાવા રવાના કરવા ફોજદાર ગોસ્વામી ને સુચના કરી ને તે તાત્કાલીક ઉંઝાવન મોબાઈલ વાન લઈને ઉનાવા જવા રવાના થયો.
આજે ઉનાવા મોરચાનું સેનાપતિ પદ જયદેવે સંભાળવાનું હતું. ત્રણ દિવસ પછી પેન્રસર મહેસાણા ફ્રેશ વા જતા હતા ! આી આખો દિવસ ઉનાવા જ રોકાવાનું હતુ. ઉનાવામાં વાવાઝોડા પછીની જે સ્મશાન વત શાંતિ હોય તેેવુ કફર્યુ ગ્રસ્ત વાતાવરણ ગમગીન જણાતુ હતુ.
ઉનાવા શાંતિ હોવાથી જયદેવે બંદોબસ્ત તો ચાલુ જ હતો પરંતુ સાથે સાથે ઉનાવા ખાતે જે મકતુપુરના વિસ્થાપિતો હાજર હતા. તેમણે ફરીયાદ તો આપેલ નહિ પરંતુ જયદેવે પોતે શ્રી સરકાર તરફે ફરીયાદ આપેલ અને તે ગુન્હાની તપાસ પણ તેણે જાતે કરવાની હોય જે હાજર હતા તે સાક્ષીઓના નિવેદનો નોંધવા તજવીજ કરી. આ તપાસ જયદેવે કલાક ૭/૦૦ થી કલાક ૮/૩૦ સુધી કરી.
આ દરમ્યાન વહેલી સવારના કલાક ૪/૦૦ વાગ્યાથી નોરીપ્લાય થતી ક્રાઈમ સેક્ધડ મોબાઈલના અધિકારી જવાનો તાજા માજા થઈ ને પાછા કલાક ૭/૩૦ વાગ્યે ઉનાવા આવી જઈને હાજરની નોંધ કરાવતા ઉંઝા ઓપરેટરે તેની જાણ મહેસાણા કંટ્રોલને કરી.
કલાક ૮/૧૫ વાગ્યે મહેરવાડા ગામેથી ઉંઝા પોલીસ સ્ટેશનમાં ટેલીફોન આવેલો કે મહેરવાડા ગામે બહુમતી લોકોની હીલચાલ શંકાસ્પદ છે અને બીજા માણસો પણ એકઠા થઈ રહ્યા છે. તોફાન થવાની પુરી તૈયારી હોય જેથી પી.એસ.ઓ ધેમરભાઈ ચૌધરીએ વાયરલેસ ઓપરેટરને વર્ધી આપી જણાવ્યુ કે પી.આઈ.સાહેબ ઉંઝાને ઉનાવાથી પરત બોલાવો. આથી ઓપરેટરે આ વર્ર્ધી જયદેવને આપી.
આ વર્ધી મળતા જયદેવને થયુ કે કરફયુગ્રસ્ત ઉનાવાનો સેનાપતિ તરીકેનો હવાલો રેઢો મુકીને કેમ જવાય ? તેથી મહેરવાડાનું શું કરવુ તે વિચારવા લાગ્યો.આ દરમ્યાન કલાક ૮/૪૦ વાગ્યે ઓપરેટર મહેસાણા જિલ્લા મેજીસ્ટ્રેટ કંટ્રોલને પેન્ડીગ મેસેજો આપતા હતા.
કલાક ૮/૪૫ વાગ્યે મહેસાણા કંટ્રોલે ઉંઝા પાસે કર્ફયુમુકતી અંગેની હકીકત માંગતા ઓપરેટરે જયદેવ પાસે આ માહિતી માંગી. આથી જયદેવે જણાવ્યુ કે ઉંઝા ખાતેથી કલાક ૬/૦૦ વાગ્યે કફર્યુ ઉઠાવી લીધો છે અને ઉનાવા ખાતે અચોકકસ મુદ્તનો કફર્યુ લાદવામાં આવેલ છે. ઉંઝાએ તે માહિતી કંટ્રોલને આપી.
બ્રાહ્મણવાડા આઉટપોસ્ટ વિસ્તારમાં હાલમાં શાંતિ જણાતી હોય જયદેવે ઉંઝા ઓપરેટરને બ્રાહ્મણવાડા રીકવીજીટ મોબાઈલનું લોકેશન પુછવા જણાવતા, ઉંઝા ઓપરેટરે કલાક ૯/૨૦ વાગ્યા સુધી તેનો સંપર્ક કરવા કોશીષ કરતા નહિ થતા તેણે ટેલીફોન કે મોબાઈલ ફોનથી વાત કરતા જાણવા મળ્યુ કે વાન ને વર્ધી અપાવી કે તેઓ તુર્તજ ઉનાવા ખાતે આવીને તેને મળે.
કલાક ૯/૩૫ વાગ્યે કંટ્રોલે ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારની ખેરીયત માંગતા ઓપરેટરે જયદેવને પુછીને કંટ્રોલને ઉંઝાની ખેરીયત આપી. જો કે મહેરવાડા ગામે શું સ્થિતિ હશે તે તો હજુ અધ્ધરતાલ જ હતુ. પરંતુ જયદેવે મહેરવાડા ગામે કોઈપણ સંજોગોમાં જવુ તે માટે સંપુર્ણ તૈયારી કરી દીધી. તેણે ઉનાવા ખાતે રહેલા ઉંઝા સેક્ધડ મોબાઈલના ફોજદાર ચૌધરી તથા ફોજદાર ટાંકને આ કફર્યુગ્રસ્ત ઉનાવાનો સેનાપતિ પદનો હવાલો સોંપ્યો તેણે તેમને ખાસ સુચના કરી કે ગમે તે પગલા લેવા પડે પણ હવે સળગવા દેવાનું નથી. આથી બંને ફોજદારોએ જણાવ્યુ કે અમે હવે અહિ સંભાળી લઈશુ પણ મહેરવાડા ખાતે નવો જ મોરચો ખુલ્યો હોય ત્યાં ખુબ જ ગરમી હશે ત્યાં આપ જ જાવ તે બરાબર રહેશે અમે આ તંત્ર હવે ચલાવ્યે રાખીશું. આથી જયદેવે ઉનાવા ખાતે પોઈન્ટો ઉપરના વધારાના જવાનોને રીકવીજીટ મોબાઈલમાં સાથે લીધા.કલાક ૯/૪૦ વાગ્યે મહેસાણા કંટ્રોલે ઉંઝાને જાણ કરી કે મહેરવાડા ગામેથી ફોન ઉપર ફોન આવતા હોય તમારી મોબાઈલને મહેરવાડા ગામે મોકલી આપો જે વર્ધી જયદેવ પાસે જ આવી.આથી જયદેવે મોબાઈલ ફોનથી પેન્થરસરને નવી ઉભી થયેલી પરિસ્થિતી અંગે વાકેફ કરી ઉનાવામાં કરેલ વ્યવસ્થાની જાણ કરી તે મહેરવાડા જવા રવાના થયો.
તે પછી તુર્તજ કલાક ૯/૪૧ વાગ્યે જયદેવે ઉંઝાને વર્ધી આપી કે અમો ઉંઝા વન મોબાઈલ તથા ઉનાવા રીકવીજીટ મોબાઈલ વાન લઈને મહેરવાડા જવા રવાના થયેલ છીએ. જેની જાણ પેન્થરસરને પણ કરવી. જે વર્ધી ઉંઝાએ પેન્થરસરને પાસ કરવા તજવીજ કરી.
જયદેવને અનુભવે સમજાઈ જ ગયુ હતુ કે મહેરવાડા ખાતે મામલો ખરાખરીનો જામ્યો હશે તેથી ગમે તે પ્રકારના પગલા લેવા પડેે તે સંભવ હતુ તેથી તેણે કલાક ૯/૪૨ વાગ્યે ઉંઝાને વર્ધી આપી કે ઉંઝા મામલતદારને પણ આ મહેરવાડા ગામે આવી ગંભીર પરિસ્થિતી હોય પહોંચી જવા ટેલીફોનથી જાણ કરો અને તેની નોંધ પણ કરજો. આથી ઓપરેટર આ વર્ધી પી.એસ.ઓ મારફ્તે ઉંઝા મામલતદારને પહોંચાડી દીધી.
કલાક ૯/૪૩ વાગ્યેક ઉંઝા ઓપરેટરે ઉંઝા વન વાન સાથે જયદેવ ઉનાવાની રીકવીજીટ મોબાઈલ વાન પણ સાથે લઈને મહેરવાડા ગામે રવાના થયાની જાણ મહેસાણા કંટ્રોલને કરી.
રસ્તામાં જીપમાં મુસાફરી કરતા જયદેવને છેલ્લા ત્રણ દિવસના થયેલ જુદા જુદા અનુભવો ખાસ તો ઉંઝા હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવારમાં રાખવાની અસાલમતી (વિસનગર સરકારી હોસ્પિટલમાં બનેલ ગંભીર ગુન્હાઓ) અંગેના જે ખરાબ અનુભવો હતા તેથી મહેરવાડા ખાતે ઉભી થનાર સંભવતિ પરિસ્થિતી માટે અને વ્યવસ્થાના આગોતરા આયોજનરૂપે તેણે ઉંઝાને વર્ધી આપી કે ફોજદાર ગોસ્વામીને જાણ કરો કે જરૂરી જવાનો સાધનો અને વાહન સાથે પોલીસ સ્ટેશનમાં તૈયાર થઈ હાજર રહે જે વર્ધી ઓપરેટરે ફોજદાર ગોસ્વામીને આપી જેથી તેમને ઈજાગ્રસ્તાની મદદમાં મુકી શકાય,
કલાક ૧૦/૪૦ વાગ્યે ઉનાવા મારફતે પેન્થરસરે ઉંઝા ઓપરેટરને જણાવ્યુ કે એક ખાસ વર્ધી નોંધો. જે વર્ધી હતી કે તમારા પી.આઈ.શ્રી (જયદેવ) ઉનાવા ખાતેથી પોઈન્ટો ઉપરના જવાનો તથા રીકવીજીટ મોબાઈલ વાન લઈ ગયેલ છે. જે બરાબર નથી ! અને આ અમારી વર્ધીની નોંધ લોગબુકમાં પણ કરશો. આથી ઓપરેટર આ બાબતે જયદેવને વર્ધીની જાણ કરી અને જાણ કર્યાની તથા વર્ધીની વિગતની પણ લોગબુક (વાયરલેસ) માં પણ નોંધ કરી.
અગાઉના પ્રકરણ ૧૯૯ માં જણાવ્યા પ્રમાણે પેન્થરસર અનુભવી તો હતા પણ ભુતકાળના કોઈ આંદોલનમાં આણંદ નડીયાદ બાજુના બનાવોમાં તેમણે કોઈ ઈન્કવાયરી કમીશનનો સામના કરવો પડેલો અને ખાસ તે અનુભવને લઈને તેઓ સ્વબચાવની ભુમીકામાં વધુ રહેતા હતા. હોશીયાર હતા પણ આમ વધુ પડતી ચીકાસ તાબાના અધિકારીઓના પગની કયારેક બેડીઓ બની જતી હોય છે. તાબાના અધિકારી કર્મચારીઓ આવી મનોવૃતિને કારણે જે આક્રમક પણ કાયદેસરના પગલા લેવાના હોય તે લેતા પણ અચકાતા હોય છે. તમામને ખ્યાલ હતો કે જયદેવ આ રીકવીજીટ વાન કે જવાનોને જાનમાં તો કાંઈ લઈ જતો ન હતો ? તે મહેસાણા કંટ્રોલને જાણ કરી કાયદેસરની ફરજ અને માનવતાનાં રક્ષણ માટે યુધ્ધે જતો હતો.
જયદેવનું વ્યકિતગત મંતવ્ય એવુ હતુ કે પ્રમાણીક ઈરાદાથી અને સદ્બુધ્ધીથી લીધેલા તમામ પગલાઓમાં ઈશ્ર્વર હંમેશા સાથ આપે છે. પરંતુ પોલીસ ખાતામાં જે પ્રસ્થાપીત નિયમ ઇઘજજ ફહૂફુત શિલવિં નો છે તે મુજબ તો હંમેશા ઉચ્ચ અધિકારી જ સાચા ગણાય. પરંતુ આજના દિવસે જયદેવે નકકી કર્યુ કે માનવતા ખાતર જે પણ સંજોગો ઉભા થશે તેને જોઈ લઈશુ અને જે થાય તે ભોગવી લઈશું.
આ દરમ્યાન ફોજદાર ગોસ્વામીએ જયદેવને જાણ કરી કે ઉંઝા હાઈવે ચોકી ઉપર વધારાના ચાર એસ.આર.પી. ના જવાનો ફાજલ હોવાનું જયદેવની અગાઉની વર્ધી અન્વયે જણાવ્યુ.આ દરમ્યાન કલાક ૧૦/૩૦ થી કલાક ૧૦/૪૫ ના ગાળામાં ઉંઝા ઓપરેટરે બે મોટા વાયુ સંદેશા એન.આર. ૨૦ ગ્રુપ ૨૦/૧૦૦ તથા એન.આર. ૨૧ ગ્રુપ ૨૦/૭૦ના કંટ્રોલને પાસ કરતા હતા.
કલાક ૧૧/૦૫ વાગ્યે મોબાઈલ ફોનથી જયદેવે ઉંઝા પી.એસ.ઓ.ને વર્ધી લખાવી કે ઉનાવા પેન્થરસરને જાણ કરો કે ઉંઝા ખાતે હાઈવે ચોકી ઉપર ઉનાવા માટે સ્ટેટ રીઝર્વ પોલીસના ચાર જવાનો હાજર છે જ જે વાહન ઉંઝા મોકલી મેળવી લેવા વિનંતી છે અને હાલમાં મહેરવાડા ખાતે રાયોટીંગ ચાલુ છે અને લઘુમતીઓનો મહોલ્લો ભયમાં છે તેથી અમે જે તે જવાનો અને વાહન સાથે લીધા છે. અને જણાવ્યુ કે આ વર્ધીની નોંધ પણ વાયરલેસ લોગ બુકમાં કરાવશો. જે નોંધ ઓપરેટરે લોગબુકમાં કરી કેમ કે જયદેવે પણ ભવિષ્યે કોઈ ઉપાધી (ખાતાકીય તપાસ, પગલા) આવે તો આનો જવાબ કરવા થાય !
જયદેવ ઉંઝા, ભાંખર અને દાસજ થઈને મહેરવાડા ગામે આવ્યો. ગામમાં દાખલ થતા જ પાદરમાં ભયંકર તોફાન અફડાતફડી ચાલુ હતી તે જોયુ જો કે જયદેવે રસ્તામાં અગાઉથી જ સાથેના જવાનોને સુચના કરી દીધી હતી કે આપણે ત્યાં સીધા જ એકશન પ્રોઝીશનમાં જ ઉતરવાનું છે તેથી જવાનો પણ તૈયાર જ હતા.
(ક્રમશ:)