“મહેરવાડા ગામે બજારમાં દુકાનો કેબીનો સળગતી હતી અને લઘુમતી મહોલ્લા ફરતે લોકોએ ટોળા બંધ ઘેરો ઘાલ્યો હતો અને પથ્રમારો ચાલુ હતો

કલાક ૯/૪૧ વાગ્યે પીઆઈ જયદેવ ઉનાવાથી પોતાનો કાફલો લઈ રવાના થઈ ટુંક સમયમાં જ મારમાર કરતો મહેરવાડા ગામે આવ્યો.જયદેવે જોયુ કે વિશાળ ટોળાઓએ લઘુમતી મહોલ્લાને ઘેરો ઘાલ્યો છે અને પથ્થર મારો ચાલુ હતો. ગામના પાદરની દરગાહને જમીન દોસ્ત કરી દીધી હતી. બજારમાં કેબીનો અને દુકાનો સળગતી હતી. બહારથી વિશાળ ટોળાઓએ ઘેરો ઘાલ્યો હોવા છતાં મહોલ્લામાં લઘુમતીઓ રક્ષણાત્મક સ્થિતીમાં પણ સંજોગો એવા ઉભા થાય તો લડી લેવાની તૈયારીમાં પણ હતા.

જયદેવે તેની પાસે જવાનો મર્યાદિત સંખ્યામાં હોય અને ટોળા મોટા પાયે હોઈ જવાનોને ઉતરતા વેંત જ પુરી આક્રમક્રતાથી ટોળા ઉપર ત્રાટકવાનું જણાવીને આક્રમણ કર્યુ અને જ‚રી બળ વાપરતા ટોળાઓ વિખરાઈ ગયા. જયદેવે લઘુમતી મહોલ્લાના લોકોને આશ્ર્વાસન આપ્યુ અને જણાવ્યુ કે હવે તમે ચિંતા છેડો અમે આવી ગયા છીએ. પણ છેલ્લા એકાદ કલાકની જે હાલત હતી તેના કારણે તેઓએ જણાવ્યુ કે સાહેબ અમોને દાસજ ગામે સ્થળાંતર થવામાં મદદ કરો તો મહેરબાની હવે આ સંજોગોમાં તો અહિં રહેવાય તેમ ની તેમાં પણ બાળકો અને સ્ત્રિઓ અહિં રહેવા તૈયાર જ નથી. બજારમાંથી અમારી દુકાનો કેબીનો વિગેરેનો તો નાશ થઈ જ ગયો છે.

આથી જયદેવે તેમને મદદ કરવાનું કહેતા તેઓ પોતાના ટ્રેકટર, વાહનો અને વધ્યા તે પોલીસની રીકવીજીટ મોબાઈલમાં સર સામાન સાથે દાસજ ચાલુ થયેલ રાહત કેમ્પમાં લઈ આવ્યો. અહિં મહેરવાડાના ભોગ બનનાર વ્યકિત ફૈજુદ્ીનખાન સાહેબ ખાન પઠાણની વિગતવારની એફઆઈઆર જયદેવે કેમ્પમાં બેસીને જ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ પોતાના હાથે જ  નોંધી અને ઉંઝા તરફ રવાના થયો.

આ સમય દરમ્યાન કલા ૧૧/૫૭ વાગ્યે ઉંઝા ઓપરેટરે મહેસાણા કંટ્રોલે ઉનાવા ઉંઝાની ખેરીયત માંગતા તે પેન્થરસર પાસેથી હકીક્ત મેળવી બંને ગામોએ શાંતિ હોવાની જાણ કરી.કલાક ૧૨/૦૦ વાગ્યે જિલ્લા મેજીસ્ટ્રેટને અરજન્ટ વાયુ સંદેશો પાસ કરવા ઓપરેટર પ્રયત્ન કરતા હતા.

કલાક ૧૨/૨૦ વાગ્યે કંટ્રોલે કફર્યુ અંગેની માહિતી માંગતા ઓપરેટરે પેન્થરસર પાસેથી વિગત મેળવી માહિતી આપી કે ઉંઝામાં શાંતી છે અને ઉનાવામાં કફર્યુનો અમલ ચાલુ છે.

કલાક ૧૩/૧૫ વાગ્યે ઓપરેટરે જિલ્લા મેજીસ્ટ્રેટ કંટ્રોલને મામલતદાર ઉંઝાનો મેસેજ ટેલીફોનથી આપતા ફરજ ઉપરના કર્મચારીએ જાણ કરેલી કે આ માહિતી અમોને ફેક્ષથી મળી ગઈ છે જેની ઓપરેટરે લોગમાં નોંધ કરી

7537d2f3 12

કલાક ૧૩/૨૫ વાગ્યે પોલીસવડાની કિંગ મોબાઈલે ઉનાવામાં શું પરિસ્થિતિ છે તે અંગેની હકીક્ત માંગતા ઓપરેટરે પેન્થસરને પુછીને જણાવ્યુ કે ગામે કફર્યુ ચાલુ છે અને શાંતિ પણ છે.

પીએસઓ ઉંઝા ઉપર કોઈનો ફોન આવેલ જેથી તેણે ઓપરેટર મારફતે વર્ધી પાસ કરાવી કે ઉંઝા કોટ કુવા વિસ્તારમાં એક બંગાળી મુસ્લીમ કુંટુબને ટોળાઓએ ઘેરી લીધુ છે. ઓપરેટરે આ વર્ધી પણ ઉંઝાવન જયદેવને જ આપી. જો કે બીજા અધિકારીઓ તો હતા જ પણ સુપરમેન તો કોઈક જ હોય ને?

જયદેવને આ વર્ધી મળતા તેણે મોબાઈલ ફોનથી સીધી પી.એસ.ઓ. સાથે વાત કરી જાણવા કોશીષ કરી કે કોનો ફોન હતો વિગત શું છે વિગેરે પી.એસ.ઓ.એ જણાવ્યુ કે ઉંઝાના રાજુભાઈ જૈન ફાર્મસી વાળાએ આ જાણ કરેલ છે કે કોટ કુવા વિસ્તારમાં એક મકાનમાં આ કુંટુબ બે દિવસથી પુરાઈ રહેવુ હતુ. જેનો કોઈને ખ્યાલ ન હતો પરંતુ આજે અમુક તોફાની તત્વોને ખબર પડતા આ બંગાળી કુંટુબના ઘરને ઘેરો ઘાલ્યો છે. ઘરના દરવાજા અંદરથી બંધ હોય ટોળા દરવાજો તોડવા પ્રયત્ન કરી રહેલ છે.

આથી જયદેવ પોતાના ફોજદાર ગોસ્વામી અને રીકવીજીટ મોબાઈલ લઈ વળી પાછો કોટ કુવા વિસ્તારમાં ઘસી ગયો. એક સાંકડી શેરીમાં ટોળા બંધ લોકો એક બે માળના જુનવાણી દેશી નળીયાના મકાનના દરવાજાને ખોલવા, ખોલાવવા પ્રયત્ન કરી રહ્યાં હતા. પોલીસની જીપો સાયરન વગાડતી આવતા અડધા લોકો તો એમ જ નાસી ગયા અને બાકીનાને પોલીસે ખદેડી મુકયા. સદ્નસીબે હજુ દરવાજા તુટયા ન હતા, જો તુટયા હોત તો ? અથવા આગ લગાડી દીધી હોત તો ? પરંતુ પાછળથી જાણવા મળેલુ કે ટોળાએ આગ એટલા માટે લગાડી ન હતી કે મકાન માલીક બહુમતી કોમના હતા અને તેઓ આ મકાનને અડીને જ આવેલા મકાનમાં રહેતા હતા જો આ મકાન સળગાવે તો પરિસ્થિતીમાં શું થાય ? આથી ટોળુ આ બંગાળી લઘુમતી કુંટુબને જ બહાર કાઢવા મથતુ હતુ !

જયદેવે મકાનમાં સાદ પાડી ને કહ્યું કે પોલીસ આવી છે તેથી બીજા માળે થી એક ડોકા બારીમાંથી એક વ્યકિતએ જોઈને ખાત્રી કરી કે બરાબર પોલીસ જ છે અને ટોળા પણ નાસી ગયા છે. તેથી થોડીવારે ધીમેથી દરવાજો ખુલ્યો જે એક યુવાન ી હતી જેની હાલત ચિતભ્રમ જેવી થઈ ગઈ હોય ઉપર તરફ આંગળી ચિંધતા ફોજદાર ગોસ્વામીને બીજા માળે મોકલ્યા. ગોસ્વામીએ બીજા માળે જઈને જોયુ તો ત્યાં નાની મોટી, નવ વ્યકિતઓ આડી અવળી સંતાઈને બેઠી હતી એક જણે કહ્યુ કે એક વ્યકિત આ મેડા ઉપર થઈ છાપ‚ તોડી ઉપર બહાર ગયેલ છે. જયદેવે મકાનની સ્થિતિ જોતા બીજા માળના છાપરાની ઉંચાઈ ઘણી હતી. ઠેકડો મારી નાસી જઈ શકાય તેમ ન હતુ. પરંતુ પોલીસ જવાનોએ છાપરાના પાછલા પડાળની તપાસ કરતા એક યુવાન પાછલા પડાળના રજોટીયા પાસે કોકડુ વળીને પડયો હતો. સામાન્ય સંજોગોમાં આટલી ઉંચાઈએ અને આવી વખંભર જગ્યાએ જવાનું કોઈ નામ પણ ન લ્યે તેવી જગ્યાએ આ બંગાળી યુવાન ટુંટીયુ વળીને પડયો હતો. જે પોલીસને જોઈને બેઠો થયો તે ઉતરવા માગતો હતો પણ ખાધા પીધા વગર અને ભયને કારણે અકડાઈ ગયો હતો અને ધુ્રજતો હતો. વળી એવી જગ્યાએ બેઠો હતો કે જો થોડુ પણ સંતુલન ગુમાવે તો સિધો નીચે. આ વ્યકિતએ પોતાની જાતે નીચે ઉતરવાની અશકિત દર્શાવવા હાથથી ઈશારો કરતા જયદેવના જવાનોએ આજુબાજુમાંથી એક સીડી શોધી લાવ્યા અને તેને નીચે ઉતારવાની વ્યવસ્થા કરી.

આ વ્યકિતને નીચે ઉતારીને પુછપચ્છ કરતા તેણે જણાવ્યુ કે પોતે ઉંઝામાં સોની કામ કરે છે અને તાજેતરમાં જ શાદી કરીને વતનમાંથી કુંટુબને પણ સાથે લેતો આવ્યો છુ. આ બહુમતી કોમના લતાવાસીઓ ખુબ જ માયાળુ અને સારા હોય છેલ્લા બે દિવસથી અમોને મદદ કરી સંતાડીને રાખ્યા હતા અમને એમ કે એકાદ બે દિવસમાં બધુ શાંત થઈ જશે. આ દરમ્યાન બહારના લતા ના કોઈ બદમાશ વ્યકિતને આ લતામાં અમા‚ મકાન હોવાનું અને અમો તેમાં હજુ સુધી અહિંજ છીએ તે ખબર પડતા ગામના તોફાની ટોળાઓ અિંહ ઘસી આવતા અમારા લતાના બહુમતી કોમના લોકોએ આ લોકોનો સામનો કરી રોકવા પ્રયત્ન કરેલો પરંતુ આ તોફાની ટોળાએ તેમની સાથે પણ બદતમીજી અને મારામારી શ‚ કરેલ ઘણી લપ ચાલેલ અને અમારા લતાવાળાઓ ખુબ આજીજી કરેલ પણ ટોળા માનતા ન હતા. દરમ્યાન કોઈ કે પોલીસને ફોન કરતા પોલીસ આવી જતા અમને જીવતદાન મળ્યુ છે. આથી જયદેવને થયુ કે હજુ માનવતા મરી પરવારી નથી યુવાને આગળ કહ્યુ કે મેં તો છાપરા ઉપર જતા પહેલા મારી પત્નીને છેલ્લા-છેલ્લા જુહાર પણ કરી લીધા હતા ! તેમ છતા મને ઉપરવાળા ઉપર વિશ્ર્વાસ હતો કે કાંઈક ચમત્કાર થશે અને બચી જઈશુ. આવી શ્રધ્ધાને કારણે ખરેખર ભગવાને તમને મોકલ્યા અને અમે બધા જ બચી ગયા. આ બંગાળી લઘુમતી યુવાનની વાત સાંભળીને જયદેવને સ્કુલમાં ભણવામાં આવતો સંસ્કૃતનો શ્ર્લોક યાદ આવી ગયો. મુકમ્ કરોતી વાચાલમ્, પંગુમ્ લંધયતે ગીરીમ્ ા

  • યત્કૃપાતમહ વંદે, પરમાનન્દમ્ માધવમ્ 

જયારે પરમ કુપાળુ ઉપર પરમ શ્રધ્ધા અને વિશ્ર્વાસ હોય ત્યારે અશકય બાબત પણ શકય હકીકત બનતી હોય છે. જયદેવે આ બંગાળી કુંટુબને વાહનોમાં ભરીને પોલીસ સ્ટેશને લઈ આવ્યો. આ બંગાળી કુંટુબે કહ્યુ કે સાહેબ મને સિધ્ધપુરની કોહીનુર સોસાયટીમાં મુકી જાવ ત્યાં મારા સંબંધી રહે છે. આથી જયદેવે તેમને સહી સલામત રીતે સિધ્ધપુર કોહીનુર સોસાયટીમાં પહોંચાડી દીધા.

આ દરમ્યાન મહેસાણા કંટ્રોલે ઉંઝાને કલાક ૧૫/૩૦ વાગ્યે વર્ધી આપી કે તમે મામલતદાર ઉંઝા તથા ડેપ્યુટી કલેકટર કેમ્પ  ઉંઝાને જાણ કરો કે કલેકટર સાહેબ તથા કિંગસર(પોલીસવડા) પંદરેક મીનીટમાં ઉંઝા આવે છે. ઓપરેટરે આ વર્ધી ઉંઝાવન(જયદેવ)ને આપી.

કલાક૧૫/૩૫ વાગ્યે કિંગ મોાબઈલે ઉંઝાને વર્ધી આપી કે વિસનગર ડીવાયએસપીને જાણ કરો કે મીટીંગ પુરી થાય પછી મારી સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરે.કલાક ૧૫/૪૦ વાગ્યે મહેસાણા કંટ્રોલે ઉંઝા મારફતે કિંગ મોબાઈલને પુછાવ્યુ કે ખરોડ ગામે ત્રણ લઘુમતી કુટુબો છે તેમને વડનગર મુકામે ટ્રેકટરમાં સ્થળાંતર થવુ છે તો શું કરવુ? જે વર્ધીક ઉંઝાએ કિંગ મોબાઈલને આપી.

કલાક ૧૫/૪૧ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝા મારફતે વળતી વર્ધી મોકલી કે ખરોડ ગામેથી લઘુમતી કુુંટુબોને તેમની ઈચ્છા મુજબ પોલીસ રક્ષણ હેઠળ સ્થળાંતર કરવા મદદ કરવા જણાવ્યુ.કલાક ૧૫/૫૦ વાગ્યે કિંગ મોબાઈલે આ જ વર્ધી ખરોડ ગામના લઘુમતીઓને રક્ષણ મદદ માટેની રીપીટ કરી.

કલાક ૧૬/૦૦ વાગ્યે કંટ્રોલે કિંગ મોબાઈલ માટેની વર્ધી ઉંઝાને આપી કે કિંગસરને જણાવો કે માલોસણા ગામના સાત લઘુમતી લોકોને લઈને વિજાપુરની થર્ડ મોબાઈલવાન આશીયાના સોસાયટીમાં જવા રવાના થયેલ છે.કલાક ૧૬/૦૨ વાગ્યે કિંગ મોબાઈલે વળતી વર્ધી મોકલી કે તેમને જરૂરી રક્ષણ સાથે સ્થળાંતર કરવા.

કલાક ૧૬/૦૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝા મારફતે વિસનગરને પુછાવ્યુ કે વિસનગર ડીવાયએસપી કયાં ટેલીફોન ઉપર મળશે. વિસનગરે વળતો જ જવાબ મોકલ્યો કે ટેલીફોન નંબર ૩૩૧૦૦ ઉપર મળશે.

કલાક ૧૬/૧૫ વાગ્યે કિંગ મોબાઈલે વર્ધી આપેલ કે વિજાપુરને જાણ કરો કે ફોજદાર ગોહિલ તેમનું મોબાઈલવાન લઈને સરદારપુરા ગામે પહોંચીા જાય સરદારપુરા ગામે દલીતો, ઠાકોરોના ઘર સળગાવવા પ્રયત્નો થતા હોવાની હકીક્ત મળી છે. જેથી ઉંઝાએ કંટ્રોલ મારફત આ વર્ધી વિજાપુરને આપી દીધી.

કલા ૧૬/૧૬ વાગ્યે ઉંઝાએ કંટ્રોલને ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં કોમી તોફાનો અંગેના બંદોબસ્ત માટેની વિગત આપી કે એક ડીવાયએસપી એક પીઆઈ , છ ફોજદાર તથા જવાનો અડસઠ (૬૮) હોમગાર્ડ તેત્રીસ અને બે રીકવીજીટ વાહનો બંદોબસ્તમાં ચાલુ છે.

કલાક  ૧૬/૨૦ વાગ્યે કિંગ મોબાઈલે વિજાપુર પોલીસ સ્ટેશન માટે ઉંઝા મારફતે વર્ધી મોકલી કે વિજાપુર ફોજદાર પરમારને તાત્કાલીક સરદારપુરા મોકલી આપવા. ઉંઝાએ આ વર્ધી કંટ્રોલ મારફત વિજાપુરને આપી.કલાક ૧૬/૨૭ વાગ્યે ઓપરેટરે ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ માટેનો વાયરલેસ પસાર કર્યો.

કલાક ૧૬/૪૫ વાગ્યે પોલીસવડાએ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ માટેનો સંદેશો મોકલ્યો કે કોઈ જગ્યાએથી જો લઘુમતીના લોકો શીફટ થવા માગતા હોય તો તે જગ્યાએ જ‚રી બંદોબસ્ત સાથે તેમને શીફટ કરવા ઉંઝા ઓપરેટર આ વર્ધી ઉંઝાવન જયદેવને આપી.  જો કે જયદેવે તો કોઈ પણ આદેશ વગર જ પોતાની રીતે જ તારીખ ૨૮/૨ના રોજ રાજયનું સૌ પ્રથમ સલામત સ્થળાંતર ઉંઝાથી દાસ જ, ઉનાવા ખાતે તથા મકતુપુરથી ઉનાવા ખાતે કરી દીધુ હતુ !

કલાક ૧૭/૪૫ વાગ્યે કંટ્રોલે તમામ પોલીસ સ્ટેશનોને વર્ધી મોકલી કે ગોધરા બનાવ અનુસંધાને બનેલ બનાવોની નુકશાનીની વિગતો જેની બાકી હોય તે તમામે તાત્કાલીક માહિતી મોકલી આપવી. જો કે જયદેવે તો આ વિધી રાત્રીના જ પુરી કરી વહેલી સવારે જ માહિતી મોકલી દીધી  હતી.

કલાક ૧૮/૦૦ વાગ્યાનો ખેરીયત રીપોર્ટ કંટ્રોલને આપવાનો હોઈ ઉંઝા ઓપરેટરે પેન્થરસરને ઉનાવાની ખેરીયત પુછી તેથી તેમણે કહ્યુ શાંતી છે પણ કફયુર્ં ચાલુ છે તથા ઉંઝા ટાઉન માટેની ખેરીયત જયદેવને પુછતા તેણે ખેરીયત હોવાનું જણાવ્યુ. કલાક ૧૮/૧૫ વાગ્યે ઉંઝાએ ડી.એમ. કંટ્રોલ જિલ્લા પોલીસવડા અને ડીવાયએસ.પી વિસનગર માટેનો નં ૧૩/૧૦૦નો સંદેશો પસાર કર્યો.

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.