હોળી બાદ ઉનાળાએ તેનું આકરું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ખરા ઉનાળાની અનુભૂતિ થઇ હતી. 38 ડિગ્રી સાથે રાજકોટ અને ડીસા રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતા. તો અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહ્યો હતો.
ઉત્તર ગુજરાતના ડીસાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગરમી અચાનક જ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ-38, અમરેલી-37 અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
અન્ય 4 શહેરોનું દિવસનું તાપમાન 36.5 થી 37.5 ડિગ્રીની વચ્ચે નોંધાતાં શનિવાર અત્યાર સુધીની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. દિવસનો પારો ચડતા રાત્રીનું તાપમાન પણ ઉચકાઇને 20 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાશે. જેને લઇ ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
શહેર | તાપમાન (ડિગ્રી) |
અમદાવાદ | 37 |
રાજકોટ | 38 |
વડોદરા | 36 |
ડીસા | 38 |
ભૂજ | 37 |
કંડલા એરપોર્ટ | 37 |
અમરેલી | 37 |
સુરેન્દ્રનગર | 37 |
ગાંધીનગર | 37 |
વ.વિદ્યાનગર | 36 |