“સતત ઈન્કવાયરી કમિશનો, સીટ, તપાસો, ખાતાકિય તપાસોને કારણે પોલીસની માનસિકતા એવી થઈ ગઈ છે કે અનિવાર્ય સંજોગોમાં કે જાહેરહિતમાં પણ ફાયરીંગ કરવાનું ટાળતા હોય છે !”
તારીખ પહેલી માર્ચના સવારના કલાક ૧૧/૨૫ વાગ્યાની ઉનાવાથી હાઈવે મોબાઈલની જે મદદ માટેની વર્ધી હતી તેનો અર્થ અનુભવી પીઆઈ જયદેવે “છયફમ બફિૂંયયક્ષ વિંય કશક્ષય મુજબ એવો કાઢ્યો કે ઉનાવાની પરિસ્થિતિ હવે કાબુ બહાર હતી. આથી તેણે નકકી કરી રાખ્યું કે હવે પેન્થરસર ગમે ત્યારે કહે તો જવા માટે તૈયારી રૂપે ઉંઝા વનમાં જે સવારથી જ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ આવ્યા ન હતા તે માટે તેણે મામલતદાર ઉંઝાને તે અંગે જાણ કરવા ઉંઝા ઓપરેટરને કલાક ૧૧/૪૦ વાગ્યે ફરીથી વર્ધી અપાવી.
આ દરમ્યાન કલાક ૧૧/૩૦ વાગ્યેથી ઉંઝા ઓપરેટર ઉનાવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીનો સંપર્ક કરવા સતત પ્રયત્ન કરતો હતો પણ ઉનાવાથી કોઈ જવાબ મળતો નહતો જેનો સ્પષ્ટ અર્થ હતો કે કદાચ ઉનાવા ઓપરેટરે પણ મોરચા ઉપર જવું પડયું હોય !
કલાક ૧૧/૪૭ વાગ્યે હાઈવે મોબાઈલે ઉંઝા ને જાણ કરી કે એક ફાયર ફાયટર તાત્કાલીક ઉનાવા મોકલવું ફાયર ફાયટર કોટકુવા મસ્જીદે હોય પી.એસ.ઓ.એ વળતી વરધી સીધી ઉંઝા વન જયદેવને આપી કેમકે જયદેવ કોટકુવા મસ્જીદ સળગાવેલ હોય ત્યાં હતો જયદેવે તુર્ત જ ફાયર ફાયટરને ઉનાવા રવાના કર્યું.
કલાક ૧૧/૪૯ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝા મારફતે ઉનાવા પેન્થર સરને વર્ધી પાસ કરી કે તેઓ મહેસાણા એડમન ડીવાયએસપી જોડે ટેલીફોન નંબર ૭૪૫૬૪૬૩ ઉપર વાત કરે.
પરંતુ તુર્ત જ કલાક ૧૧/૫૦ વાગ્યે પેન્થર સરે ઉંઝા પી.એસ.ઓ. માટે વર્ધી પાસ કરીકે પીઆઈ જયદેવે જે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ માટે મામલતદાર ઉંઝાને સંદેશો મોકલ્યો છે તેની વાયર લેસ લોગબુક ઉપરાંત પોલીસ સ્ટેશનના ટેલીફોન રજીસ્ટરમાં પણ અવશ્ય નોંધ કરે આ નોંધ કરાવવાનું કારણ હવે ઉભી થનાર સંભવિત કટોકટી અને મુશ્કેલ સંજોગોમાં ભવિષ્યે જવાબદારી નકકી કરવા આ નોંધ જરૂરી હતી.
કલાક ૧૧/૫૨ વાગ્યે ફરીથી પેન્થર સરે ઉંઝા ને વર્ધી આપી કે મહેસાણા કંટ્રોલને જાણ કરી કે હાલમાં બંદોબસ્ત ચાલુ હોય ટેલીફોન કરી શકીએ તેવી પરિસ્થિતિ નથી!
કલાક ૧૧/૫૬ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારની ખેરીયત માંગતા જયદેવે ઉંઝા મારફત વર્ધી અપાવી કેનાના મોટા છમકલા આગજની ચાલુ છે. અને અશાંતિ હોય પોલીસ બંદોબસ્ત ચાલુ છે.
કલાક ૧૨/૦૦ વાગ્યે વિસનગર કંટ્રોલે ઉંઝાને જાણ કરી કે પેન્થર સરે ટેલીફોન નંબર ૭૪૫૬૪૬૩ ઉપર એડમન ડીવાયએસપી જોડે વાત કરવી તેમજ હાઈવે મોબાઈલે પણ આજ ટેલીફોન નંબર ઉપર વાત કરવી કદાચ કારણ એવું હોય કે કોઈ એ ઉનાવાથી મહેસાણા સીધો ફોન ભયંકર હાલાત અંગે કર્યો હોય અને એડમન ડીવાયએસપી કે જેઓ ઓવર ઓલ જીલ્લાનાં કંટ્રોલ રૂમના ઈન્ચાર્જ હોય પરિસ્થિતિ અંગે જાણવા માગતા હોય.
કલાક ૧૨/૧૦ વાગ્યે પેન્થર સરે ઉંઝા ઓપરેટર ને વર્ધી આપી કે મહેસાણા કંટ્રોલરૂમ પાસે નોંધ કરાવો કે ફાયર ફાયટર હજુ સુધી ઉનાવા આવેલ નથી આથી જયદેવે તુર્ત જ વાયર લેસથી જણાવ્યું કે એક ફાયર ફાયટર ઉંઝાથી રવાના કરી દીધું છે. અને બીજુ ત્યાં ઉનાવા સીમમાં જે ઓ.એન.જી.સી.નાં કુવા છે તેમની પાસે પણ ફાયર ફાયટર છે તેની માહિતી આપી.
કલાક ૧૨/૧૫ વાગ્યે પોલીસ હેડ કવાર્ટર મહેસાણાથી મંગાવેલ અશ્રુવાયુંના હેન્ડગ્રેનેડના સેલ આવી જતા પેન્થરસરને તેની જાણ કરતા તેમણે વાયરલેસ ઉપર જ જાણ કરી કે પાંચ પાંચ હેન્ડગ્રેનેડ એટીએસ અને હાઈવે મોબાઈલને મોકલો અને પાંચ હેન્ડગ્રેનેડ ઉંઝાવન અને પાંચ પેન્થર સરને મોકલો તેમ જણાવ્યું.
કલાક ૧૨/૧૫ વાગ્યે પેન્થર સરે ઉંઝાને વર્ધી આપી કે મહેસાણા કંટ્રોલને જાણ કરો કે એક એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ઉંઝા સેક્ધડ મોબાઈલ માટે અને અકે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ઉંઝા વન મોબાઈલ માટે આપવા યોગ્ય કાર્યવાહી કરે.
લાંબા સમયથી જયદેવે મામલતદાર ઉંઝાને એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ કે જે નાયબ મામલતદારની રેન્કના હોય છે તે મોકલવા જણાવેલું હતુ પણ હજુ સુધી આવેલ નહિ હોય તેથી પેન્થરસર બરાબર અકળાયા હતા કેમકે પરિસ્થિતિ એકદમ ગંભીર બની રહી હતી અને હવે બંદૂકો અને રીવોલ્વરોમાંથી ફાયરીંગ કરવા જ પડે તેવી સ્થિતિ હતી અશ્રુવાયુ કારગત નીવડતા નહતા. આ સંજોગોમાં પોલીસે ફાયરીંગ કરવા માટે અકેજીકયુટીવ મેજીસ્ટ્રેટના હુકમની જરૂર પડે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને કે આક્ષેપો થાય તો પોલીસનું પગલુ જસ્ટીફાય ગણાય જોકે આકસ્મીક કે ગંભીર બનાવોમાં આ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ન હોય છતા પણ પોલીસ જાહેરહિતમાં કે સ્વબચાવમાં ફાયરીંગ કરતા હોય છે પણ હવે ચિલો એવો પડી ગયો છે કે પોલીસ હંમેશાશંકાના દાયરામાં જ હોય છે. આથી હવે પોલીસની માનસીકતા પણ એવી થઈ ગઈ છે કે અનિવાર્ય સંજોગોમાં કે જાહેર હીતમાં પણ ફાયરીંગ કરવાનું ટાળતી હોય છે અને કેટલાય નિવારી શકાયતેવા ગંભીર હાદસા આને કારણે બનતા હોય છે. પેન્થર સરે જે વર્ધી મહેસાણા કંટ્રોલને મોકલાવી તે આ કારણથી જ આપી હોય.
કલાક ૧૨/૩૫ વાગ્યે મહેસાણા કંટ્રોલે ફરીથી સુચના આપી કે આજે શુક્રવારનો દિવસ હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવી જયદેવને મનમાં થતું હતુ કે હવે બાકી શું રહ્યું છે ? અનિચ્છનીય બનાવો બની જ રહ્યા હતા. પરિસ્થિતિ જેરીતે વળાંક લઈ રહી હતી તે અતિ ગંભીર ભવિષ્યની સૂચક હતી. પરંતુ પોલીસની મર્યાદા ઘણી હતી પોલીસ દળ મર્યાદીત હતુ જે મર્યાદીત હતુ તે સવારથી જ યુધ્ધમાં હતુ અને તેઓ ભૂખ્યા અને તરસ્યા પણ હતા. આથી પોલીસ અધિકારીઓ ચિંતાગ્રસ્તો ઠીક પણ ઉગ્ર અને આવેગમય પણ થઈ ગયા હતા આ પોલીસ અધિકારીઓની ઉગ્રતા ધારણ કરવાના કારણો ફકત આ તોફાનો એકલાજ કારણભૂત ન હતા. પણ તે સિવાય અન્ય સંજોગો પણ હતા જેવા કે મૂળભૂત માનવીય જરૂરીયાતો જેવી કે આરામ અને ઉંઘ તો ઠીક પણ સતત ખાધા પીધા સિવાય આવા આકરા સંજોગો વાળા બંદોબસ્તનો આજે ત્રીજો દિવસ હતો. આધુનિક શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાને એવું સંશોધન કરેલ છે કે લાંબો સમય સુધી ભુખ તરસને કારણે અને આરામ ઉંઘના અભાવે પણ મનુષ્યની મનોવૃત્તિ કે માનસિકતા તામસી બની જતી હોય છે. તો વળી પંડીતો કહે છેકે ભુખ્યા ભજન ભકિત ન થાય તો ભુખ્યા આ યુધ્ધ કર્મ કઈ રીતે થાય? સંસ્કૃતમાં એક ઉકતી છે બુભુક્ષિતો કિંમ ન કરોતિ પાપમ્ એટલે કે ભૂખ્યો માણસ કયુ પાપ ન કરે? હવે આવા સંજોગોમાં ભુખી પોલીસ કેવોક બંદોબસ્ત કરે ? છતા પણ જયદેવે જોયું કે પોલીસ તો સાચ ઉપર આવી ગઈ હતી. અને અડગ રીતે માનવ સંસ્કૃતિ (જીવન)ની રક્ષા કરી રહી હતી.
શ્રી મદ્ ભગવત ગીતામા આ ‘તામસી પ્રકૃતિ’નો એવો શબ્દાર્થ ભાવાર્થ આપેલ છે કે, તામસી પ્રકૃતિ ને કારણે વ્યકિતમાં કારણ વગરની ઉગ્રતા અનિર્ણાયકતા ઉશ્કેરાટ અને અજ્ઞાનતા ઉભી થતા ગમે તે બોલવું, ગમે તેવા ઉતાવળીયા, અવિચારી પગલા લેવા વિગેરે બને અને ખરેખર આજ હાલત હતી પોલીસ દળની ! જો કોઈ પોલીસ અધિકારી આવા સંજોગોમાં કાંઈ અજુગતુ કરી બેસે તો તેના પરિણામે જે દુર્ઘટના બને તો પરિણામ તો તે અધિકારી અને તેના કુટુંબીજનોને જ ભોગવવાનું હતુ કેમકે તે જવાબદારી તે અધિકારીની હતી સંજોગો અને પરિસ્થિતિ (ભુખ્યા તરસ્યાની) માટે જવાબદારી કોઈની નહિ !
કલાક ૧૨/૫૫ વાગ્યે પેન્થર સરે ફરીથી ઉંઝાને વર્ધી આપેલ કે હજુ સુધી ઉનાવા ખાતે ફાયર ફાયટર પહોચેલ નથી તો તાત્કાલીક મોકલી આપવું અને આ બાબતની જાણ મહેસાણા કંટ્રોલને પણ કરવી અને મહેસાણાથી પણ વધુ એક ફાયર ફાયટર મોકલી આપવું જો કે જયદેવે ક ૧૧/૪૭ વાગ્યે જ ઉંઝાથી ફાયર ફાયટર રવાના કર્યું હતુ પણ તે હજુ ફકત સાત કી.મી.દૂર ઉનાવા પહોચ્યું ન હતુ. જોકે ટેન્કર ન પહોચ્યું તે અંગે અન્ય કારણો પણ હોય.
કલાક ૧૨/૫૮ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે તમામ પોલીસ અધિકારીઓ માટેનો સંદેશો પાસ કર્યો કે આઈ.જી.પી. સાહેબ જણાવે છે કે હાઈવે મોબાઈલો રોડ ઉપર ફકત ઉભી રહે છે. અને જવાનો પણ ઉભા જ રહે છે. આથી આમ નહિ કરતા તમામ પોલીસ જવાનો એ સખ્તાઈ પૂર્વક કામ લેવું.
કલાક ૧૪/૧૫ વાગ્યે ઉનાવા ચોકીએ ઉંઝા પોલીસ સ્ટેશનમાં વર્ધી આપી કે ઉંઝા વન ને જાણ કરો કે તેઓ ઉનાવા આવી જાય. જોકે માનસીક રીતે તૈયાર જયદેવ હુકમ કે વરધીની જ રાહ જોતો હતો તેણે મોબાઈલ ફોનથી આ બાબતે પેન્થર સર સાથે વાત કરી દસજ મીનીટમાં ઉનાવા પહોચી ગયો, ત્યાં ઉનાવા માર્કેટ યાર્ડ પાસે આવતા જ વિશાળ ટોળાઓ હથીયારો સાથે ચારે તરફ આંટા મારી રહ્યા હતા અને મામુશાહની દરગાહ પાસે આવતા ત્યાં હાઈવે મોબાઈલ રોડ ઉપર જ ઉભી હતી. અને મહેસાણા તરફના રોડ ઉપર લઘુમતીઓનાં સશસ્ત્ર ટોળાઓ મીરાદાતાર દરગાહ બાજુમાં તૈયાર ઉભા હતા. હાઈવે મોબાઈલનાં ઈન્ચાર્જે જયદેવને કહ્યું કે આ બંને કોમના ટોળા સામસામે ભેગા થઈ ને યુધ્ધ ચાલુ ન કરી દે તે માટે અને મામુશાહની દરગાહનું પણ ધ્યાન રહે તે માટે હું રોડ વચ્ચે જ જીપ લઈને ઉભો છું.
આ દરમ્યાન ઉનાવામાં જ બંદોબસ્તમાં રહેલા ઉંઝાના ફોજદાર ચૌધરીએ જયદેવને મોબાઈલ ફોન દ્વારા જણાવ્યું કે પીઆઈ સાહેબ જો તમે ઉનાવા ખાતે જ આવ્યા હોય તો મીરાદાતાર દરગાહની પાછળનો ડામર પટ્ટી રોડ જે ઉતર દક્ષિણ આવેલો છે. ત્યાં આવી જાવ અહિંની હાલત હવે સાવ નાજુક થઈ ગઈ છે. આ રોડની પશ્ર્ચિમ બાજુના મહોલ્લાને તો આ ગામડાના આવેલા બહુમતી ટોળાઓએ સળગાવી દીધો છે. અને તેમાના લોકોએ નાસી જઈને મીરાદાતાર દરગાહમાં આશ્રય લીધો છે. હવે આ ડામર રોડ આ તોફાની ટોળાઓ ઓળંગી જાય તો હાલત ખૂબજ ગંભીર થઈ જશે હવે પોલીસ પણ ઢીલી પડતી જાય છે.
આથી જયદેવે હાઈવે મોબાઈલને મામુશા દરગાહ પાસે તેજ પ્રમાણે મામલો જાળવી રાખવા સૂચના કરી મીરાદાતાર દરગાહ પાછળના ડામર પટ્ટી રોડ ઉપર આવ્યો જયાં જયદેવે જોયું તો ખરેખર પરિસ્થિતિ ભયંકર જ હતી રોડની પશ્ર્ચિમ દિશાએ ગામડાઓ ડાભી, લક્ષ્મીપૂરા અને ઉનાવાના સશસ્ત્ર ટોળાઓ જબ્બરદસ્ત પથ્થરમારો કરી રહ્યા હતા. આ લોકો જયાંથી હુમલા કરતા હતા તે વિસ્તાર આમતો લઘુમતીઓનો હતો પણ આ હુમલા આવતા લઘુમતી લોકો મીરાદાતાર દરગાહમાં ચાલ્યા ગયા હતા. બીજી બાજુક એટલે કે રોડની પૂર્વ બાજુ લઘુમતીઓના ટોળાઓ પણ પુરી તૈયારી કરીને પોતાના રક્ષણ માટે સજજ હતા અને વળતો પ્રહાર પણ ચાલુ હતો. અને તેમના તરફથી સમયાંતરે ભડાકા પણ થતા હતા.
અહી ઉંઝા સેક્ધડ મોબાઈલમાં ફોજદાર ચૌધરી સાથે ફોજદાર ટાંક પણ હતા જે તમામ પોત પોતાના પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ ગામડાના આ ટોળાઓ પાછા હટતા ન હતા જયદેવે વિચાર્યું કે વ્યુહાત્મક રીતે આ સ્થિતિનો સામનો કરવા માટેનો એક જ ઉપાય છે કે હવે બંને પક્ષોમાંથી કોઈને આ ડામર રોડ ઓળંગવા દેવો જોઈએ નહી આથી તેણે ઉંઝા વન અને ઉંઝા સેક્ધડને રોડ ઉપર થોડા થોડા અંતરે ઉભી રાખીને રોડ ઉપર જવાનો તથા અધિકારીઓને આક્રમણ પોઝીશનમાં ગોઠવ્યા તેમ છતા બંને તરફથી ટોળાઓ પોલીસને અપશબ્દો અને ગાળો બોલતા હતા તેથી જયદેવને થયું કે પોલીસતો રક્ષણ માટે લડી રહી હતી. તો જે મુશ્કેલીમાં હતા તે લોકો પણ પોલીસને કેમ ગાળો બોલતા હશે? જોકે જયદેવ ને થયુંં કે આજ દિન સુધીમાં કોઈએ પોલીસને કયાં જશ દીધો કે વખાણ્યા છે ને આ સમયે વખાણે?
આ દરમ્યાન કલાક ૧૪/૩૦ વાગ્યે ઉંઝા પોલીસ સ્ટેશનને ઉંઝા શહેરમાં ઐંઠોર પોલીસ ચોકી દ્વારા વર્ધી અપાઈ કે અહી ભાંખર અને ઐઠોરના લઘુમતી કોમના લોકો તોફાન કરે છે. તો તાત્કાલીક મોબાઈલ વાન મોકલી આપવી ઉંઝા ઓપરેટરે ખરેખર તો આ વર્ધી બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થરસરને આપવી જોઈએ તેના બદલે તેણે આ વર્ધી સીધી જ ઉંઝા વન (જયદેવ)ને આપી દીધી.આમાં હવે જયદેવ શું કરે ? તેતો ઉનાવા હતોઉપરાંત બીજી અન્ય તમામ મોબાઈલો પણ ઉનાવા ફરતે સળગતા મોરચે જ હતી. આવા સંજોગોમાં થોડી મીનીટોમાંજ પાછી પેન્થરસરની ઉંઝા પાછા જવાની મંજૂરી લેવી તે વાત જયદેવને વ્યાજબી લાગ્યું નહિ.
ત્યાં કલાક ૧૪/૩૫ વાગ્યે ઉંઝા પોલીસ સ્ટેશનમાં કોઈના ટેલીફોન આવેલો કે વૈજનાથ મહાદેવ, દાસજ રોડ તથા સત્યમ સો મીલ અને જય અંબે સો મીલ ઉપર બબાલ શરૂ થયેલ હોઈ પી.એસ.ઓ. એ ઓપરેટર દ્વારા તે મેસેજ પણ જયદેવની ઉંઝા વન મોબાઈલને જ આપ્યો, આથી સદરહું જગ્યાઓ એ જવા માટે જયદેવે પોતાની રીતે ઉંઝા રેલવે સ્ટેશને ઝુંપડપટ્ટી વિસ્તારમાં બંદોબસ્તમાં રહેલ ક્રાઈમ સેક્ધડ મોબાઈલને મોકલવા ઉંઝા ને જણાવી દીધું.
આ દરમ્યાન ઉંઝા ટાઉનમાંથી કોઈકે મામલતદાર ઉંઝાને ટેલીફોન કરેલો કે ગંજબજારના નાકા આગળ એક સાયકલ સવારને જીવતો સળગાવેલ છે. આથી કલાક ૧૪/૪૦ વાગ્યાની આ વર્ધી પણ ઓપરેટરે ઉંઝા વન જયદેવને જ આપી.
જયદેવ માટે હવે બરાબર ધર્મ સંકટ ઉભુ થયું હતુ કે હવે શું કરવું? ઉંઝા જવુ કે આ કત્લેઆમ માટે પૂરી તૈયારી કરીને સજજ થઈને સામસામે ગોઠવાઈ ગયેલા ટોળાઓને રોકી રાખવા ? જોકે આજે ઉનાવાનો મામલો અતિ ઉગ્ર અને કાંટાની ટકકર સમાન હતો સામે ઉંઝાની વર્ધીઓ પણ કાંઈક તેવો જ સંકેત કરતી હતી. આથી જયદેવ ને મનમાં થયું કે જો પોતે ઉંઝા જવા અંગે પેન્થરસરને પુછશે તો તેઓ પોતે પણ સંકટમાં છે. અને મામલો પણ વિકટ હોઈ તેઓ મારા વિષે શું વિચારશે? તેમ મન મનાવી જયદેવે ઉનાવા જ રોકાઈને બંદોબસ્ત કાર્યવાહી કરવી તેમ નકકી કર્યું.
કલાક ૧૪/૪૫ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝાને જાણ કરી કે ઉંઝા ખાતે ભાંખર ત્રણ રસ્તા પાસે માણસોના ટોળા સામસામે આવી ગયેલ હોઈ તેથી ત્યાં તાત્કાલીક પોલીસ જવાનો મોકલી આપવા આથી ઉંઝા ઓપરેટરે આ વર્ધી પણ ઉંઝાવન જયદેવને જ આપી. જયદેવ હવે કયા વાહનમાં અને કયાંથી કાઢીને જવાનો ને મોકલે?
કલાક ૧૪/૫૦ વાગ્યે પોલીસ વડાની કિંગ મોબાઈલે ઉંઝાને પૂછયુ કે ઉનાવા ગામે શું પરિસ્થિતિ છે? આથી ઉંઝા ઓપરેટરે આ બાબત અંગે પેન્થરસરને પૂછીને જાણ કરી કે બંને કોમના ટોળાઓ સામસામે આવી ગયા છે. બહુમતીનાં ટોળાઓમાં ઉનાવા ઉપરાંત સુરપૂરા ગામના લાકો પણ ધારીયા, તલવારો જેવા, ઘાતક હથીયારો લઈને ગોઠવાઈ ગયા છે. અને આગના બનાવો ચાલુ છે. પરંતુ આ હકિકત તેમની દ્રષ્ટીએ તેઓ સૂરપૂરા રોડ ઉપર હતા તેથી તે પૂરતી સાચી હતી પણ હકિકતમાં તો બીજા અન્ય મોરચે લક્ષ્મીપૂરા અને ડાભી ગામના અને ઉનાવાના ટોળાઓએ ભેગા થઈને સામૂહિક આક્રમણ કરી દીધું હતુ.
કલાક ૧૪/૫૨ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમ ઉંઝાને જાણ કરી કે ઉનાવા ઓ.એન.જી.સી. ના કુવા પાસે પણ વિશાળ ટોળાઓ એકઠા થયેલછે. જેથી ઉંઝા એ આ વર્ધી પેન્થર સરને આપી પરંતુ પાછળથી જાણવા મળેલુ કે ખરેખર આ ટોળાઓ ગામડાઓમાથી ઉનાવા ઉપર ચડાઈ કરવા માટે આવતા હતા તેજ હતા પરંતુ ઓ.એન.જી.સી.ના કર્મચારીઓ એવા ગભરાઈ ગયેલાકે તેમની ઉપર પણ હુમલો થશે તે ડરને કારણે તેમણે મહેસાણા કંટ્રોલને ફોન કરી દીધેલો.
આ ક્રમ બધ્ધ રીતે આવેલી છેલ્લી વર્ધીઓ જોતા એવું અનુમાન થતુ હતુકે તોફાનો એક સાથે અનેક સ્થળે શરૂ થઈ ગયા હતા પોલીસ દળ માટે તો હવે ‘આભ (આકાશ) ફાટયું હોય ત્યાં થીંગડા કેમ મારવા?’ તેવી હાલત થઈ હતી. પ્રશ્ર્ને એ પણ હતો કે કઈ જગ્યા છોડીને કોણ કઈ જગ્યાએ જાય? આ પરિસ્થિતિને કારણે જયદેવે પેન્થરસર સાથે મોબાઈલ ફોન ઉપર ચર્ચા કરીકે ભલે હવે મહેસાણા કંટ્રોલ રૂમ વધુ પોલીસ જવાનો ફાળવી શકે નહિ પરંતુ ભવિષ્યે થનાર સીટ તપાસો ઈન્કવાયરીઓ, કમીશનોને આપણે જવાબદાર અધિકારી તરીકે શું કાર્યવાહી કરી તેનો જવાબ આપવા આપણે વધુ પોલીસ ફોર્સની માંગણી કરી લઈ એ. આથી પેન્થર સરે કહ્યું તમને જે વ્યાજબી અને જરૂરી લાગે તે કરો !
આથી આ ભયંકર આંધાધુંધી અને અફડાતફડી વચ્ચે જ જયદેવે મહેસાણા કંટ્રોલ રૂમને વર્ધી અપાવી કે પરિસ્થિતિ કાબૂ બહાર હોઈ વધુ પોલીસ બળ ઉંઝા ઉનાવા ખાતે મોકલવું. પોલીસ ખાતામાં એક એવો વણલખ્યો નિયમ બનાવી દેવામાં આવ્યો છે અથવા બની ગયો છે કે જે અધિકારી વધુ પડતો બંદોબસ્ત માગે તે નબળો કહેવાય ! એવું પણ હશે કે અગાઉકોઈ અધિકારીઓ એ જવાબદારી ટાળવા વધુ પડતો બંદોબસ્ત જરૂરીયાત કરતા વધુ માગ્યો હશે, પણ આ વણલેખીત નિયમ ને કારણે કેટલીકવાર અધિકારીઓ પોતાની કાર્યક્ષમતા દર્શાવવા સંજોગો મુજબ વધુ બંદોબસ્તની જરૂરત હોવા છતાં માંગતા સંકોચાતા હોય છે. અને પોતાની તથા જાહેર હીતની પણ હાની કરતા હોય છે. આથી ખરેખર જરૂર પડયે વધુ બંદોબસ્ત માંગવામાં શું શરમ? આથી આ સંક્ટના સમયે જયદેવે વણલેખીત નિયમને ‘નેવે મૂકીને’ બીન્દાસ્ત પણે વધુ દળો મોકલવા મેસેજ મોકલાવી દીધો.
આ તોફાની ટોળાઓ તો પોતાની રીતે પાણી બાણીની વ્યવસ્થા કરી લેતા હશે. પણ આ બંધ હાલતમાં પણ બંને કોમના ટોળાઓ વચ્ચે ઝઝુમતા પોલીસ જવાનોને પાણીનું પણ કોણ પૂછે? જોકે જવાનો એવા ટેન્શનમાં હતા કે કદાચ તેમને તરસ લાગ્યા નો અહેસાસ પણ નહિ થતો હોય છતા બંને કોમના ટોળાઓને ભેગા થવા દીધા નહિ.
કલાક ૧૫/૩૦ વાગ્યે ઉંઝા મારફતે વિસનગરથી પોલીસ વડાની વર્ધી આવી કે મોબાઈલ ફોન નં. ૯૮૨૫૦ ૪૯૨૦૮ ઉપર પીઆઈ જયદેવે પોલીસ વડા સાથે વાત કરવી આથી જયદેવે પોલીસ વડા સાથે વાત કરતા પોલીસ વડાએ ઉંઝા વિસ્તારની શું પરિસ્થિતિ છે તેમ પૂછતા જયદેવે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં તો પરિસ્થિતિ કાબુ બહાર છે. પોલીસ દળ પૂરતો પ્રયત્ન કરતું હોવા છતાં નવી નવી જગ્યાએ તોફાનો શરૂથતા કયાંય પહોચી શકાતુ નથી. જયદેવને પોલીસ વડાની વાતચીત ઉપરથી જણાયું કે કદાચ ઉંઝા ખાતે લાયઝન અધિકારી તરીકે રહેલા ડેપ્યુટી કલેકટરે અથવા મામલતદાર ઉંઝાએ ભાંખર, દાસજ અને ઉંઝા રેઢા પડની જેમ પડયા હતા તેની વાત કરી હોય. પોલીસ વડાએ જયદેવને પૂછયું કે તમે કેમ ઉનાવા પહોચી ગયા? ઉનાવા તો બીજા અધિકારીઓ છે જ, એક બાજુ ઉનાવા જયાં તમામ અધિકારીઓ અને બીજી બાજુ આખો ઉંઝા તાલુકો ખાલી તેમ કાંઈ ચાલે? આથી જયદેવે કહ્યું કે અહિં ઉનાવા ખાતે ગઈકાલે જે મકતુપુર અને ઉંઝાના લઘુમતી લોકોને સ્થળાંતર કર્યા તેથી ઉનાવા અને આજુબાજુનાં ગામડાઓનાં બહુમતી વસ્તીના લોકો ખૂબ ઉશ્કેરાયા છે. અને હાલમાં પણ તોફાનો અને આગજની ચાલુ જ છે. ગામડાઓમાંથી હુમલાઓ આવી જ રહ્યાં છે. તેમજ બંને કોમના લોકો એક બીજાને ભરી પીવા સામસામે મોરચો માંડીને ગોઠવાયેલા જ છે. આથી પોલીસ વડા પણ મુંઝાયા હતા તેમણે કહ્યું જો દાસજ, ભાંખર અને ઉંઝા સામસામે ટકરાયા તો તે પરિસ્થિતિ કઈ રીતે હલ કરશો? તમે તૂર્ત જ ઉંઝા જાવ અને દાસજ ભાંખર ખાતે કાંઈ બનાવ ન બને તેની પુરી તકેદારી રાખો. (ક્રમશ:)