ગુજરાતમાં આઇએસઆઇએસની સક્રિયતાથી રાજ્યમાં પોલીસની ઉંઘ હરામ વસીમ-નઇમના સંપર્કમાં રહેતા નવ શકમંદોને પાડવામાં પોલીસ નિષ્ફળ
ગુજરાત અને પાડોશી રાજ્યોથી માંડીને દેશભરમાં ઈંજઈંજનો સળવળાટ વધ્યો છે ઉપરાંત રાજ્યના મોટા ગજાના વેપારીઓ અને કોંગ્રેસી ધારાસભ્યોને ડોન રવિ પૂજારી દ્વારા અપાઈ રહેલી ધમકીથી રાજ્યની વિધાનસભામાં હોબાળો મચ્યો છે. આવા સમયે ગુજરાતના પોલીસ વડા પી.પી પાન્ડેય અને શહેર પોલીસ કમિશનર એ.કે સિંઘની આગેવાનીમાં આજે ગુજરાત એ.ટી.એસની છારોડી સ્તિ ઓફિસે મળેલી બેઠક સૂચક મનાઈ રહી છે. આ બેઠકમાં એ.ટી.એસના તમામ સિનિયર અધિકારીઓ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ ડી.સી.પી સહિતના અધિકારીઓ હાજર હતા. સૂત્રોનું કહેવું છે કે, રવિ પૂજારી ઉપરાંત આતંકવાદ અને રાજકોટના ખોડિયારનગરમાંથી મળેલા બોમ્બ અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જો કે, બેઠકમાં હાજર અધિકારીઓએ સામાન્ય મુલાકાત ગણાવી હતી.
રાજ્યના પોલીસ વડા પી.પી પાન્ડેયની ગુરૂવારે એ.ટી.એસમાં મિટિંગ પહેલેથી જ આયોજીત હોય તેમ એ.ટી.એસના અધિકારીઓ સફેદ શર્ટ, ટાઈ અને બ્લેક પેન્ટમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં એ.ટી.એસના બ્રાન્ચના સિનિયર અધિકારીઓ હાજર રહ્યાં હતા. એ.ટી.એસના સત્તાવાર અધિકારીઓએ સામાન્ય મુદ્દે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતુ.
બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, હાલ ગુજરાતમાં આઈ.એસ.આઈ.એસની સક્રિયતાથી રાજ્ય પોલીસની ઊંઘ ઊડી ગઈ છે. હાલમાં જ પકડાયેલા વસીમ રામોદીયા અને નઈમ રામોદીયા નામના બે ભાઈઓએ વધુ નવ લોકો તેમના સંપર્કમાં હોવાની વાત કબૂલી હતી. આ નવ શકમંદો હજુ પોલીસ પકડમાં આવ્યાં ની. એટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં આઈ.એસ.આઈ.એસ દ્વારા ટ્રેનમાં કરાયેલા બ્લાસ્ટ બાદ રાજકોટના ખોડિયારનગરમાંથી મળેલા બોમ્બમાં પણ સનિક આતંકવાદી મોડ્યુલ હોવાની પ્રબળ શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. આવા સંજોગોમાં સિનિયર આઈ.પી.એસ અધિકારીઓની બેઠક સૂચક મનાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, ગુજરાત પોલીસ ટુંક સમયમાં આ મોડ્યૂલ અંગે મોટા ઘટસ્ફોટ કરી શકે છે.