નારાયણપૂર જીલ્લાનાં બાસ્ટારમાંબે અલગ અલગ સ્થળોએ માઓવાદીઓનાં હુમલા: આઠ જવાનોને ગંભીર ઈજા
માઓવાદીઓનાં સફાયા માટે નવી નીતિ કારગર નીવડી છે. જંગલ વિસ્તારોમાં થતી ઘુસષખોરી અને નકસલવાદી હુમલાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ માઓવાદીઓનાં સંપૂર્ણ સફાયા સામેના કડક પગલાનાં અભાવે હિંસક હુમલાઓ થતા રહે છે. જેમાં તાજેતરમાં બાસ્ટારમાં માઓવાદીઓએ પાંચ પોલીસ જવાનોની હત્યા કરી છે.
બુધવારે નારાયણપુર જીલ્લાનાં બાસ્ટારના બે સ્થળોએ માઓવાદીઓએ પાંચ પોલીસને મોતને ઘાટ ઉતાર્યા જયારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાસ્ટારનાં અબુજમડમાં માઓવાદીઓનાં હુમલામાં આઠ લોકો ઘાયલ થયા છે. જયારે બીજાપૂરમાં આઈઈડી બ્લાસ્ટમાં બે જવાનોને ગંભીર ઈજા થઈ છે.
બે વર્ષમાં આ બીજો મોટો હુમલો થયો છે. ગયા વર્ષે માર્ચ અને એપ્રીલ માસમાં સુકમામાં એક પછી એક હુમલાઓ થયા હતા જેમાં સીઆરપીએફનાં ૩૭ જવાનો શહીદ થયા હતા. એન્ટી નકસલ ઓપરેશનનાં સ્પેશ્યલ ડીજીપી ડીએમ અવસ્થીએ કહ્યું કે નારાણપૂરના બાસ્ટારમાં થયેલા હુમલામાં બે સબ ઈન્સ્પેકટર અને ત્રણ કોન્સ્ટેબલ જવાનોની હત્યા થઈ છે.
હાલ સીકયુરીટી ફોર્સ અળુજમડમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ માઓવાદીઓનાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જવાનોને સારવાર અર્થે રાયપૂર ખસેડાયા છે.