જમ્મુમાં આતંકી પ્રવૃત્તિઓ અને છત્તીસગઢ, ઝારખંડ, યુપી, એચ.પી. સહીતના રાજયોમાં થતા માઓવાદીઓના હુમલાનો નાથવા ડ્રોન બન્યું ‘ડિજિટલ હથિયાર’સીઆરપીએફ ૩૭૫ લાખના ખર્ચે રપ ડ્રોન ખરીદશે

રાત્રીના સમયે પણ સ્પષ્ટ ચીત્ર આપવામાં ડ્રોન સક્ષમ: ૩૦૦ મીટરથી પણ વધુ દુરના વિસ્તાર સુધી આતંકીઓને ડીરેકટ કરી શકશે

ડ્રોન સહિતની નવીનતમ ટેકનોલોજી અને આધુનિક હથિયારોની મદદથી સેના વધુ મજબુત બની છે. જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકી પ્રવૃત્તિઓને નાથવા સશસ્ત્ર બળ સતત પ્રયત્નશીલ છે. ત્યારે માઓવાદીઓ અને આતંકવાદીઓને ભરી પીવા રપ ડ્રોન્સ સહાયક બનશે. જી હા, ધી સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ રપ ડ્રોન્સ ખરીદવાની વ્યહુ રચના ઘડી છે. જે જમ્મુમાં આતંકીાઓને નાથવામાં ભારે મદદરુપ થશે.

રપ ડ્રોન ખરીદવાની પ્રોસેસ હાલ શરુ થઇ ગઇ છે. અને આગામી ચાર મહિનામાં આ ડ્રોન સીઆરપીએફ દ્વારા ઇસન્ટ્રોડયુસ કરાશે. આ વિશે વધુ માહીતી આપતા આઇએએનએસના  જનરલ રેન્ક ઓફીસર, ડેપ્યુટી ઇન્સ્પેકટરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં માઓવાદી અને આતંકવાદીઓની ગતિવીધી ને રોકવામાં ડ્રોનની મદદ લેવાશે અને આ માટે રપ ડ્રોન ખરીદાશે ડ્રોનની ખરીદીને લઇ ૧ર સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ એક કોન્ફરન્સ મળી હતી. તેમજ ઓનલાઇન ઓફ લાઇન ટેન્ડર ગયા વર્ષે  ર૬ ઓકટોમ્બરથી ખુલ્લા મુકાયા હતા.

ડીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ડ્રોનની કિંમત ૧પ લાખ રૂપિયા છે.

આ ડ્રોન્સ ડીજીટલ મેપ ધરાવે છે જે સેનાને ચોકકસ માહીતી આપશે. રપ૦ મીટર દુર સુધી કલીઅર વીડીયો રીપ્રેઝેન્ટ કરી શકશે. તેમજ આ તમામ ડ્રોનના વીડીયો ને ઝુમ કરી જોવાશે તો પણ સારી કવોલીટી આપશે. જેથી રાત્રી દરમિયાનના ઓપરેશનમાં પણ ચોકકસ માહીતી અને ચિત્રો મળી રહેશે.

આ ઉપરાંત આ ડ્રોન ૩૦૦ મીટર અથવા તેનાથી વધુના દુરના વિસ્તારમાં કોઇ માણસને ઝડપી પાડવામાં માહેર છે. સીઆરપીએફના નેત્ર નામના જુના ડ્રોનની સરખામણીએ આ ડ્રોન આગવા ફીચર્સ ધરાવે છે. જેનો મોટો ફાયદો સેનાને થશે.

આ ડ્રોન જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને નાથવામાં મદદરુપ તો થશે જ સાથે ઇત્તીસગઢ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલગાણા, મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જંગલ વિસ્તારમાં થતા માઓવાદીઓના હુમલાઓને રોકવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.