બહારગામથી તાલુકા મથકે ખરીદી માટે જતા લોકોએ છકડો રીક્ષાનો સહારો લેવો પડે છે: અકસ્માતની સતત દહેશત
સુરેન્દ્રનગર જિલ્લો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જિલ્લો રહ્યો છે ત્યારે આજે પણ અનેક સુવિધાઓ જે મળવી જોઈએ તે આજે પણ મળતા નથી છતાં આજના આ યુગમાં પણ લોકો એક જ વાત કરી રહ્યા છે કે બસ મેરા ભારત મહાન. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક તાલુકાઓમાં એસ.ટી.બસની સુવિધા જ નથી અને અનેક તાલુકાઓમાના અમુક તાલુકાનાં માણસો એ તો એસ.ટી.બસ એમનાં ગામમાં જોઈ જ નથી કેટલી કમનસીબી આ ગુજરાતમાં ગણાવાય.
જિલ્લાનાં તાલુકાનો માનવી આજના આ હાઈ-ફાઈ યુગમાં પાણી, લાઈટ, શૌચાલય, યુરિનલ, એસ.ટી.બસ, આરોગ્ય સેવા, સફાઈ વગેરે સુવિધા જે સરકારમાં આપવી જ પડે છે છતાં મળતી નથી ત્યારે હાલમાં તો ખેડુતોને પણ એટલી જ સમસ્યાઓ સર્જાયેલી છે. ખેડુત પાસે અનાજ લ્યે છે ત્યારે વધારે લેવાય અને જયારે ખાતર વળતર વિમો પાકવિમો આપવો પડે તો બધુ જ ઓછુ અપાય છે ત્યારે કયાનો કેવો ન્યાય કહેવાય. આ સરકારમાં જનતા અનેક સમસ્યાના સામના કરીને પિસાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં તાલુકાના છેવાડાનાં ગામોમાં જે મળવી જ જોઈએ તે એસ.ટી.બસની સુવિધા જે મળતી નથી જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક તાલુકાઓમાંથી હટાણા માટે તેમજ વ્યવહારીક કામો માટે આવતી બહેન દિકરીઓ અરે શાળાઓમાં અભ્યાસ કરતી અસંખ્ય વિદ્યાર્થીનીઓ યાતના ભોગવતી ભોગવતી શહેરમાં અભ્યાસ માટે આવે છે ત્યારે ગામડાઓમાંથી આવવા માટે ખાસ કરીને સુરેન્દ્રનગર પાટા ઉપર ૫૦૦ જેટલા છકડા દોડી રહ્યા જે માલવાહક છે જે મનુષ્યવાહક નથી. થ્રી વ્હીલ છે અને ખીચોખીચ આવા છકડા મુસાફરો બેસાડે છે ત્યારે મહિલા અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓની ગરમી કેટલી, કેવી રીતના જાળવી, જળવાઈ રાખવી ભારે મુશ્કેલ બને છે.