એસ.ટી.ના અભાવે મુસાફરોએ ફરજીયાત ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના અનેક ગામોમાં સરકારી એસટી બસની સુવિધા ન હોવાથી પ્રજાજનોને નાછૂટકે મોતની મુસાફરી સમાન ખાનગી વાહનોમાં ખીચો-ખીચ ઘેટાં-બકરાંની જેમ છકડો રીક્ષા કે મીની બસ માં મુસાફરી કરતા જોવા મળે છે અને જેના લીધે અનેક વખત આવા વાહનો થી અકસ્માતના બનાવમાં મુસાફરો મોતને ભેટતા હોવાના બનાવ પણ બને છે.
ત્યારે આ બધું રોકવાની જવાબદારી છે તે પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બની જોઇ રહેતા હોય હાલમાં સુરેન્દ્રનગર નુ તાપમાન ૪૪ ડિગ્રીને પાર છે ત્યારે ધોમધકતા તાપ મા સરકારી બસ ની સુવિધાના અભાવે મુસાફરો વાહનોમાં ખીચોખીચ બેસીને તો ઠીક પરંતુ મજબૂરીમાં અમુક મુસાફરો બસ કે છકડાની છત પર બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. જેમાં થાનગઢ તરફથી સુરેન્દ્રનગર આવતા ખાનગી વાહન મુળી તેમજ સુરેન્દ્રનગર ના જોરાવરનગર પોલીસ સ્ટેશન પાસેથી તેમજ ચુડા તરફથી આવતાં ખાનગી વાહનો ચુડા પોલીસ સ્ટેશન અને વઢવાણ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતાં હોવા છતાં પોલીસ તંત્ર મૌન રહેવા માટે મોટી રકમનો હપ્તો મેળવી જાણીજોઈને ખાનગી વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યાની ફરિયાદ ઉઠવા પામેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,