વહેલી તકે માંગણી નહીં સંતોષાય તો જલદ આંદોલન કરવાની ખેડુતોની ચીમકી
ધોરાજી તાલુકાના હડમતીયા ભાદાજાળીયા નાની મારડ તથા નાગલખડા નાં ગામોમાં સિંચાઈ પિયત માટે થી કેનાલ છોડવામાં આવેલ પરંતુ ઉપરોક્ત ગામોમાં આજ દિન સુધી કેનાલ નું પાણી પહોંચી શક્યુ નથી જેનાં કારણે પાક ને મોટું નુકશાન થાય છે અવારનવાર મૌખિક રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયેલ નથી અને ખેડુતો ની હાલ વધું ને વધું કફોડી હાલત થઈ રહી છે.
જેથી સિંચાઈ પિયત પાણી માટે તાત્કાલિક ઉપરોક્ત ગામોમાં પિયત પાણ માટે વ્યવસ કરવામાં આવે જેનાં માટે હડમતીયા નાગલખડા ભાદાજાળીયા નાની મારડ તથા અન્ય ગામો ને પિયત પાણ માટે વ્યવસ કરવા માટે સિંચાઈ ઓફિસ માં આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો વહેલી તકે આ માગણી નહીં સંતોષવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી ખેડુતો ઓએ ઉચ્ચારી હતી :