ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક વધુ ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.
3) ટ્રેન નંબર 19207 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ 23.07.2023 ના રોજ રદ રહેશે.
4) ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 23.07.2023 ના રોજ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:
1) 21.07.2023 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
2) 23.07.2023 ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને વેરાવળ ના બદલે રાજકોટથી જબલપુર વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
3) 22.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ ને રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
4) 22.07.2023 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસને વેરાવળને બદલે રાજકોટ થી ઓખા વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
5) 22.07.2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસ ને રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
6) 23.07.2023 ના રોજ ટ્રેન નંબર 19218 વેરાવળ- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વેરાવળ ના બદલે રાજકોટથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
7) 22.07.2023 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
8) 23.07.2023 ના રોજ ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસને વેરાવળ ના બદલે જેતલસરથી અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ – જેતલસર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.