વાપટેગ વોટર એકસ્પોના મુખ્ય આયોજક હિરવભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલના સમયમાં વિશ્ર્વમાં સૌથી મોટી સમસ્યા શુધ્ધ પાણીની છે. વિશ્ર્વની વસ્તીના ૩૦ ટકાથી વધુ લોકો આ સમસ્યાથી પીડાય છે. વડાપ્રધાનના મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ વોટર ઈન્ડસ્ટ્રીઝને આગળ કઈ રીતે લઈ જઈ શકાય તે અંગે ચર્ચા-વિચારણા બાદ વાપટેગ એસોશીએશન સો હું જોડાયો અને વોટર એકસ્પોનું આયોજન કર્યું. ભારતના દરેક લીડીંગ મેન્યુફેકચર્સ સો ફોરેન એકઝીબીટર્સ જેવા કે તાઈવાન, કોરીયા, ચાઈના સહિતના એકઝીબીટર્સે આ એકસ્પોમાં ભાગ લીધો છે. આ માત્ર એકઝીબીશન નથી. અમે અહિં નોલેજ શેરીંગ, ટેકનીકલ સેમીનાર સહિતની પ્રવૃતિઓ કરીએ છીએ. ૮૦ હજાર સ્કેચરફુટમાં બન્ને ડોમમાં એકઝીબીશન વિસ્તરેલું છે. કુલ ૧૫૦ એકઝીબીટર્સે એકસ્પોમાં ભાગ લીધો છે. ડોમેસ્ટીક, આરઓ ઈન્ડસ્ટ્રીયલ આરઓ, ઈન્ડસ્ટ્રીયલ ચીલર્સ, આલ્ફા યુવી, વિવિધ પ્રકારના પંપ, બિટવેલની મેજારન જેવી પ્રોડકટસોનું કંપનીઓ દ્વારા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં પ્રોડકટસની ટેકનીકલ માહિતી આપવામાં આવી રહી છે. જેથી સાચી વસ્તુ દરેક લોકો સુધી પહોંચે અને લોકોને ઉપયાેગમાં આવે.
આ ઉપરાંત નવી પ્રોડકટસો લોન્ચ પણ કરવામાં આવી છે. લોકોએ તેના વિસ્તારના પાણીમાં કઈ વસ્તુની ઉણપ છે. એ જાણવું ખુબ જ‚રી છે તે જાણવા માટે વોટર પ્યુરીફાઈ એક્ષપર્ટની સલાહ લેવી જોઈએ. ભારતમાં ૫૦૦ પીપીએની નીચેનું પાણી પીવાલાયક ગણાય છે. જે અંગે સરકારે જાગૃત ઈને લોકોમાં પાણી વિશેની જાગૃતતા લાવવી જોઈએ. કીનલીની બોટલનું પાણી ૧૦ થી ૧૨ પીપીએનનું હોય છે. મહાનગરપાલિકાનું પાણી ૨૫ પીપીએનનું હોય છે.
આ એકસ્પોએ વોટર ઈન્ડસ્ટ્રીઝના લોકો સોનું સેલીબ્રેશન છે. આ ત્રીજો એકસ્પો છે જે નેશનલ લેવલનો છે. હવે આગામી જાન્યુઆરી મહિનામાં ચોથા એકસ્પોનું આયોજન કરી રહ્યાં છીએ.