આંદોલન સમયે ફકત એક ટાર્ગેટ રાખી ધારાસભ્યને નિશાન બનાવ્યા, જયારે અન્ય નેતા અને સંતો સાથે કુણુ વલણ

જુનાગઢ તાજેતરમાં વંથલીમાં ખેડુતોના આંદોલન વખતે અનેક અગ્રણીઓ આ આંદોલનમાં જોડાયા હતા. આ વખતે ખેડુત અગ્રણી નયનભાઈ કલોલાએ રેત ખનન મુદ્દે વંથલી બંધનું એલાન આપ્યું હતું તે વખતે માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડા આ આંદોલનના કાર્યક્રમમાં સામેલ ન હતા પણ રેત ખનન મુદે ચાલતી ગતિવિધિને તેમણે સ્પષ્ટ સમર્થન આપ્યું હતું.

આ વખતે આંદોલનાત્મક પ્રવૃતિ ચાલુ થાય ત્યારે ખાસ કરીને પોલીસની ભૂમિકા સ્પષ્ટ ચોકકસ અને પારદર્શીય હોવી જોઈએ. આંદોલનની જાહેરાત કરનાર વ્યકિતને બંદોબસ્ત આપવો જોઈએ. તેમજ તેની દરેક મુમેન્ટ પર પોલીસની ચાપતી નજર હોવી જોઈએ જે પોલીસની સહજ જવાબદારી છે. વંથલીની બનેલી ઘટના અંગે ધારાસભ્ય જવાહર ચાવડાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી હતી.

આ અંગે વધુ વિગત અનુસાર વંથલીમાં ખેડુત આંદોલન વખતે પોલીસની ભૂમિકા પર સણસણતા આક્ષેપ કરતા માણાવદર વિસ્તારના કોંગી ધારાસભ્યએ તાજેતરમાં પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, નયનભાઈ કલોલાએ રેત ખનન મુદ્દે વંથલી બંધનું એલાન આપ્યું હતું.

હું બંધમાં ન હતો રેત ખનન સામે ચાલતી મુવમેન્ટને સમર્થન આપ્યું હતું. કાયદા મુદ્દે કોઈ મુવમેન્ટ હોય તો પોલીસ બંદોબસ્ત હોય છે અને મુવમેન્ટ સાથે જોડાયેલી વ્યકિતને પણ બંદોબસ્ત આપવામાં આવે છે. નયનભાઈ કલોલાને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું ન હતું એટલું જ નહીં આ ઘટનાના દિવસે બે એફઆરઆઈ થઈ છે. એક એફઆઈઆરમાં કહે છેકે હું બંદોબસ્ત હતો હવે જે સ્થળે અપહરણ થયું હતું તે અને બંદોબસ્ત સ્થળ નજીક છે જે ગાડીમાં અપહરણ થયું હતું તે બંદોબસ્તમાંથી જ નીકળી હોવી જોઈએ. ખેડુત અગ્રણીનું અપહરણ પોલીસની હાજરીમાં થયું છે.

ખેડુતને શાપુર પાસે ફેંકી દેવામાં આવ્યા અને બાદ હોસ્પિટલમાં ખસેડયા ત્યારે હું હોસ્પિટલે પહોંચ્યો હતો ત્યારે વંથલીમાં રસ્તા રોકો આંદોલન શ‚ થયું હતું. પોલીસે મને બોલાવ્યો હતો ને ફોન કરીને કહ્યું હતું. રોંગ સાઈડમાંથી આવજો ડીવાયએસપીએ ટ્રાફિક ખોલવાનો નિર્ણય કયો અને મારી અટકાયત કરી બસમાં બેસાડવામાં આવ્યો હતો. બાદ પથ્થરમારો શ‚ થયો હતો.

મને કહેવામાં આવ્યું કે આપની હાજરી હોય આપની સામે ગુનો નોંધવો પડે છે પરંતુ રસ્તા રોકો આંદોલન વખતે ભાજપના માજી ધારાસભ્ય ભગવાનભાઈ, સ્વામીનારાયણના સંતો પણ હતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી. બસમાં સંતોને બેસાડવામાં આવ્યા હતા પછી તેમને ઉતારી મુકયા હતા બીજુ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મને ૧૨ તારીખે હાજર થવાનું કહ્યું છે પરંતુ હું ૧૨ તારીખે હાજર થવાનો નથી અને ખેડુતો ઉપરાંત અન્ય લોકો પર પણ પોલીસે બાકી ચલાવી છે. આ ઘટનામાં હયુમન રાઈટસની સલાહ પ્રમાણે આગળ કરવાના છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.