• અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા  બોમ્બ ડિસ્પોઝલ ટીમ સ્કૂલોમાં પહોંચી
  • લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની ધમકીથી પોલીસ તંત્ર દોડતુ થયું.

અમદાવાદ ન્યૂઝ : અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજથી સુરક્ષાતંત્ર દોડતુ થયું છે. આવતીકાલે લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા તંત્રએ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીની પણ અનેક સ્કૂલોને આ પ્રકારે ધમકી મળી હતી, જોકે તપાસમાં કઈ ભયજનક બોમ્બ કે કઈ મળી આવ્યું ન હતુ.

અમદવાદમાં દિલ્હીની જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ મેઈલ પર ધમકી ભર્યા મેસેજ મળ્યા છે. જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે ગંભીરતાની મામલાની નોંધ લઈ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલી તપાસ શરૂ કરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.