એલજીબીટી સમાજને કાનૂની સહાય પુરી પાડતા એડવોકેટ હિનાબેન દવે સો ‘અબતક’ ચાય પે ચર્ચા
સમલૈંગિક સંબંધો અને ટ્રાન્સજેન્ડર એ આજકાલ વિશ્ર્વ આખામાં બહુ છૂટથી વપરાતા શબ્દો છે. માત્ર શબ્દો જ નહિ… આવા સંબંધો ધરાવતા લોકોની સંખ્યા પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે.
એલ.જી.બી.ટી.કયૂ પર ‘અબતક સાથે’ ચાય પે ચર્ચામાં જાણીતા એડવોકેટ કુ. હિનાબેન દવે એ આ વિષય પર બહૂ મહત્વની જાણકારી આપતા જણાવ્યું હતુ કે પશ્ર્ચિમના દેશોમાં કુટુંબના સભ્યો સેકસ વિશે બહુ ખૂલ્લા દિલે ચર્ચા પણ કરી શકે છે. અને સેકસ વિશેના પોતાના ખ્યાલ જ નહિ પોતાના ગમા અણગમા વિશે સ્પષ્ટ રૂપે જાહેરમાં કહી પણ શકે છે.
વિશ્ર્વમાં માત્ર લેસ્બીયન સંબંધો ધરાવતા લોકોની સંખ્યા એકવીસ લાખ કરતા વધારે હોવાનું જણાવતા એમણે કહ્યું હતુ કે એલ-લેબિયન જી-ગે , સેકસ્યુઅલ્સ અને વિશે આપણા દેશમાં હજી પણ બહુ છૂટથી વાત થઈ શકતી નથી.
વર્ષોથી લેસ્બીયન કપલ્સ અને આવી મનોવૃત્તિ ધરાવતા વિશ્ર્વભરનાં લોકો માટે કાનૂની માર્ગદર્શન સાથે એમના જીવન માટે જ‚રી તમામ સુવિધાઓમાં મદદરૂપ થતા હિનાબહેન માને છેકે કોઈ છોકરી જન્મથી એના શારીરીક વિકાસની આંતરીક ક્ષતિ કે ચોકકસ સ્તાવને લીધે લેસ્બિયન હોઈ શકે તો જે ઘરમાં ચાર-પાંચ કે વધારે દીકરીઓ હોય એ ઘરમાં કોઈ ચોકકસ છોકરીની ઉપેક્ષા એને ધીમેધીમે લેસ્બિયન વૃત્તિ તરફ દોરી જાય એ પણ શકય છે. રાજકોટમા જ અત્યારે આવા ૧૪ કપલ છે એવી માહિતી આપતા એમણે એ પણ કહ્યું કે, આવા લોકોને પોતાની મરજી મુજબ જીવન તો જીવવું જ છે. પણ સામાજીક દ્રષ્ટીએ હજી તેઓ અસ્વીકાર્ય ગણાતા હોવાથી પોતાની સ્પષ્ટ ઓળખ આપવાનું ટાળે છે. જો કે, વિશ્ર્વના આવા ઘણા કપલ હિનાબેનને મળે છે. જેઓ પતિ-પત્નીની જેમજ સહજીવન જીવે પણ છે. અને કેટલાક કપલ બાળકની આપૂર્તિ દત્તક બાળક લઈને પૂરી પણ કરે છે. આ માટે જે પણ જરૂરી હોય એ બધી જ સહાય અને માર્ગદર્શન આપવા હિનાબેન પોતાના એડવોકેટના વ્યવસાયથી વ્યસ્તતા વચ્ચે પણ તૈયાર રહે છે.
ટ્રાન્સજેન્ડરથી માત્ર શારીરીક અંગો બદલી શકાય પણ આ વૃત્તિની પાછળ રહેલા કારણ માટે એમણે ખાસ જણાવ્યું કે છોકરી અને છોકરા બંને જન્મથી કિન્નર હોઈ શકે પણ કિન્નર તરીકે ન જીવવા માગતા અને પોતાના શારીરીક વિકાસની વિચિત્રતાકે ઉણમને લીધે સંપૂર્ણ છોકરો કે સંપૂર્ણ છોકરી ન બની શકેલા આવા લોકો ટેકનોલોજીના સહારે પોતાના જાતી પરિવર્તન દ્વારા સમાજમાં જીવન જીવવાની કોશિશ કરે છે. જોકે જયારે પણ પોતાના જીવન રાહમાં જોયને કોઈ મુશ્કેલી, સમાજની ઉપેક્ષા, ઉણપની કે કંઈ અજુગતુ અનુભવાય ત્યારે પોતાની જીન્સી વૃત્તિને પોતાના જેવા જ બીજા લોકો સાથે મળી જીવન જીવવાના પ્રત્યનો કરે છે. અને આ જાતે લેસ્બિયન કે ગેની સંખ્યા વધતી રહે છે. એલજીબીટીનો આ વિષય માત્ર અડધા ને એક કલાકની ચર્ચામાં સમાઈ કે સમજાવાઈ શકે એવો છે જ નહિ એવું કહેતા એમણે એ પણ જણાવ્યું કે આ વિષયની ચર્ચા ખાસ કરીને આપણા દેશમાં ખૂબજ જ‚રી છે. આપણા સામાજીક બંધનોમાં માત્ર કુદરતના કરિશમાને કારણે ગૂંગળાતા આવા લોકો પ્રત્યે નફરત, ગુસ્સો કે ઉપેક્ષાની દ્રષ્ટીએ જોઈ એમને ‘અસ્વીકૃત’ કરવાને બદલે એમના પ્રત્યે સહાનૂભૂતિ રાખક્ષ એમને એમની લાગણીઓને સમજવાની જરૂર છે.
જે રીતે કિન્નરોને સમાજનું એક અંગ ગણીને એમને સ્વીકારી લેવાયા છે એજ રીતે લેસ્બીયન્સ, ગે કે બાઈ સેકસ્યુઅલ્સ શા માટે ન સ્વીકારાય એવા પ્રશ્ર્ન સાથે એમણે જણાવ્યું હતુ કે અત્યારે એઈડઝના દર્દી પ્રત્યે કોઈ પણ કારણસર સહાનૂભૂતિ દાખવી એમને સમાજના જ એક ભાગ તરીકે સ્વીકારી લેવાતા હોય તો આ લોકો માટે પણ આપણો એજ અભિગમ હોવો ઘટે.
સમાજમાં સેકસ-દાંપત્ય જીવન અને કૌટુંબકિ જીવનની સાહજિકતા ન જોખમાય એ જોવું જરૂરી છે. જ પણ સાથે સાથે આવી વ્યકિત આપણા જ કોઈક કુટુંબના સભ્ય છે એ પણ ન જ ભૂલવું જોઈએ ઘણીવાર પૂરૂષના પોતાની ઉપરના કે પોતાની આંખ સામે અન્ય સ્ત્રી પર થયેલા અત્યાચારને કારણે નાની વયમાં જ સાવ સંપૂર્ણ શારીરીક રચના ધરાવતી છોકરી પણ પોતાના પ્રચ્છન્ન મનમાં પૂરૂષ પ્રત્યે અણગમો ધરાવતી થઈ જાય અને ધીરેધીરે પોતાના જીન્સી સંતોષ માટે સેકસ ટોયઝ અને પોતાના જેવી અન્ય છોકરી સાથે ગાઢ સંબંધ ધરાવતી થાય તો એમાં વાંક આપણો પણ છે જ માત્ર એના વર્તનને કારણે એને દોષિત માનવાની ભૂલ સમાજે ન જ કરવી જોઈએ.
‘ચાય પે ચર્ચા’ દ્વારા ‘અબતક’ સમાજ સામે આવા લોકો માટે ‘આંખ ખોલતી’ એક શુધ્ધ વિચારસરણી પર પ્રકાશ પાડે છે. એને બિરદાવતાં હિનાબહેને આ વિષય માટે શ્રેણીબધ્ધ રીતે ચાય પે ચર્ચાના આવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે ત્યારે પોતે આ વિશે જરૂરી પૂરતી માહિતી આપી સમાજ સેવા માટે સતત તૈયાર રહેશે એમ જણાવ્યું હતુ.