દુનિયા ઘણા અજીબ રહસ્યોથી ધેરાયેલ છે. તેનાં ઘણાં બધાં સ્થાનોની ચિત્ર-વિચિત્ર વાતો પણ છે. જેની જાણીને અને જોઇને કોઇપણ વ્યકિત દંગ રહી જાય છે. કેમ કે આ સ્થાન વિશે જાણીને કોઇપણ વ્યકિતને વિશ્ર્વાસ ન આવે, આપણે ત્યાં ભારતમાં અમુક શ્રઘ્ધાથી લોકો વૃક્ષને લાલ અથવા રંગીન કે સફેદ દોરા બાંધે છે. એમ લોકો વૃક્ષ પર લાકડાના નાના ધોડીયા ટીંગાડે છે.આજે તમને ન્યુઝીલેન્ડની વાત કરવી છે. જયાં મહિલાઓ પોતાના અંડર ગારમેન્ટ વાડ પર લટકાવે છે. આ વાત જાણીને થોડું આશ્ર્ચર્યજનક લાગે પરંતુ આ એકદમ સત્ય છે.ન્યુઝીલેન્ડમાં ઘણા બધા ફરવા લાયક સ્થળો છે જેમાંનું એક સ્થળ ‘ધ કારડોના બ્રાફેન્સ’છે જયાં લોકો મહિલાના અંડર ગારમેન્ટ ત્યાંની વાડ પર લગાવી જાય છે. આ સ્થળને જોવા દુનિયામાંથી મુસાફરો મુલાકાત લે છે અને આ એક વિશ્ર્વ પ્રસિઘ્ધ હોટ સ્પોટ છે.
આ વાડને ૨૦૧૫માં બેસ્ટ કેન્સર ફંડ પ્રોજેકટ દ્વારા ‘બ્રેડોના’નામ મળ્યું. લગભગ ૩૦ હજાર ડોલર લોકો દ્વારા કેન્સર માટે ફંડ એકત્ર કરેલ.
મહિલાઓના અંડર ગારમેન્ટમાંથી દરેક પેટર્ન મળી રહે છે. આ વિચિત્ર પર્યટક આકર્ષણ ન્યુઝીલેન્ડના ઓટાગોમાં આવેલ છે. જેનો ભૂતકાળ પણ છે. ૧૯૯૯ માં આ વાડની પાસે રહેતા લોકોને મહિલાના ચાર અંડર ગારમેન્ટ મળ્યા. જે રહસ્યમય રીતે ઓટાગોમાં કાર્ડોન વેલી રોડનાં કિનારે વાડ પર લટકેલ હતા.
અમુક લોકો થોડા રક્ષાત્મક બન્યા બાદ વધારે લોકો વાડ સાથે જોડાતા ગયા. થોડા સમયમા આ વાડ આ ક્ષેત્રનું પ્રમુખ પર્યટન સ્થળ બની ગયું. આ સ્થળ એટલું પ્રસિઘ્ધ થઇ ગયું કે કોઇપણ પ્રવાસી ફરવા જાય તો પોતાનું અંડર ગારમેન્ટ અહિ વાડ પર લટકાવે છે. હાલ આ સ્થળ મહિલાના અંડર ગારમેન્ટ તરીકે ઓળખાતું ખુબ જ મોટું મોડું લોકપ્રિય બની ગયું છે.
એકવાર એક ચોરે રાત્રીના સમયે અંડર ગારમેન્ટને કાપવાનું શરૂ કર્યુ જેના કારણે લોકપ્રિયતમાં ધટાડો થયો. પરંતુ બાદમાં દરેક વખતે ચોર કાપતો તેમ તે વાડમાં વધારો જોવા મળતાની સાથે જ છેલ્લે આ વાડ એટલી પ્રસિઘ્ધ થઇ કે મુખ્ય રાજમાર્ગથી કેલી સ્પાન્સ ડ્રાઇવ વે સુધી લઇ જવો પડયો. ત્યાં ટ્રાફીક જામનું કારણ પણ આ વાડ જ છે.અહિં બેસ્ટ કેન્સર અર્વરનેશ સાથે તેના ડોનેશન માટે મોટા ઇવેન્ટરો યોજાય છે. જેમાં લાખો રૂપિયા એકત્ર થયા છે.