ઉનાળાની ઋતુમાં અનેક લોકોને વધુ પરસેવો વળવાની સમસ્યા હોય છે. અને લોકોનાં પગમાં પણ વધુ પરસેવો વળતો હોય છે. જેના કારણે પગમાંથી ખૂબ જ ગંદી વાસ પણ આવે છે. જેના કારણે અન્ય લોકોની સામે શરમ પણ આવે છે. વધુ પરસેવો વળવાનાં કારણે પગમાં બેક્ટેરીયા થવા લાગે છે. જે ડેડ સ્કીનને ખાવા લાગે છે. અને એટલે જ વાંસ ઉત્પન્ન થાય છે. આ વાસને નાથવા અનેકો ઉપાય નિષ્ફળ સાબિત થાય છે. અને વાંસ વધતી જાય છે તો આવો જાણીએ કે કઇ રીતે ઘરગથ્થુ ઉપાયથી એ વાસને દૂર કરી શકાય.
– ફટકડીનો ઉપયોગ ઘરમાં તો કરી એ જ છીએ. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીબેક્ટેરીયલ ગુણો સમાયેલાં છે. જે પગની વાસને દૂર કરવા માટે મદદરુપ સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક વાંસણમાં ગરમ પાણી લઇ તેમાં ફટકડી નાંખીને તેમાં ૧૫ મીનીટ પગ બોળી રાખો. પછ પગને સ્વચ્છ પાણીથી સાફ કરો.
– થોડીક ફટકડીને પાણીમાં નાંખી પેસ્ટ બનાવો. હવે તેને નિયમિતપણે બૂટ પહેર્યા પહેલાં પગમાં લગાડો આવું કરવાથી પગમાં પરસેવાની વાસ નહીં આવે.
– વિનેગારમાં પણ બહોળા પ્રમાણમાં એન્ટીબેક્ટેરીલ તત્વો હોય છે. જે પગની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. એક બાલ્ટી નવશંકા પાણીમાં એક કપ વિનેગાર મિક્સ કરો. અને તેમાં ૧૫ મીનીટ પગ બોળી રાખો. ત્યારબાદ સાબુ અને પાણીથી પગને સાફ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com