શહેરમાં લોકડાઉન દરમિયાન સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધ્યું
મોબાઈલ ક્વીક સપોર્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ભેજાબાજો ખાતામાંથી મોટી રકમ ઉપાડીને કરે છે ઓનલાઈન ઠગાઈ: ભેજાબાજો સામે પોલીસ અને બેંક કર્મચારીઓના હાથ ટુંકા પડ્યા
વિશ્ર્વભરમાં કોરોના મહામારીના કારણે અનેક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સાયબર ક્રાઈમ આચરતા ભેજાબાજો સક્રિયા બન્યા છે લોેક ડાઉનના કારણે લોકોને બહાર નીકળવા પર બાન મુકવામાં આવ્યું હોય જેનો લાભ ઉઠાવી ભેજા બાજો યેન કેન પ્રકારે લોકોના મોબાઈલ પર મેસજ મોકલી બેંક ખાતામાં કેવાયસી કરવાના બહાના હેઠળ લોકોને મોબાઈલમાં ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી લોકોના ખાતામાંથી મોટી રકમ ઉપાડી ઓનલાઈન છેતરપીંડી કરતા હોવાના કિસ્સાઓ વધતા શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધ્યું હોય તેમ લોકોની ફરીયાદમાં વધારો થયો છે. રાજકોટનાં અનેક લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયાની મહિને સોથી સવાસો જેટલી ફરીયાદો પોલીસ મથકે નોંધાઈ છે.
શહેરના નામાકીંત મહિલા તબિબને ગઈ તા. ૨૧-૪ના એક અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો હિંદી ભાષી શખસે બેંકમાંથી વાત કરતા હોવાનું જણાવી લોકડાઉનમાં તમો બહાર ન નિકળતા હોય જેથી તમારા બેંક ખાતામાં કેવાયસી કરવાનું હોવાનું કહિ હિન્દી ભાષી શખસે મોબાઈલમાં ક્વીક સપોર્ટ નામની એપલીકેશન ડાઉનલોડ કરાવી મહિલા તબીબને વિશ્ર્વાસમાં લઈ તેઓના મોબાઈલ પરથી ક્વીક સપોર્ટ સોફ્ટવેરના માધ્યમથી બેંક એકાઉન્ટની વિગતો મેળવી શખસે બેંક ખાતામાંથી રૂા. ૧૫,૦૦૦ ઉપાડી લીધા હતા જેના પગલે મહિલા તબીબે સાયબર ક્રાઈમ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ત્યારબાદ આવો જ એક બનાવ શહેરમાં રહેતા એક વ્યકિત સાથે બન્યો હતો જેમાં અજામ્યા શખસે ફોન પર વાત કરી તેઓનું બેંક એકાઉન્ટ કેવાયસી અપડેટ ન કરશો તો બંધ થઈ જશે તેમ કહી સોફ્ટવેરની લીંક મોકલી તેઓના એસબીઆઈ બેંક એકાઉન્ટમાંથી રૂા. ૭૪૦૦૦ની રકમ ઉપાડી લઈ ભેજાબાજ શખસે ઓનલાઈન છેતરપીંડી કરી હતી.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. શહેરમાં આવા બનાવો બનાવાનું રોજીંદું બન્યું છે. છેલ્લા એક મહિનામાં ૧૦૦ થી ૧૨૫ જેટલી આવી અરજીઓ પોલીસમાં લોકો દ્વારા ઓનલાઈન છેતરપીંડીના ભોગ બન્યાની કરવામાં આવી છે.
ઓનલાઈન ફ્રોડમાં જાણકારોના મતે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યકિત આવું ચીટીંગ કરીને એક કરતા વધારે ડીઝીટલ વોલેટમાં રકમ ટ્રાન્સફર કરી નાખે તો તેને પોલીસમાં બેંક કર્મચારીઓ પણ પકડી નથી શકતા પરંતુ જો કોઈ વ્યકિત ઓનલાઈન ફોર્ડનાં ભોગ બન્યા હોય અને એક કલાક કે તેથી ઓછા સમયમાં તાત્કાલીક પોલીસનો સંપર્ક કરે તો પોલીસ દ્વારા બેંકનો સંપર્ક કરી સર્વરમાંથી રકમ પરત મેળવવામાં સરળ બની શકે છે.