રાજકોટમાં પ્રથમ વખત લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડે કેમ્પ યોજાયો: અનુભવી ડો. રાજદિપસિંહ ચૌહાણે આપી અમૂલ્ય સેવા
લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ તેમજ સત્ય સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનીક જનરલ હોસ્પિટલ (આયુષ હોસ્પિટલ-મોરબી)ના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે સૌ પ્રથમવાર નિ:શુલ્ક હાડકા, ગોઠણ તથા થાપાના સાંધાના દુ:ખાવાનું નિદાન તથા જોઇન્ટ રીપ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૦૦ થી વધારે હાડકાના જટીલ ઓપરેશન તથા પ૦૦ થી વધારે ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશનોનો અનુભવ ધરાવતા સર્જન ડો. રાજદિપસિંહ ચૌહાણ દ્વારા સેવા આપવામાં આવી હતી. કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના નિરજ અઢિયા, ઉમેશ ભલાણી, દેવેન્દ્ર રૂપારેલીયા, ચેતન વ્યાસ તથા વિનોદ ઠકકરે જહેમત ઉઠાવી હતી.