વિન્ટરની શુભ શરૂઆત ઈ ગઈ છે ત્યારે ડ્રાય સ્કિનમાં મોઇશ્ચરાઇઝરને બદલે આ વખતે તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે તેલનો ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. કયું ઑઇલ કઈ રીતે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને એનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ જાણી લો
ઠંડીી મુંબઈવાસીઓ બહુ ટેવાયેલા ન હોવાને કારણે આપણા શહેરમાં ોડીક ઠંડી પણ સ્કિન અને હેરને લગતા તા અન્ય લઈને આવતી હોય છે. ઠંડીમાં સ્કિનમાં આવી જતી રૂક્ષતાને દૂર કરવા માટે મોઇશ્ચરાઇઝર યુઝ કરવાની સલાહ મોટા ભાગના એક્સપર્ટ આપતા હોય છે. જોકે આપણાં દાદી કે તેમનાં દાદીના જમાનામાં તો મોઇશ્ચરાઇઝર નહીં મળતાં હોય, પરંતુ ત્યારે પણ ઠંડી તો હતી જ. તો એ લોકો કઈ રીતે પોતાની સ્કિનને હાઇડ્રેટ રાખતાં હશે? જવાબ છે તેલી. માત્ર તેલી જ નહીં; ઘી, માખણ જેવી પ્રોડષ્ટનો પણ પહેલાંના જમાનામાં સ્કિનને લચીલી રાખવા માટે અને સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે ભરપૂર ઉપયોગ તો હતો. અત્યારે પણ દેશી નુસખાઓમાં આ પ્રોડષ્ટ વપરાય જ છે, પરંતુ અત્યારના સમયમાં ખરેખર ઑઇલ આપણી પાસે રહેલા મોઇશ્ચરાઇઝરનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે ખરું? જાણીએ.
ઑઇલનો ઉપયોગ
મોટા ભાગે તેલની વાત આવે એટલે એને માામાં લગાડવાનો ઉપયોગ જ ધ્યાનમાં આવતો હોય છે, પરંતુ સ્કિન માટે પણ એના ઘણા ઉપયોગો છે. તેલ એ આપણે ત્યાં પરંપરાગત મોઇશ્ચરાઇઝર તરીકે વપરાતાં આવ્યાં છે. તેલી સ્કિનને હાઇડ્રેટ વધુ સારી રીતે કરી શકાય છે, પરંતુ એના ઉપયોગમાં ોડીક સાવધાની અને સમજદારી જરૂરી હોય છે. એમ કરવાી તેલી ત્વચાનું લચીલાપણું જાળવી રાખવામાં મેક્સિમમ બેનિફિટ લઈ શકાય છે. મોટા ભાગે રાતના સમયે તેલ લગાવીને સવારે શાવર લઈ લેવું એ આદર્શ રસ્તો છે તેલનો ઉપયોગ કરવાનો. કોકોનટ ઑઇલ એટલે કે કોપરેલ એ દરેક પ્રકારની સ્કિન-ટાઇપ માટે બેસ્ટ ઑપ્શન ઈ શકે છે, કારણ કે આ એક જ તેલ એવું હોય છે જે પ્રમાણમાં પાતળું હોય એટલે સ્કિન એને ઍબ્સોર્બ કરી લે છે અને વધારાના તેલી ચીપકુપણું ની તું.
મર્યાદા સમજવી જરૂરી
તેલના ઉપયોગનાં પોતાનાં લિમિટેશન્સ પણ છે એમ જણાવીને ડોકટર કહે છે, આપણે જે મોઇશ્ચરાઇઝર વાપરીએ છીએ એમાં પણ મૂળ તત્વ તો તેલ જ હોય છે અને સદીઓી મોઇશ્ચરાઇઝર તરીકે તેલનો ઉપયોગ તો હતો એ પછી પણ શું કામ તેલને બદલે મોઇશ્ચરાઇઝરની જરૂર પડી એ પાછળનું કારણ સમજવું જરૂરી છે. તેલની કેટલીક મર્યાદાઓને કારણે મોઇશ્ચરાઇઝર માર્કેટમાં આવ્યાં. તેલમાં વધુપડતી ચિકાશ અને એક સ્પેસિફિક ગંધ હોવાને કારણે ઘરની બહાર નીકળતી વખતે એનો ઉપયોગ કરવો શક્ય નહોતો. એ ઉપયોગ કરવાને કારણે સ્કિનના નવા પ્રોબ્લેમ્સ ઊભા તા હતા. એટલે જ અમુક પ્રકારનાં કેમિકલ ફોમ્યુર્લેશન્સ દ્વારા તેલમાં બીજાં તસવો ઍડ કરીને એને ડાઇલ્યુટ કરીને ક્રીમ બનાવવામાં આવી.
કોસ્મેટોલોજિસ્ટ ડોકટરના મતે તેલ લગાવેલા ફેસ પર બહુ જલદી ડસ્ટ ચોંટી જતી હોય છે જેને કારણે ત્વચા પર ખીલ વા જેવી કેટલીક સમસ્યાઓ નડે છે. કેટલાંક તેલના એક્સટ્રેષ્ટ એટલા સ્ટ્રોન્ગ હોય છે કે એને ડાયરેક્ટ્લી ત્વચા પર ન લગાવવા જોઈએ. જો એમ કરવામાં આવે તો ત્વચામાં બળતરા, વાઇટ ઍન્ડ બ્લેક હેડ્સ જેવા સ્કિનના પ્રોબ્લેમ ઈ શકે છે.
જોકે યોગ્ય સ્કિન-ટાઇપ પ્રમાણે તેલની પસંદગી કરવામાં આવે, તમારા નેકની સ્કિન પર એની ટ્રાયલ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો એમાંથી બેસ્ટ બેનિફિટ ઓછામાં ઓછા ખર્ચે લઈ શકાય છે.
કયું ઑઇલ કેવી રીતે લાભકારી
ઑલિવ ઑઇલ :શિયાળામાં હોઠ સુકાઈ જવાની તકલીફ દૂર કરવા ઑલિવ ઓઇલી હોઠ પર હળવા હો મસાજ કરવાી બેસ્ટ રિઝલ્ટ મળશે. તડકાને કારણે યેલી સ્કિન પરની કાળાશને પણ ઑલિવ ઑઇલ ઘસીને દૂર કરી શકાય છે. ઑલિવ ઑઇલમાંથી વિટામિન Aઅને Eભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સ્કિનને સ્મૂધ બનાવવા માટે ઑલિવ ઑઇલી મસાજ કરતાં ફાયદો થાય છે.
આમન્ડ ઑઇલ : મુખ્ય સામગ્રી તરીકે વપરાતું મીઠી હલકી સુગંધવાળું અને પ્રમાણમાં ઓછી ચિકાશ ધરાવતું આ તેલ સ્કિન-ટોન સુધારવા માટે, એને સોફ્ટ અને લચીલી બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. સ્પામાં પણ આ તેલનો મબલક ઉપયોગ થાય છે.
અવાકાડો ઑઇલ :વધતી ઉંમરને અટકાવવામાં અવાકાડો તેલ બહુ જ સરસ રિઝલ્ટ આપી શકે છે. વિટામિન અ, ઉ અને ઊ થી ભરપૂર આ વેજિટેબલ ઑઇલ સ્કિનમાં ઊંડે ઊતરીને અસર કરે છે એટલે જ એ યુ મિનરલ તરીકે પણ ઓળખાય છે.
જોજોબા ઑઇલ :સ્કિન પર ઉદ્ભવતા બેક્ટેરિયાને નાબૂદ કરવા અને ત્વચાનાં રોમછિદ્રોને બ્લોક કર્યા વગર સ્કિનને જરૂરી એવું મોઇશ્ચર પૂરું પાડવા માટેનો આ બેસ્ટ ઑપ્શન છે. જોજોબાનું તેલ મેકઅપ રિમૂવલ તરીકે પણ સારું છે. આ ગોલ્ડન કલરનું નેચરલ અને સુગંધરહિત તેલ માર્કેટમાં ઈઝિલી મળી રહે છે. આ ઑઇલની ભાગ્યે જ કોઈ આડઅસર ાય છે. જોજોબા ઑઇલમાંી ભરપૂર માત્રામાં વિટામિન ઊ મળી રહે છે જે ચામડી પર કરચલી પડતી અટકાવે છે.
રોઝમેરી ઑઇલ :રોઝમેરી ઑઇલ સ્કિનને સુંવાળી અને ચમકીલી બનાવે છે. આ ઑઇલમાં ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ આવેલી છે. આ તેલી સ્કિન પરના પિમ્પલ તેમ જ ચામડીના કોઈ પણ પ્રકારના રોગોી મુક્તિ મળે છે.