Table of Contents

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર દેશના આદિવાસી સમુદાયો પરિવર્તનકારી પહેલોની લહેરનો અનુભવ કરી રહ્યા છે. જે તમામ ક્ષેત્રોમાં તેમને પિછાણે  છે અને તેમનું ઉત્થાન કરે છે. વર્ષોની પ્રણાલીગત ઉપેક્ષા પછી, આદિજાતિ કલ્યાણ પર એક નવું લક્ષ માત્ર અંતરને દૂર કરવાનું જ નથી, પરંતુ તેમના વારસાની ઉજવણી પણ કરે છે.  તેમના યુવાનોને સશક્ત બનાવે છે, આરોગ્યસંભાળની સુલભતામાં સુધારો કરે છે અને આર્થિક તકો પૂરી પાડે છે. આ મોટા પગલાંઓ વડે ભારત તેના આદિજાતિ નાગરિકો સાથેના તેના સંબંધોને પુનઃ આકાર આપી રહ્યું છે – લાંબા સમયથી જેની અવગણના કરવામાં આવી રહી છે તેવા સમુદાયો માટે સમૃદ્ધિ, ગૌરવ અને સમાનતાને લઈ આવી રહ્યું છે. અહીં આ ઐતિહાસિક “પ્રથમ વખતની બાબતો” પર એક નજર નાખીએ જે એક ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ કરે છે.

  • અગાઉ ક્યારેય નહોતું થયું તેવું મોટા પાયે રોકાણ: ટ્રાઇબલ વેલ્ફેર ફંડમાં 5.7 ગણો વધારોTribal Welfare Fund

સૌપ્રથમ વાર ભારતે આદિવાસી કલ્યાણ પ્રત્યેની તેની નાણાકીય પ્રતિબદ્ધતાને વિક્રમી સ્તરે વિસ્તૃત કરી છે. એસટી માટેના ડેવલપમેન્ટ એક્શન પ્લાન માટેના ભંડોળમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે.  જે 2013-14માં ₹24,600 કરોડથી ઓછો હતો, તે 2024-25માં અવિશ્વસનીય ₹1.23 લાખ કરોડ હતો. નાણાભંડોળની આ છલાંગ કેળવણી, આરોગ્યસેવાઓ, આવાસો અને અન્ય સઘળી પહેલોને વેગ આપી રહી છે, જે આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટેની  શક્તિશાળી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

  • આદિવાસી શિક્ષણમાં ક્રાંતિ આવી: શાળાઓ, શિષ્યવૃત્તિઓ અને વધુ તકો!Tribal Education Revolutionized

આદિજાતિ વિદ્યાર્થીઓ આખરે તેઓ લાયક શૈક્ષણિક તકો પ્રાપ્ત કરી રહ્યા છે.  જેમાં નોંધણી 2013-14માં 34,000થી વધીને 2023-24માં 1.3 લાખથી વધુ થઈ ગઈ છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નો વિકાસ આ બદલાવનો પાયો રહ્યો છે.  જેમાં શાળાઓની સંખ્યા લગભગ ચાર ગણી વધી ગઈ છે.  જે માત્ર એક દાયકામાં 123થી વધીને 476 થઈ ગઈ છે. આ શાળાઓ માત્ર શિક્ષિત જ નહીં, પરંતુ દેશભરના આદિવાસી યુવાનો માટેની સંભાવનાઓને બદલી રહી છે.

  • પ્રથમ વખત સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેનું રાષ્ટ્રવ્યાપી મિશન

સૌપ્રથમ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન સાથે ભારત આરોગ્યને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે આદિવાસી સમુદાયોને મોટા પાયે અસર કરે છે. અત્યાર સુધીમાં 4.6 કરોડથી વધારે લોકોની તપાસ થઈ ચૂકી છે, જેનો ઉદ્દેશ ત્રણ વર્ષની અંદર 7 કરોડ સુધી પહોંચવાનો છે. સિકલ સેલના રોગને નાબૂદ કરવાનું આ મિશન માત્ર આરોગ્ય માટે જ નથી; તે ભારતની આદિવાસી વસતિ માટે એક તંદુરસ્ત, વધારે સ્થિતિસ્થાપક ભવિષ્યનું નિર્માણ કરવા વિશે છે.

  • શિષ્યવૃત્તિની નવેસરથી કલ્પના કરવામાં આવી: આદિજાતિ વિદ્યાર્થીઓ માટે અજોડ નાણાકીય સહાય!

સૌપ્રથમવાર આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની વ્યાપક સહાય મળી રહી છે. શિષ્યવૃત્તિથી હવે વાર્ષિક 30 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થાય છે, છેલ્લાં 10 વર્ષમાં કુલ રૂ. 17,000 કરોડનું વિતરણ થયું છે. આ શિષ્યવૃત્તિઓ નાણાકીય સહાય કરતાં વધારે છે; તેઓ આદિવાસી યુવાનો માટે સશક્તીકરણનો માર્ગ છે.Scholarship Reimagined TRIBAL

  • આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વારસાનું અભૂતપૂર્વ સન્માન

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી રહી છે, તેમના સન્માનમાં 10 સંગ્રહાલયોની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને પણ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં તેમના વારસા અને ભારતના આદિવાસી સમુદાયોની સ્થિતિસ્થાપકતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. પ્રથમ વખત આદિવાસી નાયકોની ગાથાઓ ઉજવવામાં આવે છે, ગૌરવને પ્રોત્સાહન આપે છે અને સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે.

  • આદિજાતિ ઉદ્યોગસાહસિકતામાં વધારો: વન ધન કેન્દ્રો દ્વારા આત્મનિર્ભરતા

આદિવાસી ઉદ્યોગસાહસિકતાને સીમાચિહ્નરૂપ બનાવવા માટે 3900 વન ધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. જે આશરે 12 લાખ આદિવાસી ઉદ્યોગસાહસિકોને સંસાધનો પ્રદાન કરે છે. આ કેન્દ્રો આદિવાસીઓનાં પરંપરાગત કૌશલ્યોને નફાકારક સાહસોમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવે છે. જે આર્થિક સ્વનિર્ભરતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.

  • ભારતના પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિઃ પ્રતિનિધિત્વમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ

શ્રીમતી દ્રોપદી મુર્મુની ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી આદિવાસીઓના પ્રતિનિધિત્વ માટેનું એક મહત્વનું પગલું છે. જે સરકારના સર્વોચ્ચ સ્તરે સર્વસમાવેશકતા અને અવરોધોને તોડવાનો પ્રભાવી સંદેશ આપે છે. તેમનું રાષ્ટ્રપતિ પદ ભારતના આદિજાતિ સમુદાયોમાં લાખો લોકો માટે આશા અને તકના પ્રતિક તરીકે ઉભું છે.

  • દૂરસ્થ આદિજાતિ સમુદાયોને પ્રથમ વખત મૂળભૂત સેવાઓ પ્રદાન થઈ

પીએમ-જનમાન અંતર્ગત આવાસ, સ્વચ્છ પાણી, સાફસફાઈ અને સ્વાસ્થ્ય સેવા જેવી આવશ્યક સેવાઓ પ્રથમ વખત અતિ સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચી રહી છે. ખાસ કરીને 75 નબળા આદિજાતિ જૂથો (પીવીટીજી) અને 45 લાખથી વધુ પરિવારોને સમર્પિત રૂ. 24000 કરોડથી વધુનું બજેટ ધરાવતી આ પહેલ અંતરિયાળ આદિવાસી સમુદાયો માટે જીવાદોરી સમાન છે.

  • જમ્મુ-કાશ્મીરના આદિવાસીઓ માટે દરવાજા ખૂલ્યાઃ નોકરીઓ અને શિક્ષણની નવી સુલભતા

કલમ 370 નાબૂદ થવાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિના સમુદાયોએ હવે શિક્ષણ અને રોજગારીની તકો સુલભ કરી છે. જેનાથી ઉજ્જવળ ભવિષ્ય માટે દરવાજા ખુલી ગયા છે અને આ વિસ્તારમાં આદિવાસી જૂથોના સમાવેશને પ્રોત્સાહન મળ્યું છે.

  • આવકનો નવો સ્ત્રોતઃ વાંસ, આદિવાસી સમૃદ્ધિ માટે લીલું સોનું

પ્રથમ, વાંસને ઝાડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જે આદિવાસી સમુદાયોને મુક્તપણે તેની લણણી કરવાની મંજૂરી આપે છે. આ પરિવર્તન આદિવાસી પરિવારો માટે આવકના નવા પ્રવાહો લાવે છે અને ટકાઉ તકોનું સર્જન કરે છે, જે વાંસને આદિવાસી સમૃદ્ધિ માટે “લીલા સોના”માં પરિવર્તિત કરે છે.

  • 100% ટ્રાઇબલ કવરેજ એક મિશન બનાવ્યું

ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન દ્વારા સૌપ્રથમવાર આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેમાં 63,000 ગામોને આવરી લેવામાં આવ્યા છે અને 5 કરોડ આદિવાસી લોકોને લાભ થયો છે, જેનો લાભ 100 ટકા સંતૃપ્તિનો છે. 80000 કરોડનું અભૂતપૂર્વ બજેટ ધરાવતી આ પહેલનો ઉદ્દેશ ભારતના આદિવાસી વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસ અને સશક્તીકરણ પૂરું પાડવાનો છે.

  • એમએસપી આદિવાસી સશક્તીકરણનું સાધન બન્યુંtribal empowerment

સૌપ્રથમ વાર લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) માળખું આદિવાસી સમુદાયો માટે સશક્તીકરણનું સાધન બન્યું છે. એમએસપીનો ટેકો મેળવતી લઘુ વનપેદાશોની ચીજવસ્તુઓની સંખ્યામાં આ બાબત જોવા મળે છે, જે 12 ચીજવસ્તુઓથી વધીને 87 થઈ છે, જે આદિવાસી સમુદાયોને સ્થિર આવકની તકો પ્રદાન કરે છે અને સ્થાયી સંસાધનોનાં ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે માન્યતા, સંસાધનો અને તકો પ્રથમ વખત લાવવાથી આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોનું જીવન કાયમ માટે બદલાઈ રહ્યું છે. દાયકાઓ સુધી અવગણવામાં આવ્યા બાદ હવે તેઓ ભારતના વિકાસમાં મોખરે છે, સશક્ત છે, સ્થિતિસ્થાપક છે અને પોતાના ભવિષ્યને આકાર આપવા તૈયાર છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.