જીલ્લામાં હાલ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યુ
હાલ સમગ્ર દેશ માં લોકસભા ની ચૂંટણી ખુબજ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત માં પણ થોડા સમય માં લોક સભા ની ચૂંટણી ના પડઘમ વાગવા ના છે.ભાજપ અને કોંગ્રેસ દવારા લોક સભા ની ચૂંટણી માટે તમામ પ્રકાર ની ત્યારીઓ પૂર્ણ કરી છે.હજુ સુધી કોંગ્રેસ દ્વારા ગુજરાત ના કેટલાક જિલ્લા માં પોતાના લોક સભા ના ઉમેદવારો ની યાદી જાહેર કરવા માં નથી આવી તે હવે ટુકજ સમય માં જાહેર કરવા માં આવશે .તેજ રીતે ભાજપ પણ પોતાની અમુક સીટો પર ગુજરાત માં પોતાના લોકસભા ના ઉમેદવાર ને મેદાન માં ઉતારશે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ દવારા લોકસભા ની ચૂંટણી માટે પોતાનો ઉમેદવાર નકી કરી નાખવા માં આવીયો છે .અને ટિકિટ પણ આપી દેવા માં આવી છે. ત્યારે આ વર્ષ ભાજપ દવારા સુરેન્દ્રનગર જિલ્લામાં લોક સભા ની ચૂંટણી માટે તદ્દન નવો અને શિક્ષિત ઉમેદવાર ડો.
મહેન્દ્ર ભાઈ મુજપરા ને પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લામાં થી ભાજપ દવારા લોકસભા લડવા માં આવશે.ત્યારે ડો.મહેન્દ્ર ભાઈ મુજપરા આ શુક્રવારે સવારે ૧૦ કલાકે પુરસોત્તમ રૂપાલા,નીતિનભાઈ ભારદ્વાજ અને અન્ય ભાજપ ના કાર્યકરો ને સાથે રાખી લોકસભા માં ભાજપ વતી ઉમેદવારી નોંધાવસે.
પરંતુ હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લા ની લોકસભા ની સીટ પર કોંગરેસ પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી.સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગરેસ માંથી દિન પ્રતિ દિન અલગ અલગ નામો સામે આવી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ માંથી પણ લોકસભા નો ઉમેદવાર શિક્ષિત મુકાય તેવી હાલ કોંગ્રેસ કાર્યકારો ની માંગ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સોમાભાઈ પટેલ,લાલજી ભાઈ મેર,ઋત્વિકભાઈ મકવાણા સહિત ના ઉમેદવારો ના નામ હાલ કોંગ્રેસ માંથી ચર્ચા માં છે.ત્યારે અનેક નેતાઓ ને પોતાના પક્ષ માંથી ટિકિટ ના માલતા પોતાનો ચરુ સાતમા આસમાને પહોંચ્યો છે.