મચ્છુ-૧થી ૩૫ કિલોમીટરનું અંતર કાપી નર્મદાના નીર વહેલી સવારે ત્રંબા ત્રિવેણી ઘાટ ખાતે પહોંચ્યા: મહાપાલિકાના પદાધિકારીઓએ કર્યા વધામણા
ચાર ચેકડેમ ભરાયા બાદ આવતીકાલે સવારે નર્મદાના નીરી આજી ડેમ ભરાવાનું શરૂ થઈ જશે: ૨૯મીએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
રાજકોટવાસીઓ જે સોનેરી ઘડીની આતુરતાી રાહ જોઈ રહ્યાં હતા તે ઘડી આજે આવી પહોંચી છે. મચ્છુ-૧ ડેમી પાઈપ લાઈન મારફત ૩૧ કિ.મી.નું અંતર કાપી આજે સવારે ત્રંબા નજીક ત્રિવેણી ઘાટ ખાતે નર્મદા મૈયાનું આગમન તા લોકોના હૈયા હરખી હરખાઈ ગયા છે. મહાપાલિકાના પદાધિકારીઓએ નર્મદા મૈયાના વધામણા કર્યા હતા.
રાજકોટની જળ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અંગત રસ લઈ સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિ પ્રિય એવા આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાનું ભગીર કાર્ય હા પર લીધું હતું. માત્ર ૬ માસના ટૂંકાગાળામાં ‚પિયા ૩૮૦ કરોડના ખર્ચે મચ્છુ-૧ ડેમી આજી-૧ સુધી ૩૧ કિ.મી.ના વિસ્તારમાં પાઈપ લાઈન બિછાવવાનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરી દેવામાં આવ્યું છે. નર્મદાના નીરી આજી છલકાવી દેવાનો મહત્વકાંક્ષી પ્રોજેકટનો આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
બે દિવસ પૂર્વે મચ્છુ-૧ ડેમમાંી પાઈપ લાઈન મારફત છોડવામાં આવેલા નર્મદાના નીર આજે વહેલી સવારે ત્રંબા નજીક ત્રિવેણી ઘાટ ખાતે પહોંચી ગયા હતા. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ભાજપ અગ્રણી અંજલીબેન ‚પાણી, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા અને વોટર વર્કસ સમીતીના ચેરમેન દલસુખભાઈ જાગાણીએ નર્મદા મૈયાના વધામણા કર્યા હતા. ત્રંબા પાસે આજી નદીના વહેણમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા છે. જે ત્રંબાના ત્રણ ચેકડેમ અને કાળીપાટ નજીક આવેલો ચેકડેપ સહિત કુલ ૪ ડેમને ભર્યા બાદ આજી ડેમની ભરવાની શ‚આત કરશે. જે રીતે પાણીનો ફલો છે અને બે પમ્પ દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે તે જોતા એવુ લાગી રહ્યું છે કે, સંભવત: આજ મોડી રાત સુધીમાં અવા આવતીકાલ સવારી નર્મદાના નીરી આજી ભરાવાનું શ‚ ઈ જશે. ૨૯મી જૂનના રોજ જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ મહત્વકાંક્ષ યોજનાનું લોકાર્પણ કરર્શ ત્યારે ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતો આજી ડેમ ૧૦ ફૂટી વધુ ભરેલો હશે.