પરિસ્થિતી માણસને કઈ પણ કરવા પર મજબૂર કરે છે. ક્યારેક ધરની અને વેપારની કફોડી સ્થિતિને કારણે ઘરનો મોભી વ્યાજે રૂપિયા લેવા મજબૂર થાય છે, કે જેનાથી પરિસ્થિતિને સુધારવની કોશિશ કરે છે. અને ક્યારેક એવો પણ સમય સામે આવે છે કે વ્યાજે લીધેલા રૂપિયા પાછા ન ચૂકવી શકવાને કારણે વ્યાજખોરો એવી વ્યક્તિનું જીવવું મુશ્કેલ કરી નાખે છે. બસ એવો જ એક મહેસાણાના વડનગરનો બનાવ સામે આવ્યો છે
વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ આત્મહત્યા કરી હોવાના ઘણા બનાવો સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસથી કંટાળીને યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે. આ યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ‘I AM QUIT’ સાથે ચિઠ્ઠી લખી યુવક ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે.
વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. 2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી ટો ત્યાં ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.’
આ ચિઠ્ઠી મળતા જ પરિવારજનો ચિંતાગ્રસ્ત થયા હતા. અને તેમેને પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે જાણ કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.