કેશોદના બાલાગામ ગામે વાડી વિસ્તારમાં નદીનો પાળો તુટયો
બોરીયા વિસ્તારમાં નદીનો પાળો તુટતા અનેક ખેતરો ધોવાયા. નદીનો પાળો તુટતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા. આને લીધી આજુબાજુના ખેતરોમાં તથા ખેડુતોને મોટુ નુકશાન થયું છે. બાલાગામથી બામણાસા તરફનો વિસ્તાર જે બોરીયા વિસ્તાર તરીકે ઓળખાય છે. વધુ વરસાદથી અગાઉના વર્ષોમાં પણ અનેક વખત નદીનો પાળો તુટવાનાં બનાવો બન્યા હતા. આ વર્ષે પણ બોરીયા નદીનો પાળો તુટયો છે જેને લઈને ખેડૂતોને વધુ નુકશાન ભોગવવું પડ્યું છે. આ ઘટનામાં કોઈને કોઈ જાનહાનિ થઈ નથી. ખેતરોમાં લાંબો સમય પાણી ભરાયેલા રહેશે તો ખેડુતોએ વાવેલ તમામ પાક નિષ્ફળ થશે