ધ્વજા ચડાવવા માટે સ્તંભ, ઘાટ, મીનળદેવી મંદિર પાસે બગીચો સહિતના કામો થશે

રાજકોટ જિલ્લાના આસ્થાના પ્રતીક એવા ઘેલા સોમનાથ મંદિરે રૂ. 10 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઉભી કરવામા આવશે. તેવું જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે જાહેર કર્યું છે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  ઘેલા સોમનાથ મંદિરે રૂ. 10 કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હાલ અહીં મંદિર ઉપર ચડીને ધ્વજા ચડાવવામાં આવે છે. જેને બદલે સ્તંભ ઉભો કરવામાં આવશે. જેનાથી સરળતાથી ધ્વજા ચડી શકે. આ ઉપરાંત અહીં ઉપર મીનળદેવી મંદિર છે ત્યાં બગીચો બનાવવામાં આવશે. નદી પાસે ઘાટ બનાવવામાં આવશે. આ સાથે પેવર બ્લોક નાખવામાં આવશે. કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. ઉપરાંત 80 મીટર ત્રીજીયાના વિસ્તારમાં જરૂરી ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગેસ્ટ હાઉસને પણ સરખું કરવામાં આવશે. આમ અહીં ભાવિકો માટે રૂ. 10 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

સુપેડીમાં 750 વર્ષ જુના મુરલી મનોહર મંદિરનો કરાશે જિણોદ્ધાર

ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર 750 વર્ષ પ્રાચીન અલભ્ય કલાકૃતિનો વારસો ધરાવે છે. આ મંદિરને પુરાતન ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કર્યું છે.  આ પ્રાચીન સંસ્કૃતિનો વારસો ભાવિ પેઢીને જોવા મળે તે માટે તેના જીણોદ્ધાર કરવાની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.