આજે દેશના લોકલાડીલા વડાપ્રધાન રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેસકોર્સ પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત યાજ્ઞિક રોને શાસ્ત્રી મેદાન તરફ કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાથી પોલીસ દ્વારા 20 જેટલા સતત ધમધમતા માર્ગો આજે સાંજે ચારથી આઠ બંધ રાખવામાં આવ્યું છે અને ટ્રાફિક નિયમોનો ચુસ્તપણે પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ત્યારે આ અંગે વધુ માહિતી આપવા ટ્રાફિકના નવ નિયુક્ત ડીસીપી પૂજા યાદવ એ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે, રેસકોર્સમાં જનસભા નું આયોજન હોવાથી મહિલા કોલેજ થી રાજકોટ સુધીનો રસ્તો ચારથી આઠ બંધ કરવામાં આવ્યો છે ત્યારે તે લોકોને હલકી ન પડે તે માટે એસ્ટ્રોન ચોક, જિલ્લા પંચાયત ચોક, ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે તે ઉપરાંત યાજ્ઞિક રોડ ઉપર રસ્તો તો શરૂ કરાયો છે પરંતુ પાર્કિંગની બનાવી હોવાથી ત્યાં લોકોએ પોતાના વાહનનું પાર્કિંગ ડીએચ કોલેજમાં કરવાનું રહેશે. જ્યારે વડાપ્રધાનનો કાફલો તે રસ્તા ઉપર નીકળશે તે માર્ગને સંપૂર્ણ પણે જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.