- હસવાનો સીધો સંબંધ ઊંઘ સાથે
- ઈમ્યૂન સિસ્ટમ પર પડે છે પ્રભાવ
- ઓછું હસનારાને રહે છે સ્થૂળતાનો વધારો ખતરો
હાસ્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, ઘણી વખત લોકો હતાશામાં પણ ખોટું હાસ્ય બતાવીને સત્ય છુપાવે છે, આવું ન કરવું જોઈએ. તેમજ હસવું શરીર માટે કેટલું ફાયદાકારક છે. તે શરીરને ઊર્જાથી ભરવા માટે કેવી રીતે કામ કરે છે.
જાણો હસવાના ફાયદા
શાંત ઊંઘ લેવામાં મદદ
વધુ હસવું એ શાંતિપૂર્ણ ઊંઘ સાથે પણ સીધો સંબંધ છે. હાસ્ય શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે. તે રાત્રે શાંત ઊંઘ લેવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે
હાસ્યની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આ સાથે મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ઘણા પ્રકારના રોગો શરીર પર હુમલો કરી શકતા નથી.
પીડામાંથી રાહત
હાસ્ય એન્ડોર્ફિન નામનું હોર્મોન બહાર પાડે છે. હસવાથી શરીરમાંથી તણાવ દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તેમજ તણાવમુક્ત રહેવા માટે હાસ્યથી મોટી કોઈ દવા નથી.
હૃદય માટે ફાયદાકારક
હાસ્યનું જોડાણ હૃદય સાથે પણ જોવા મળ્યું છે. જે લોકો હસે છે, તેઓ ખુશ છે. આ ઉપરાંત તેમને હૃદયરોગનું જોખમ ખૂબ જ ઓછું હોય છે.
સ્થૂળતા ઓછી રહે છે
જે લોકો તણાવમાં રહે છે તેમને ક્યારેક વધુ ભૂખ લાગે છે. તેમજ તેઓ સતત ટેન્શનમાં રહે છે. જે લોકો ઓછું હસતા હોય છે, તેમાં સ્થૂળતાનું જોખમ ઘણું વધારે હોય છે. આ માટે હસતા રહેવું એ સૌથી સારું છે.
તણાવ ઘટે છે :
જ્યારે તમે તણાવગ્રસ્ત હો ત્યારે તમારું શરીર કોર્ટિસોલ છોડે છે. તણાવ હોર્મોનનું જ રૂપ ગણાય છે. કોર્ટિસોલને ખરાબ માનવમાં આવે છે, પરંતુ તે શરીરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે બ્લડ શુગર લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે. મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, પરંતુ વધુ કોર્ટિસોલ તણાવનું કારણ બને છે. જ્યારે તમે ખુલીને હસો છો તો કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
હાર્ટ હેલ્થમાં મદદ મળે છે :
ખિલખિલાટ હાસ્ય તમારા હાર્ટ માટે ઉત્તમ છે. તે લોહીમાં ઓક્સિજનની માત્રા વધારીને તમારા હ્રદયની ગતિ વઘારીને હ્રદયની મદદ કરે છે. તે આર્ટરીની દિવાલ પર પ્રેશર પણ ઘટાડે છે, જે હ્રદય રોગ સાથે જોડાયેલી એક મોટી તકલીફ છે.
શરીરને રિલેક્સ કરે છે :
હસવાથી શરીરને ભરપૂર આરામ મળે છે. એક મજબૂત હાસ્ય શારીરિક તણાવને ઘટાડે છે. તેનાથી માંસપેશીઓને 45 મિનિટનો આરામ મળે છે. આ પ્રાકૃતિક ઉપચાર મન અને શરીર બંનેને લાભ પહોંચાડે છે અને શાંતિની અનુભૂતિ કરાવે છે.
કેલરી બર્ન થાય છે :
તમને જાણીને નવાઈ લાગી શકે છે, પરંતુ હસવાથી કેલરી બર્ન થાય છે. જોકે તે જિમ જવાનો કોઈ વિકલ્પ નથી, પરંતુ રોજ 10થી 15 મિનિટ ખુલીને હસવાથી 40 કેલરી બર્ન થાય છે. એક વર્ષ દરમિયાન ત્રણ કે ચાર કિલો વજન ઘટાડવા માટે તે પર્યાપ્ત છે.