યોગના આઠ અંગોમાં પ્રાણાયામનું સ્થાન ચોથું છે. પ્રાણાયામને આયુર્વેદમાં મન, મસ્તિષ્ક અને શરીરની ઓષધિ માનવામાં આવે છે. પ્રાણાયામથી અનેક રોગોને માત આપી શકાય છે. ત્યારે આજે અમે તમને બતાવીશું પ્રાણાયામ કેવી રીતે કરાય.
પ્રાણાયામની શરૂઆત: પ્રાણાયામ કરતી વખતે ૩ પ્રક્રિયા કરવામાં આવે છે. ૧ પૂરક, ૨ કુંભક અને ૩ રેચક જેને હઠયોગથી અભ્યાંતર વૃત્તિ, સ્તમ્ભ વૃત્તિ અને બાહ્ય વૃત્તિ કહે છે.
પૂરક : એટલે કે નિયંત્રિત ગતીમાં શ્વાસ અંદર લેવાની પ્રક્રિયા, શ્વાસ ધીરે ધીરે અથવા તો ઝડપથી બંને રીતે તમે અંદરની તરફ ખેંચો જો કે તે એક જ લયમાં અને સતત થવું જોઇએ.
કુંભક : અંદરના આ શ્વાસને ક્ષમતા પ્રમાણે રોકવાની પ્રક્રિયાને કુંભક કહેવામાં આવે છે. શ્વાસને અંદર રોકવાની પ્રક્રિયાને આંતરિક કુંભક અને શ્વાસને બહાર રોકવાની પ્રક્રિયાને પુન: લઇને થોડીવાર રોકાઇને કરવામાં આવતી ક્રિયાને બાહ્ય કુંભક કહે છે.
તેમાં પણ લય અને અનુપાત હોવું જરૃરી છે.
રેચક : અંદર લીધેલા શ્વાસને નિયંત્રત ગતિમાં છોડવાની પ્રક્રિયાને રેચક કહે છે. શ્વાસ ધીરે ધીરે અથવા તો ઝડપથી બંને રીતે જ્યારે છોડો છો ત્યારે તેમાં પણ લય અને અનુપાતન હોવું જરૂરી છે.
પૂરક, કુંભક અને રેચકની આવૃતિતને સારી રીતે સમજીને રોજ પ્રાણયામ કરવામાં આવે તો દરેક રોગમાંથી છૂટકારો મેળવી શકાય છે.
તેના પછી તમે ભ્રકિા, કપાલભાતિ, શીતલી, શીતકારી અને ભ્રામરી પણ નિયમિત કરીને અનેક રોગોને માત આપી શકો છો.