શોભાયાત્રામાં બેટી બચાવો, વ્યસન મુકિતના બેનર લાગ્યાં
પવિત્ર અષાઢી બીજે સંત વેલનાથની ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી હતી. જેમાં કોળી અને ઠાકોર સમાજના અનેક ભકતો જોડાયા હતા. રથયાત્રા કોઇપણ જાતના ફંડ ફાળા વગર યોજાઇ હતી. શોભાયાત્રામાં બેટી બચાવો, વ્યસન મુકિત વગેરેના બેનર લાગ્યા હતા.
સમાજના વિકાસ માટે આગળ વધવું અમારો મુખ્ય ઉદેશ્ય: પરવીનભાઇ કોળી
અબતક સાથેની વાતચીતમાં પરવીનભાઇ કોળીએ અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષ જણાવ્યું હતું કે ઠાકોર અને તળપદા એકતાં રથયાત્રા રામાપીરનાં આર્શિવાદથી અષાઢી બીજે નીકળી હતી. આ દિવસે બે રેલીઓ નીકળે છે. બે સમાજ એક સાથે નીકળે છે. સમાજ માટે શિક્ષણ,વ્યસન મુકિત એવા કાર્યક્રમ વિક્રમભાઇ દ્વારા અવાર નવાર યોજવામાં આવે છે. અમારો શુભ સંદેશ છે. ગુજરાતમાં ઠાકોર અને તળપદાઓને એકી સાથે રહી સમાજનો વિકાસ થાય એ માટે આગળ વધવું.
કોઇપણ જાતના ફંડ ફાળા વગર રથયાત્રાનું આયોજન: દેવાંગ કુકાવા
આ તકે દેવાંગ કુંકાવાએ અબતક સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું કે આજે ખુશીની વાત એ છે કે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર વેલનાથ અને મહાન દાતાની અલગ અલગ રથ યાત્રા નીકળી હતી. કોળી અને ઠાકોર સાથે મળીને રથયાત્રાનું આયોજન કર્યુૃ છે. આ રથયાત્રાનું આયોજન ફંડ ફાળા વગર કરવામાં આવ્યું છે. જયારે અહીં ઉ૫સ્થિત બધા માણસો વોટઅપના માઘ્યમથી એકત્રીત થયા છે. રથયાત્રાનું અનેક ફોર વીલ જોડાઇ છે. શોભાયાત્રામાં બેટી બચાવો, વ્યસન મુકતિના બેનર પણ મારવામાં આવ્યા છે.