દેશના સૌથી ધનિક માણસ મુકેશ અંબાણી માત્ર સૌથી મોંઘા ઘરમાં રહે છે એટલું જ નહીં સૌથી મોંઘી કારોમાં ફરે પણ છે. અંબાણી પોતાની BMW 760 Li માં મુસાફરી કરે છે કે જે ભારતની મોંઘી કાર છે. આ ગાડીમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે એનાં કારણે ગાડીની કિંમત ઘણી વધી ગઈ છે.
(1) BMW 760 Li કારમાં કરેલ ઘણાં ફેરફારોને કારણે આ કાર દુનિયામાં સૌથી વધું સુરક્ષિત છે.
(2) મુંબઈમાં મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ પર 1.6 કરોડ રૂપિયાની વિક્રમી રકમ ફી પેટે આપી કારને રજીસ્ટર્ડ કરાવી હતી.
(3) ભારતમાં આજ સુધી કોઇએ રજિસ્ટ્રેશન માટે આટલી ફી નથી આપી .
BMW 760 Li ની ઓન રોડ કિંમત 1.9 કરોડ રૂપિયા છે. પરંતુ અંબાણીની ઝેડ કેટેગરી સિક્યોરિટી ની જરૂરિયાત મુજબ BMW એ આ કારમાં ઘણાં ફેરફારો કર્યા છે. સશસ્ત્ર કારોની ઈમ્પોર્ટ ડ્યુટી પર 300 ટકા જેટલો ટેક્સ લાગે છે એનાં કારણે આ કારની કિંમત 8.5 કરોડ રૂપિયા છે. અંબાણીની આર્મ્ડ BMW 760 Li VR7 બ્લાસ્ટીક પ્રોટેક્શનથી સજ્જ છે. ડોર પેનલમાં ખૂબ જ મજબૂત પ્લેટનો ઉપયોગ થયો છે. કારની પ્રત્યેક વિન્ડો 65 mm જાડા અને 150 કિ.ગ્રા. વજન સાથે બુલેટ પ્રુફ છે.
કાર ઉપર આર્મી ગ્રેડ હથિયાર, હેન્ડ ગ્રેનેડ, 17 કિલોગ્રામ સુધીનાં હાઈ ઈન્ટેન્સિટી ટી.એન.ટી. બ્લાસ્ટની પણ કોઈ અસર થતી નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખી કારના ઘણાં પરીક્ષણો કરવામાં આવેલ છે.
આજના સમયમાં મુકેશ અંબાણીને નાનામાં નાનું છોકરું પણ ઓળખે છે. એમની સફળતા સાતમા આસમાને પહોંચી છે, તો એમની સુરક્ષામાં ક્યાંથી કોઈ ખામી રહે !! દૂશ્મન એમને કોઈ નુકશાન ન પહોંચાડે એટલાં માટે તેઓ સૌથી સુરક્ષિત અને મોંઘી ગાડીનો ઉપયોગ કરે છે.
ગાડીની ખાસિયત તો તમે ઉપર વાંચી જ છે. એ મુજબ કોઈપણ બંદૂકની ગોળી કે બોમ્બથી આ ગાડીને કોઈ અસર થતી નથી. ગાડી સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ નંબર વન છે.