આજી જી.આઇ.ડી.સી. એસોસિએશનલના સેક્રેટરી રાજેશ તંતીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં જીઆઇડીસી બે ટેકસનું ભારત છે. એક તો ઘણા સમયથી અનેક પ્રશ્ર્નો ઉદભવે છે. આજી જી.આઇ.ડી.સી. રાજકોટ હદમાં હોવાથી પણ કોઇપણ સુવિધા મળતી નથી ઉપરાંત કમિશનર પાસે પણ માંગણી કરેલ કે જીઆઇડીસી હેન્ડોવર કરી લેવામાં આવે પરંતુ કાર્યવાહી ચાલુ છે.
છતાં સફળતા મળેલ નથી. આજી જીઆઇડીસીએ એક એવી જીઆઇડીસી છે જે સીટીમાં આવેલ છે ડેવલોપીંગનાં ચાન્સ ખુબ જ વધારે છે અને ઘણા વર્કસને કામપણ મળી રહ્યું છે તેમ જણાવ્યું.