ગૌરક્ષા મુદ્દે કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂના ભાજપ પર બેફામ પ્રહારો
ચુંટણી આવતાની સાથે જ ગૌ માતા- ગૌમાંસને લઈને મુદ્દો ચર્ચાતો હોય છે ત્યારે ખરેખર શું આ રાજકીય સ્ટંટ છે ? આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ગુજરાતમાં પોતાનો વિકાસ બતાવવામાં નિષ્ફળ રહી છે. સરકાર ગુજરાતમાં ૧૯૯૫ થી જ ગાય માતા માટે કાયદો લાગુ કરાયો હતો એનું અમલીકરણ નહોતા કરતા તેમાં ફેરફારો કરાવીને જાણે મોટા ગૌરક્ષક બની ગયા હોય તેવા ખોટા દેખાવો કરે છે. ભાજપ સરકારે વિકાસની ખોટી વાતો કરી ગૌચરની અનેક જગ્યાઓ વહેંચી નાખી છે. ચુંટણીના સમયે જ ભાજપ સરકાર ગાય માતા ,રામ મંદિર અને હિન્દવાદ જેવા મુદાઓ ઉછાળે છે. ભાજપના ઘણા કાર્યકરો ગૌમાંસ ખાય છે. ત્યારે કરોડો લોકોમાંથી અમારા એકાદ કાર્યકર્તાએ ભુલ કરી હોય તો અમારી નૈતિકતાના ભાગ‚પે અમે કડક પગલા લીધા જ છે અને કાર્યકરોને અમે સસ્પેન્ડ કર્યા છે.
કિરણ રજજૂ જે નરેન્દ્ર મોદીની મિનિસ્ટ્રીમાં છે એમણે એમ કીધેલું કે, ગાય માંસ ખાવુએ ધર્મનો મુદો નથી અને ખાય શકાય તો આવા કાર્યકરને કાઢી મુકવાને બદલે રાજકારણ છે. જે પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસને ન્યાય અપાવી ન શકતી ત્યારે લોકોએ સમજવાની જ‚ર છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર લાગેલા પોસ્ટરો અંગે વધુ ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે ગાયના નામે ભાજપ જીતવા નીકળ્યું છે અને આ મુખ્યમંત્રીનું ગામ છે. એમને પોતાના જ ગામમાં જીતવુ મુશ્કેલ લાગતુ હશે એટલે ગાય માતાને વેંચીને તેઓ મત લેવા નીકળ્યા છે.