૬૭ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા જીતુ સોનીને આશરો આપનાર સામે ઇન્દોર પોલીસ કાર્યવાહી કરશે
જીતુ સોનીને બચાવનાર રાજકોટના પી.એસ.આઇ.ની બદલી અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
મધ્યપ્રદેશના હાઇ પ્રોફાઇલ કેસમાં રાજકીય ચંચૂપાત નડશે?
સૌરાષ્ટ્રના એમસીએકસ અને ડબ્બા ટ્રેડીંગ કૌભાંડના કનેકશનનો પર્દાફાશ થશે?
મધ્ય પ્રદેશના હાઇપ્રોફાઇલ કેસ સહિત અનેક ગુનામાં મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીને પકડવા માટે ઇન્દોર પોલીસે ભીસ વધારી છે. સૌરાષ્ટ્રમાં આશરો મેળવ્યાની બાતમીના આધારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી છ ટીમ દ્વારા ઠેર ઠેર દરોડાનો દોર શરૂ કરી સાવરકુંડલા પાસેના ધારગરણા પાસેથી જીતુ સોનીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જીતુ સોની ઝડપાતા તે લાંબા સમય રાજકોટ, સાવરકુંડલા સહિતના સ્થળોએ આશરો મેળવ્યો હોવાથી તેને સિધી કે આડકતરી રીતે મદદરૂપ થયેલા શખ્સો સામે ઇન્દોર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો નિર્દેશ આપતા રાજકોટ સહિતના મોટા માથાઓમાં ફફડાટ મચી ગયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ચાલતા એમસીએકસ અને ડબ્બા ટ્રેડીંગનું કનેકશન પણ જીતુ સોની સુધી નીકળે તેમ હોવાથી સટ્ટોડીયા સંતાવાનું શરૂ કરી દીધુ છે.
માનવ તસ્કર, છેતરપિંડી અને બ્લેક મેઇલીંગ સહિત ૬૭ ગુનામાં સંડોવાયેલા મુળ સૌરાષ્ટ્ર પંથકના જીતુ સોની ઇન્દોર સ્થાયી થઇ ટુંકા સમયમાં જ સારૂ એવું કાઠું કાઢયું હતું. જીતુ સોનીએ મધ્ય પ્રદેશના ખુખાર ગુંડા કાલુ ભાટીના ખંભે બેસી ગુંડાગીરીના પાઠ ભણ્યા બાદ ઇન્દોરમાં નલોક સ્વામીથ નામનું અખબાર હડપ કર્યા બાદ આઇએસ અને આઇપીએસ અધિકારીઓને બ્લેક મેઇલીગં કરતા જીતુ સોનીએ માય હોમ સહિત ત્રણ હોટલ અને વૈભવી બંગલો સહિત અબજો રૂપિયાની સ્થાવર મિલકતનો આસામી બનેલા જીતુ સોની તેમાં વાઇન શોપ અને ડાન્સ બારમાં ગ્રાહકના સ્વાંગમાં ગરીબ, મજબુર અને લાચાર યુવતીઓને ડાન્સ બારમાં ગોરખધંધામાં ફસાવી યોન શોષણમાં ધકેલી દીધા સહિતની ચોકાવનારી ઘટનાનો ઇન્દોર પોલીસ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો હતો. જીતુ સોનીની હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં રહેતી મજબુર યુવતીઓને લોહીના વેપારમાં ધકેવા ઉપરાંત રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિ અને અધિકારીઓને સેંકસ રેકેટમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરી રાતોરાત ધનપતિ બનેલા જીતુ સોની લાંબા સમય ફરાર થતા તેની માહિતી આપનાર કે પકનાર માટે સરકાર દ્વારા એક લાખના ઇનામની જાહેર કરી છે.
મોસ્ટ વોન્ટેડ જીતુ સોની ઇન્દોર પોલીસની ભીસ વધતા ગત ડિસેમ્બર માસથી રાજકોટ, સાવરકુંડલા સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં આશરો મેળવી છુપાયાની બાતમીના આધારે ઇન્દોર પોલીસની એક ટીમ અમરેલીના સાવરકુંડલા પહોચી જીતુ સોનીના ભાઇ મહેન્દ્ર સોનીને દબોચી લીધો છે. મહેન્દ્ર સોની સાવર કુંડલાના હિંમત સોનીને ત્યાં આશરો મેળવ્યો હતો. મહેન્દ્ર સોની બાદ જીતુ સોનીને સાવરકુંડલાના ધારગરણા પાસેના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવામાં ઇન્દોર પોલીસને સફળતા મળી છે.
જીતુ સોનીને ઇન્દોર પોલીસ રિમાન્ડ મેળવી વિશેષ તપાસ અર્થે રાજકોટ લાવશે ત્યારે તેની સાથે ડાયરેકટ અને ઇનડાયરેક રીતે સંડોવાયેલા તેમજ સૌરાષ્ટ્રમાં આશરો આપનાર અનેક મોટા માથાની સંડોવણી બહાર આવે તેમ હોવાથી કેટલાય ભૂગર્ભમાં ઉતરી ગયા છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડબ્બા ટ્રેડીંગમાં અને એમસીએકસ સટ્ટાની સટ્ટાસટીમાં જીતુ સોની સાથે કનેકશન અનેક રાજકીય અને ખાખીને દઝાડશે તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે. બીજી તરફ જીતુ સોનીને ભગાડવામાં મદદરૂપ થવામાં પી.એસ.આઇ. પટેલને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. અને કોન્સ્ટેબલ પદુભા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.