કેળાની છાલને હંમેશા આપણે ફેંકી દેતા હોય છીએ પરંતુ કેળાની છાલમાં સૌથી વધુ પોષણતત્વો હોય છે, તેમાં ફળ કરતા પણ વધુ વિટામિન હોય છે, માટે તેના ફાયદા જાણશો તો ક્યારેય છાલને નહીં ફેંકો …..
– સ્કિન ટાઇટનિંગ :
કેળાની છાલના અંદરના ભાગને ત્વચા પર ઘસવાથી નિસ્તેજ ત્વચા ચમકદાર બને છે. ત્યાર બાદ તેને ગર્મ પાણીથી ધોઇ લો, દિવસભરનો થાક પણ ઉતરી જશે.
– જો તમને મોંમા ચાંદી પડી હોય તો કેળાની છાલનો ટુકડો ઘસવાથી રાહત થાય છે તેના માટે તમારે ૩૦ મિનિટ સુધી છાલને ચાંદીની જગ્યાએ રાખવાની રહેશે જલ્દી આવુ દિવસમાં બે વખત કરવાથી રાહત થાય છે.
– ચહેરાના ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે પણ કેળાની છાલ ઉપયોગ બને છે. કેળાની છાલ, એલેવિરા જેલ અને માખણની મિશ્રણ કરી ફેસ માસ્ક બનાવી લગાડવાથી આંખની નીચેના કાળા કુંડાળા દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.
– કેળાની છાલ ખાવા માટે પણ ગુણકારી છે ઘણી મહિલાઓ તેનુ શાક પણ બનાવતી હોય છે.
– કેળાની છાલથી ત્વચાની તકલીફોથી ધીરે-ધીરે છુટકારો મળે છે. જો તમને ખીલ થયા હોય કે તેના ડાગ રહી ગયા હોય તો કેળાની છાલનો અંદરના ભાગને ખસવાથી રાહત થાય છે.
– કેળાની છાલમાં દૂધ ઉમેરી તેની પેસ્ટ બનાવી ન્હાવા પહેલા તે પેસ્ટ લગાડવાથી ત્વચા સ્વચ્છ બને છે.