સોશિયલ મીડિઆ સાઈડ ટિવટર પર કરાયો સર્વે
હમ સાથ સાથ હૈ… સાથે રહીએ, સાથે જમીએ અને સાથે જ વેપાર કરીએ. ફેમિલી બિઝનેસના ધણા બધા ફાયદા છે. ફેમિલી બિઝનેસમાં આપણા ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને પાટીદારો અગ્રેસર છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા સાઈડ ટિવટર પર એક પોલ એટલે કે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સર્વેનો મુદો એ હતો કે શું ગુજરાતની અન્ય તમામ જ્ઞાતિઓ કરતા પાટીદારોમા વેપાર સૂઝસુઝ વધુ છે? જેમાં ૪૧ ટકા લોકોએ ‘યસ’ કહ્યું હતુ જયારે ૫૯% લોકોએ ‘નો’ માં જવાબ આપ્યો હતો.ગુજરાતની અન્ય કોમ્યુનિટીમાં જૈન અને રઘુવંશી સમાજ પણ વેપાર ક્ષેત્રે અગ્રેસર છે. ખાસ કરીને રઘુવંશીઓ ફેમિલી બિઝનેસમાં માને છે. તેઓ ભલે ભાઈઓ વહુઓનાં રસોડા જુદા હોય પરંતુ દુકાનમાં બધા એક જ ગાદીએ બેસે છે.
આવા ઘણા પરિવારો છે. પાટીદારોમાં પણ એવા અસંખ્ય કુટુંબો છે જેમાં ભાઈઓ સંપીને વેપાર કરતા હોય અને બહુઓ સંપીને ઘર ચલાવતી હોય. ટુંકમાં ગુજરાતી કહેવત ‘સંપ ત્યાં જંપ’ મુજબ સંપ છે. તો ઘરમાં શાંતિ છે. અને વેપારમાં પણ બરકત છે. તેમ માનવાવાળા પરિવારો કાંઈ ઓછા નથી.જોકે નવી પેઢીનો નજરીયો એટલે કે દ્રષ્ટીકોણ જુદો હોઈ શકે. તેઓ પોતાની કેડી ફેમિલી બિઝનેસથી અલગ કંડારવામાં માને છે. ફેમિલી બિઝનેસમાં વિકાસની વધુ તકો છે. તેમ આપણા ગુજરાતીઓ માને છે. અને વાત સાચી પણ છે, તાકાત વધી જાય છે.