બોલબાલા મંદિર લક્ષ્મીવાડી શેરી નં.૯ મિલપરા મેઈન રોડ ખાતે શ્રાવણી પર્વની વિવિધ ઉજવણીના ભાગકપે ૫૧ હજાર રૂદ્રાક્ષના વિશાળ શિવલીંગ બનાવાયા છે. ભકતજનોમાં આ શિવલીંગનું જબ્બર આકર્ષણ જગાવ્યું છે. માસ પૂર્ણ થયેથી આ રૂદ્રાક્ષમાંથી રક્ષા પોટલીબ નાવીને ભકતજનોને અપાશે.
બોલબાલા મલિ મંડળ તથા સ્ટાફ દ્વારા આ વર્ષે સ્ટીલ અને રેડિયમનો ઉપયોગ કરીને ભવ્ય શિવલીંગ પણ દર્શનાર્થે રાખેલ છે. હિરાજડિત શિવલીંગ પણ ભોળાનાથને રીઝવવા ભકતજનોએ બનાવ્યા છે. બોલબાલાના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવેલ છે કે આવતા સોમવાર સુધી આ દર્શનનો લાભ સામાજીક અંતરથી ભકતજનો લઈ શકશે એક વીક બાદ ફરી મહાદેવનું બીજુ સ્વરૂપ પણ નિર્માણ કરનાર છે. હિરાના ઝગમગાટ સાથેના શિવલીંગના દર્શનાર્થે ભાવિકો આવીને ધન્યતા અનુભવે છે. ભકતજનોને ટ્રાફિક ન કરવો, માસ્ક ફરજીયાત સાથે સરકારી ગાઈડલાઈન મુજબ મહાદેવના દર્શન કરવા તેમ બોલબાલા ટ્રસ્ટે જણાવેલ છે.