મેન્સ્યુઅલ હાઈજીન ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સામાજિક બદલાવ માટે વિવિધ પહેલવૃતિ માટે જાણીતા છે, અગાઉ ૩ જેટલી પદયાત્રા થકી લોકોમાં જાગૃતિ ઉભી કરવામાં સફળ રહેલ છે.કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા હસ્તકના ફાર્મા મંત્રાલય દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૫૨૦૦ થી વધારેજનઔષધી કેન્દ્રો ખોલવામાં આવેલ છે. જેમાં દેશના કરોડો દર્દીઓને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે.
આ યોજના હેઠળ દેશની મહિલાઓને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન તદન નજીવી કિંમતે વેચવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ૧ વર્ષ પહેલાસુવિધાસેનેટરી નેપકીન વેચવાનું ચાલુ કરાવેલ છે. ૪ સેનેટરી નેપકીનનું એક પેક માત્ર રૂ.૧૦માં વેચવામાં આવે છે. માત્ર એક વર્ષનાં સમયગાળા દરમિયાન ૧૦ કરોડ જેટલા પેડ વેચાઈ ગયેલ છે.
સુવિધા સેનેટરી નેપકીન અને પેકિંગમાં વપરાતું પ્લાસ્ટિક ઓક્ઝો-બાયોડીગ્રેડેલ ટેકનોલોજી થી બનાવેલ છે, જે વપરાયા પછી બાયોડીગ્રેડ થઇજાય છે.સુવિધા સેનેટરી નેપકીન દેશની પ્રથમ બ્રાંડ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ. પર્યાવરણની જાળવણી સાથે દેશની મહિલાઓને સસ્તા અને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન મળે તે દિશામાં કરેલ પ્રદાન બદલ યુનિસેફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવનાર છે.
યુનિસેફ દ્વારા આ વર્ષને મેન ફોર મેન્સ્ટુએશનની થીમ હેઠળ ઉજવવામાં આવી રહેલ છે.ત્યારેતા.૨૯-મે ૨૦૧૯ વર્લ્ડ મેન્સ્ટુઅલડે ના દિવસે અમદાવાદ ખાતે આ ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવશે