એક માતા, દિકરી, પત્ની અને વહુની જવાબદારી સંભાળતા સંભાળતા લગ્નના તેર વર્ષ બાદ પણ તંદુરસ્તી જાવળી રાખી: એકસાથે મેળવ્યા બે તાજ !
મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન ઇવેન્ટમાં મીસીસ ઇન્ડીયા ઝોનનો તાજ હાંસલ કરી મીસીસ ન્શિ ચાવડાએ રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.જયપુરમાં ગત તા. ૨૯/૮/૧૭ થી ૧/૯/૧૭ સુધી મિસિસ ઇન્ડિયા બ્યુટી કવીન પ્રતિયોગીતા યોજાઇ હતી. તેમાં રાજકોટની નિશા ચાવડાએ ફાઇનલમાં રાઉન્ડમાં તેની ૧૫ હરીફોમાં શાનદાર પર્ફોમેન્ટ આપી મીસીસ ઇન્ડીયા વેસ્ટ ઝોનનો તાજ જીત્યો હતો આ એવોર્ડ સાથે મિસિસ પોપ્યુલર ઇન્ડિયાનો તાજ પણ મેળવેલ હતી.એમ આઇબીકયુ સ્પર્ધાનું આયોજન ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી થઇ રહ્યું છે.સ્પર્ધામાં ભારત દેશના જુદા જુદા રાજયોમાંથી પરિણીત યુવતીયોએ ભાગ લીધો હતો. રાજકોટમાં રહેતી નિશા ચાવડા એ ગુજરાત અને મહારાષ્ટ્ર તફરથી પ્રતિનિધિત્વ કર્યુ હતું.સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં નિશા ચાવડા સહીતા ૧૬ યુવતિઓને પસંદ કરવામાં આવી હતી. આ ફાઇનલ રાઉન્ડમાં મુખ્ય નિર્ણાયક તરીકે જયપુરના મહારાણી શ્રીમતિ ‚ક્ષમણીદેવી ડિરેકટર તરીકે બીન કૌર ધીલ્લોન અને ગ્રુમિંગ ટ્રેનર તરીકે શ્રીમતિ પ્રીતિ અને કેટ વોક ટ્રેનર તરીકે નોયોનિકા ચેટરજી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે નોયોનિક ચેટરજી ઐશ્ર્વર્યા રાય અનુ સુસ્મિતા સેનના ટ્રેનર રહી ચૂકયા છે.લગ્નના ૧૩ વર્ષ પછી ગૃહિણી તરીકેની જવાબદારી સંભાળવાની સાથે નિશા ચાવડા એ જવલંત સફળતા મેળવી મહીલાઓમાં એક ઉદાહરણ પુરુ પાડયું છે કેજવાબદારી નિભાવવાની સાથે પણ મહિલાઓ મહેનત કરી પોતાના સ્વપ્ન સાકાર કરી શકે છે.ભવિષ્યમાં નિશા ચાવડા મોડલીંગ ક્ષેત્રે તેમજ સામાજીક કાર્યક્ષેત્રે આગળ વધવા માંગે છે. તેમણે નવોદય વિઘાલય સંગઠન ગુજરાત તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ ચલાવીતે પોતે ૨૦૦૦ થી વધારે વૃક્ષો વાવેલ તેમજ વૃક્ષો વાવો અને પ્રકૃતિ બચાવોના નારા સાથે હજારો લોકોને પ્રેરણા આપેલ હતી.એક માત એક દીકરી, એક પત્ની એક વહુ તરીકે જવાબદારી સંભાળતા સંભાળતા લગ્નના તેર વર્ષ પછી પણ પોતાની શારિરીત તંદુરસ્તીની કાળજી રાખીને પોતાના જીવનના સપના સાકાર કરવા નવી ઇનીંગ શરુ કરી અને સમાજને કોઇ પ્રેરણા મળીરહે તે સંકલ્પ આગળ વધતા રહેલા છે.