- મેન્યુફેકચરીંગ ફંડના મતે 2027 સુધીમાં ભારત પ ટ્રિલિયન ડોલર જીડીપી સાથે વિશ્ર્વનું ત્રીજુ મોટુ અર્થતંત્ર બને તેવી ધારણા
- જર્મની અને જાપાનને પાછળ છોડી ભારત અમેરિકા અને ચીન પછીનું મોટું અર્થતંત્ર બને તેવા ઉજળા સંજોગો
ભારત આજે 3.73 ટ્રિલિયન ડોલરના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ) સાથે દુનિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલર જીડીપી સાથે વિશ્વનું ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનવાની ધારણા છે.આ કંઈ કેન્દ્ર સરકારે પોતાની પીઠ થાબડવા માટે જાતે ઘોષિત કરી દીધેલો આંકડો નથી. આ ઇન્ટનેશનલ મોનિટરી ફન્ડ (આઇએમએફ) જેવી સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ઘોષિત કરેલો ક્રમ છે. દુનિયામાં આપણાથી મોટાં કેવળ ચાર જ અર્થતંત્રો છે – અમેરિકા (26.95 ટ્રિલિયન), ચીન (17.70 ટ્રિલિયન), જર્મની (4.43 ટ્રિલિયન) અને જપાન (4.23 ટ્રિલિયન). ભારતની ખ્વાહિશ હવે જર્મની અને જપાનને પાછળ રાખી દઈને દુનિયાની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનું છે. આપણે ઈંગ્લેન્ડ (3.33 ટ્રિલિયન), ફ્રાન્સ (3.05 ટ્રિલિયન), ઇટલી (2.19 ટ્રિલિયન). બ્રાઝિલ (2.13 ટ્રિલિયન) અને કેનેડા (2.01 ટ્રિલિયન)ને ટોપ-ટેન લિસ્ટમાં અનુક્રમ છથી દસ નંબરના ક્રમ પર પાછળ છોડી જ દીધા છે.
કોઈ પણ દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો મહત્ત્વનો હોય છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં વિકાસની સાથે સાથે લોકોનું ભારણ ખેતીક્ષેત્ર પરથી ઘટીને બિનખેતીક્ષેત્ર તરફ વધે છે અને તેમાં પણ ખાસ કરીને મેન્યુફેકચરિંગ ક્ષેત્ર અને સેવાક્ષેત્ર તરફ ઉદ્યોગો અને સેવાક્ષેત્રમાં ઉત્પાદન વધારવા મશીનરી અને વિવિધ પ્રકારનાં સાધનોની જરૂર પડે છે, જે મેન્યુફેકચરિંગ ક્ષેત્ર જ પૂરાં પાડે છે. આથી કોઈ પણ ક્ષેત્રનો વિકાસ કરો પણ મેન્યુફેકચરિંગ ક્ષેત્ર તેના પાયામાં આવે જ. ભારતમાં પણ વિકાસ માટે અને રોજગારી સર્જન માટે મેન્યુફેકચરિંગ ક્ષેત્ર મહત્ત્વનું પુરવાર થઈ રહ્યું છે. ભારતમાં રોજગારી માટે મોટી સંખ્યામાં લોકો ખેતીક્ષેત્ર પર અવલંબિત છે પણ જીડીપીમાં ખેતીક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે.
ભારતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેનું ઉદાહરણ એપલ કંપની છે. એપલનો દર સાતમો આઇફોન ભારતમાં બની રહ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં અમેરિકન કંપનીએ ભારતમાં 14 અબજ ડોલરના આઈફોનનું ઉત્પાદન કર્યું હતું. છેલ્લા અઢી દાયકામાં ભારતે જે પ્રગતિ કરી તે જોઈને દુનિયા આભી બની ગઈ હતી. ભારતે આ ચમત્કાર શી રીતે કર્યો? ભારતના કાયાપલટનું પહેલું અને સ્વયંસ્પષ્ટ કારણ જ છે મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વિકાસ. પરીકથાના રાજકુમારની જેમ રાત્રે ન વધે એટલું દિવસે ને દિવેસ ન વધે એટલું રાત્રે વધતું જતું ભારતનું અર્થતંત્ર. ભારતની ઇકોનોમી તગડી થતી ગઈ એનો લાભ સમાજના દરેક વર્ગને, ખાસ કરીને ગરીબો અને મધ્યમવર્ગને મળ્યો. એમનું જીવનધોરણ ઊંચકાયું. ભારતે સૌથી પહેલા સુધારા કૃષિ ક્ષેત્રે કર્યા, જેનો સીધો લાભ ગરીબોને મળ્યો. તે પછી ભારત સરકારે લો-સ્કિલ્ડ, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જેમાં સાવ સાધારણ કૌશલ્યોની જરૂર પડે, જેમાં શારીરિક શ્રમ મુખ્ય હોય તેવાં ક્ષેત્રો વિકસાવ્યાં.
ભારતનો વધતો વિકાસ, રોકાણ અને નિકાસ, બદલાતી ભૌગોલિક રાજકીય ગતિશીલતા અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ભારતનો ઉદભવ થવો એ મેન્યુફેક્ચરિંગ ફંડની સફળતાને દર્શાવે છે.એ પણ પ્રશ્ર્ન થાય કે હવે શા માટે મેન્યુફેક્ચરિંગ ફંડ જાહેર થયો તો સીધી વાત છે સરકાર દ્વારા ઉત્પાદન ક્ષેત્રે સુધારાઓ અને પ્રોત્સાહનોના માર્ગે આત્મનિર્ભરતા પ્રદાન કરવામાં આવી રહી છે. તો વધતા જતા કેપેક્સ, નીચા લીવરેજ અને ઉચ્ચ સ્તરની ક્ષમતાના ઉપયોગ સાથે ઉદ્યોગકારોને વ્યવસાય લક્ષી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત ખર્ચ-અસરકારક શ્રમ પુરવઠાના સૌથી સેતુ તરીકે મેન્યુફેક્ચરિંગનો વિકાસ થઈ રહ્યો છે, સપ્લાય ચેઇનનું વૈશ્વિક પુન:સરેખણ થઈ રહ્યું છે. જેને પરિણામે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉત્પાદનને વેગ મળી રહ્યો છે. માટે આ કારણો સર હાલ મેન્યુફેક્ચરિંગ ફંડ જાહેર થયો છે. મેન્યુ ફેક્ચરિંગ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ લાંબા સમય માટે મૂડી રોકાણ કરવા માંગે છે.અને જેમને મેન્યુફેક્ચરિંગ થીમ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં મુખ્યત્વે રોકાણ કરવું હોય.. તેમના માટે આ ફંડ ઉત્તમ છે.
મેન્યુફેક્ચરિંગ મ્યુચ્યુઅલ ફંડ્સે એક વર્ષમાં 55 ટકા, ત્રણ વર્ષમાં 25 ટકા અને પાંચ વર્ષમાં 21 ટકાનું શાનદાર એવરેજ રિટર્ન આપ્યું છે.હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવા ફંડમાં રોકાણ કરવું જોઈએ…આઈબીઈએફના રિસર્ચ રિપોર્ટ અનુસાર, નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જેવી સરકારની નીતિઓને કારણે વર્ષ 2025 સુધીમાં જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો વધીને 25 ટકા થઈ શકે છે.
આ ઉપરાંત વર્ષ 2022માં શરૂ થયેલી પીએલઆઈ યોજનાને કારણે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. આ તમામ નીતિગત પગલાં રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થશે. અહીં નોંધવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સર્વે યોજના પૂર્વક દસ્તાવેજો કાળજી પૂર્વક વાંચવા અનિવાર્ય છે.
એચડીએફસી મેન્યુફેકચરીંગ ફંડનો મિનિમમ રોકાણ 5000થી શરૂ
એચડીએસી મેન્યુફેક્ચરિંગ ફંડનો એનએફઓ તા.26 એપ્રિલ, 2024ના રોજ ખુલી ગયો છે અને આગામી તા.10 મે, 2024ના રોજ બંધ થશે. આ ફંડમાં મિનિમમ લમસન રોકાણ રૂ.5,000 થી શરૂ કરી શકાય છે અને એસઆઈપી રૂ.1,000થી શરૂ કરી શકાશે. એચડીએફસી મેન્યુફેક્ચરિંગ ફંડની રોકાણ રણનીતિમાં મેન્યુફેક્ચરિંગ થીમ હેઠળ વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતાં શેર્સમાં ઓછામાં ઓછા 80 ટકા રોકાણ સાથે પોર્ટફોલિયોની રચના ઉપર ભાર મૂકાશે.