પાણી ‘ન-પાણી’
ગુજરાત હાઇકોર્ટની પાણી વિક્રેતાઓ અને ઉત્પાદકો પર લાલ આંખ
એક તરફ લોકો સ્વાસ્થ્ય તરફ સજાગ બન્યા છે તો બીજી તરફ લોકો પીવાના પાણી ને લઇ ઘણી તકલીફો નો સામનો પણ કરવો પડી રહ્યો છે અને સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે. રાજ્યમાં ખૂબ જ મોટા પાયે પીવાના પાણી ના ઉત્પાદકો બીઆઈએસ અને આઈએસઆઈ ના સર્ટિફિકેટ વગર પાણીનું ઉત્પાદન કરે છે અને પેકેજ વોટર બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી રહ્યા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ થતા જ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સમગ્ર રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં આ પ્રકારના ઉત્પાદકો અને વિગ્રહતાઓ છે કે જેવો પાસે કોઈ પણ સર્ટિફિકેટ નથી અને તેઓ પાણીનું વેચાણ કરે છે.
આ તમામ વિક્રેતાઓ અને ઉત્પાદકો ઉપર ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે અને આદેશ કર્યો છે કે હવે કોઈપણ સર્ટીફીકેટ વગર તેઓને પાણી નું વેચાણ કરવાની તક અથવા તો અવસર આપવામાં આવશે નહીં. આ વાતને ધ્યાને લઇ સુરત ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાણીના ઉત્પાદન યુનીટો સીલ કરવામાં આવ્યા હતા પરંતુ ફરી તે ધમધમી રહ્યા છે આ પ્રશ્ન માત્ર સુરત પૂરતો જ સીમિત નથી રાજ્યના દરેક શહેરોમાં આ પ્રકારની તકલીફ નો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજી માં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘણાખરા યુનિટો પાસે લાઇસન્સ નથી કારણકે તેઓ તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્ય બાકી હોવાનું જણાવી રહ્યા છે અને સાથોસાથ બીઆઈએસ અને આઇએસઆઇ ના જે નિયમો હોય તેનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ જણાવ્યું હતું કે આ તમામ વિગ્રહતાઓ અને ઉત્પાદકો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે પહેલાના સમયમાં 10 પૈસે લોકોને પીવાનું પાણી મળતું હતું જેમાં હવે લોકો 20 રૂપિયા બોટલના આપે છે અને તે પાણી પણ સહેજ પણ લોકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ યુનિટો લાયસન્સ વગર પાણીનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે તેઓએ તેમના વ્યવસાયને બંધ કરવો પડશે અથવા તો તેના વેચાણ માટે તેઓએ જરૂરી લાયસન્સ પણ મેળવવા પડશે. કે આ મુદ્દો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો જ જોડાયેલો છે અને હવે તો તહેવાર પણ ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ વાત ઉપર સરકારે ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી છે. આ અંગેની વધુ સુનાવણી 19 ઓક્ટોબર ના રોજ યોજાશે.