અબતક,રાજકોટ
રોટી,કપડાં અને મકાન આ ત્રણ માણસની જીવન જરૂરિયાત વસ્તુ છે.પરંતુ હાલ ચાલતા ઝડપીયુગમાં સમયની સાથે તાલ થી તાલ મિલાવીને ચાલવા માટે તેમાં વધારો થયો છે.જેમકે બાઈક,મોપેડ અને કાર અને આ વાહનોની ખરીદી આપડે સારા ચોઘડિયે અને સારા મુહર્ત પર ખરીદવાનો પ્રથમ આગ્રહ રાખીએ છીએ અને હાલ દીવાળીનો પર્વ આવે ત્યારે ગુજરાતોઓ પોતાના ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવાનું વધુ ઇચ્છતા હોઈએ છે.જેથી ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી આવી હોય તેવું ચિત્ર દિવાળી ટાણે થયેલા વાહનોના બુકિંગ પરથી દેખાઈ રહ્યું છે. મોટા ડિલરો પાસે ઘણી મોટી સઁખ્યામા વાહનોની નોંધણી લોકો દ્વારા કરાવી છે.જેથી તહેવારોના પર્વ પર ઓટોમોબાઇલ ક્ષેત્રે તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે.
તહેવારોમાં ડીલરો દ્વારા વિવિધ સ્કીમોની વણઝટોથી ગ્રાહકની ધૂમ ખરીદી
રાજકોટમાં ટુ-વહીલ અને કારના ડીલરો પાસે દિવાળી નિમિતના ઘણા ખરા બુકિંગ કરવામાં આવ્યા છે.અને કંપનીના ડીલરો દ્વારા લોકોને લુંભાવાવ ઘણી મોટી ઓફરસ આપવામાં આવી રહી છે ત્યારે ‘અબતક’ની ટિમ દ્વારા મોટા ડીલરો સાથે વિશેસ વાતચીત કરી હતી. અને દિવાળી સમયે ઓટોમોબાઇલ ક્ષેત્રે આવેલી તેજી વિશે વધુ માહિતી મેળવી હતી.
મકાન પછી કોઈ વસ્તુ જીવનમાં મહત્વની હોઈ તો તે પોતાની કાર છે.-આનંદભાઈ રાડિયા (સીઈઓ,અતુલ મોટર્સ)
અતુલ મોટોર્સના સીઈઓ આનંદ રાડિયાએ અબતક સાથે ખાસ વાતચિત કરતા જણાવ્યું હતું કે,હું અતુલ મોટર્સ સાથે છેલ્લા 22 વર્ષથી જોડાયો છું.કોઈ પણ વ્યક્તિમાં મોટી વસ્તુ હોઈ હાલ ના સમયમાં તો તે ઘરનું ઘર છે અને હંમેશના માટે બીજું કાર રહ્યું છે.અને આ બંને વસ્તુ આવી છે કે તે શુભ મુહર્ત અથવા તો શુભ સમયે ખરીદવી જોઈએ અને જેથી તહેવારના સમયમાં લોકો વધારે પડતો આગ્રહ રાખતા હોઈ છે.અને તહેવારોમાં દિવાળીનો સમય લોકો વધુ શુભ માનતા હોઈ છે અને ત્યારે કારની ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોઈ છે.
એક હજારથી વધારે ટુ વહીલ અને 500થી વધારે કારનું વેચાણ
જેથી જે ચાલુ દિવસોમાં કારનું વેચાણ થતું હોઈ છે તેનાથી વધુ તહેવારના સમયમાં થાય છે.હાલ દિવાળીના તહેવારમાં બધા મોડેલની કારની ડિમાન્ડ રહેતી હોઈ છે પરંતુ વધુ સીએનજી કારની માંગ રહેતી હોઈ છે.અને જેથી કારમાં વેઈટીંગ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધીનું રહેતું હોઈ છે.અને ઉલ્લેખનીય છે કે વેઈટીંગનું કારણ મુખ્ય સેમી ક્નડક્સન ચિપ્સના કારણે માર્કેટમાં જોવા મળી રહ્યું છે.જેની હાલ આયાત ઓછી થવાથી અને તેનું ઉત્પાદ ઓછું થવાથી લોકોને પોતાની મન્પસંદ કાર લેવા માટે ઘણો સમય થોભવું પડે છે.પરંતુ હાલ તેના ઉત્પાદનમાં વધારો થવાથી લાગી રહ્યું છે કે થોડા જ સમયમાં લોકોને પોતાની નવી કાર સમયસર મળી રહે ખાસ વાત કરીએ તો દિવાળીના તહેવારમાં અતુલ મોટર્સ તેના ગ્રાહકોને ઘણીખરી ઓફરસ આપી રહ્યું છે જેમાં અલગ અલગ કારમાં દશ હજારથી પચાસ હજાર સુધીની ઓફર આપવામાં આવી રહી છે.
હાલ તહેવારના સમયમાં પણ કારની મંગમાં વધારો ટોંજોવા મળી રહ્યો છે પરંતુ ચિપની આયાતના પ્રસને લોકોને કારની ડીલેવરી આપવામાં થોડો સમય લાગે તેવી સ્થિતિ નઝરે પડી રહી છે.અતુલ મોટોર્સમાં આ મહિનામાં 400થી વધુ કારનું વેંચાન કરશે તેવું એડવાન્સ બુકિંગ પરથી લાગી રહ્યું છે.જે કોવીડ પિરિયડ પ્રમાણે ઘણું સારું કહી શકીએ છીએ.
રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી લોકોને બાઈક વધુ પરવડે છે:
દીપકભાઈ સોની(જી.એમ .જે.કે.હીરો,ગોંડલ રોડ)
જેકે હીરોના જનરલ મેનેજર દીપકભાઈ સોનીએ અબતક સાથેની ખાસવાત ચિત્તમાં જણાવ્યું હતું કે,લોકો હંમેશના કોઈ વસ્તુની ખરીદી કરવી હોઈ તો તર તહેવાર પર વધુ વિચારણા રાખતા હોઈ છે.એનું કારણએ છે કે ત્યારે લોકોને વધુ પડતું ડિસ્કાઉન્ટ અને નવી ઓફર્સ અને નવા બાઇકના મોડલ મળી રહેતા હોઈ છે.જેથી તેનો વધુ ઘસારો બાઇકના શોરૂમમાં જોવા મળતો હોઈ છે.જો ઓફરની જેકે હીરોમાં વાત કરીએ તો તે તેના ગ્રાહકો માટે ઘણી સ્પેશિયલ ડીસકાઉન્ટ ઓફર્સ લાવી છે જેમાં સ્કૂટર હોઈ કે બાઈક હોઈ તેમાં એક્સચેન્જ ઓફર લોકોને મળી રહે છે.
જેમાં ગ્રાહકોને 2000 થી લઇ 5000 જેવું કેશબેક મળી રહે છે.અને ઉપરાંત ઓછા ડાઉનપેમેન્ટમાં લોકોને પોતાનું સપ્નાનું બાઈક મળી રહે છે.હાલ દિવાળી અને ધનતેરસ પરના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો તેમાં ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જેમાં હીરોની અંદર સ્પ્લેન્ડર બાઇકના વધુ બુકીંગ જોવા મળી રહ્યા છે.અને વધુ પડતા એચએફ ડીલક્સની ગરાહકોમાં વધુ માંગ જોવા મળી રહી છે.અને રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઅલ ઝોન વધુ હોવાથી લોકો બાઈક તરફ વધુ પ્રેરિત થતા હોઈ છે જેમાં બાઇકમાં લોકોને સારી અવરેજમાં પોતાનું ઘરનું વાહન પરવડે છે.ઉપરાંત હીરોના સ્કૂટર પ્લેઝરનું પણ ઘણું સારું વેચાણ જોવા મળી રહ્યું છે.
તહેવારો પર વાહન ખરીદવાનો ગુજરાતી લોકોનો ટ્રેન્ડ :
યાદવેન્દ્રસિંહ રાયજાદા (જી.એમ.શિવ કિયા મોટોર્સ)
શિવ કિયા મોટર્સના જનરલ મેનેજર યાદવેન્દ્રસિંહ રાયજાદાએ તહેવાર નિમિત્તની ખરીદી પર અબતક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે,ગુજરાતી લોકોનો હંમેશના ટ્રેન્ડ રહ્યો છે કે,તે વર્ષના ત્રણ કે ચાર મહિના તહેવાર માનવીએ છીએ.અને ઓટોમોબાઈલ ક્ષેત્ર એવું રહ્યું છે કે લોકો તહેવાર હોઈ ત્યારે કોઈ પણ વાહનની ખરીદી કરવી તે શુભ માનતા હોઈ છે જેથી કાર અને બાઈકની ખરીદીમાં ઘણો જોર જોવા મળી રહ્યો છે.અને તેના કારણે દિવાળી પર અને નવા વર્ષ પર કારમા ઘણું સારું એડવાન્સ બુકીંગ જોવા મળે છે.
કિયા મોટરસની વાત કરીએ તો રોજના 10-12 બુકિંગ થઇ રહ્યા છે.પરંતુ સપ્લાય ચેનનો મોટો પ્રસન્ન જોવા મળી રહ્યો છે.જેથી લોકોને પોતાની મનપસંદ કાર માટે એક બે મહિના માટે વેઇટિંગમાં રહેવું પડે છે.કિયા મોટોર્સમાં કોઈ પણ મોટોરમાં ત્રણ થી ચાર મહિનાનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે.પરંતુ કંપનીના હમેસના પ્રયત્નો રહ્યા છે કે લોકોની માંગ પુરી કરી શકે.લોકો કિયા મોટરની ખારીદિ કરતા હોઈ છે તો કિયા શુ કામ ? કેમ કોઈ બીજી કાર નહિ તેનો જવાબ છે કે,જયારે કિયા મોટર્સ ભારતમાં આવ્યું ત્યારે તેનો ધ્યેય એ જ રહ્યો છે કે ઓછી કિંમતમાં લોકોને સારી ફીજર્સ અને સેફટી વાળી કાર મળી રહે અને હાલ માર્કેટ એક્સયુવી કારની રહી છે.
જેમાં સેલ્ટોસ કિયા એ બહાર પડી ત્યારે લોકોને સરળ બજેટમાં સારી કાર મળી રહે છે.અને ભારતની માર્કેટમાં કિયાએ પ્રવેશ કરતા તેને સંપૂર્ણ ટ્રેન્ડ બદલી નાખ્યો છે.હાલ માર્કેટ એવું થયું છે કે જો પ્રોડક્સન થઇ કંપની 300 કાર આપે તો પણ તે વેચાઈ શકે છે.અને ગ્રાહકોનો કિયાને સારો પ્રતિસાદ મળ્યો છે.લોકોનું કિયાનું પ્રિય મોડેલ કહીએ તો એ સેલ્ટોસ રહી છે.અને તેમાં પણ ઓટોમેટિક મોડેલની વધારે પડતી માંગ રહી છે.અને સેલ્ટોસમાં પાંચ મહિના જેવું વેટીંગ હાલ રહ્યું છે.અને ઉપરાંત સોનેટમાં પણ પાંચ મહિના જેવું વેટીંગ છે.જે જોતા લાગી રહ્યું છે કે માર્કેટમાં ધંધો તો છે.અને લોકો પૂર જોસથી પોતાની કારની ખરીદી કરી રહિયા છે.અને કોરોનાના કારણે લોકો પોતાના વાહનમાં પરિવહન કરવાનું વધુ ઈચ્છે છે જેથી ખરીદી પુસ્કર પ્રમાણ થઇ રહી છે.
ભવિષ્યમાં ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપવા ટાટા મોટર્સ ટૂંક સમયમાં વિશાલ વર્કશોપ શરૂ કરશે:
સંદીપભાઈ ખરચળિયા (જય ગણેશ ટાટા,રાજકોટ )
ઓટોમોબાઇલ ક્ષેત્રે થતી ખરીદીને લઇ અબતક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે,તહેવારોના ખરાને ગાડીઓ માં ખરીદી પુસ્કર પ્રમાણમાં થતી હોઈ છે.ઉપરાંત આ કોરોનનો સમય હોવા છતાં પણ ફોર વહીલમાં વહેચાન ઘણું સારું જોવા મળી રહ્યો છે.પરંતુ ઇન્ડક્શન ચિપના પ્રશ્ને હાલ કારમાં વેઈટીંગ જોવા મળી રહ્યું છે.જેથી કહી સકી કે કારની ખરીદી તો છે પરંતુ હાલ સપ્લાય ચેન ધીમો હોવાથી ખરીદીમાં બ્રેક લાગી છે.છતાં પણ પોતાન ઘરની કાર લેવા માટે માણસોમાં તેવો જ ઉમંગ જોવા મળી રહ્યો છે.કોરોનાના કારણે લોકો હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઓછો કરી પોતાની કાર લઇ તેમાં અવર જ્વર કરવાનું ઇચ્છતા હોવાથી તેમાં ખરીદી જોવા મળી રહી છે.
ટાટા મોટોરની હેરિયર,સફારી જેવી ગાડીમાં હાલ 40 દિવસ જેવું બૂકિંગમાં વેઈટીંગ જોવા મળી રહ્યું છે.અને સુપીરિયલ મોડેલ કહીએ તો હાલ નેકશોન છે.હાલ દિવાળી પરના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો તેમાં ટાટા મોટોર્સની પંચ મોડેલની વધારે પડતી ડીમાંડ થઇ રહી છે.તહેવારની ઓફર્સની વાત કરીએ તો બેસ્ટ ઓફર હાલ એક્સચેન્જ ઓફર છે.
જેમાં પોતાની જૂની કાર લઈને આવતા ગ્રાહકોને ઘણું ઉંચુ ડિસ્કાઉન્ટ સાથે કેશબેક આપવામાં આવે છે.ટાટા મોટોર્સના ગ્રાહકોને બેસ્ટ સર્વિસ મળે તે માટે જય ગણેશ દ્વારા 60 હજાર સ્કવેર ફૂટમાં પોતાનું નવું વર્કશોપ શરૂ કરવાના છે.અને કોવીડ પિરિયડમાં પણ હાલ છેલ્લા 6 મહિનાથી માર્કેટમાં ધંધો દેખાઈ રહ્યો છે.
ટીવીએસનું લોકો માટે ઈ-વહિકલનું નવું નઝરાણું –
સાંકેતભાઈ હિંડોચા (ડાયરેક્ટર-માધવ ટીવીએસના)
માધવ ટીવીએસના ડાયરેક્ટર સાંકેતભાઈ હિંડોચાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણવ્યું હતું કે,દિવાળીએ આપણી ભારત સઁસ્કૃતિનો શૌથી પ્રવિત્ર તહેવાર ગણવામાં આવે છે.જેથી કહી શકીએ કે પુરા વર્ષની ખરીદી એક તરફ અને દિવાળીની ખરીદી એક તરફ એમાં પણ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તેનું જોર સૌથી વધુ જોવા મળે છે.જેથી હાલ માધવ ટીવીએસમાં દિવાળીના 40 જેવા તું વહીલના બુકીંગ જોવામાં મળી રહ્યા છે.અને દિવાળી સુધીમાં લાગી રહ્યું છે કે,100 થી 150 કેવા બુકિંગ થશે.ઉપરાંત માધવ ટીવીએસ દ્વારા તેના ગ્રાહકોને ઘણી ખરી ઓફર્સ આપવામાં આવી રહી છે.
જેમાં એક્સચેંજ ઓફેરમાં 4000 જેવું બોનસ આપવામાં આવી રહ્યું છે.ઉપરાંત સરકારી કર્મચારીઓને 2500 જેવું વધુ બોનસ આપવામાં આવી રહ્યું છે.અને તેની સાથે સ્યોર ગોલ્ડ ગિફ્ટ તો ગ્રાહકો માટે ખરા જ ,ટીવીએસનું લોક પ્રિય સ્કૂટર કહીએ તો લોકોની માનીતું જ્યુપિટર છે.અને તે રાજકોટમાં વધુ પ્રચલિત અને દિલમાં વસેલું છે.અને તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં કંપનીએ 125 સીસીનું નવું મોડેલ લોન્ચ કર્યું છે.અને તેની માંગ પણ હાલ ઘણી જોવા મળી રહી છે.અને દિવાળી પર તેના અઢળક બુકિંગ જોવા મળી રહ્યા છે.
સાથે ખાસ કરીને મોટી વાત કરવા માંગીશ કે ટીવીએસ દ્વારા પોતાના ઈ- વહિકલ એટલે કે ઇલેક્ટ્રિક સ્કૂટર બહાર પાડવામાં આવ્યા છે.અને લોન્ચીંગના થોડા સમયમાં જ તેના બુકિંગનો પ્રતિસાદ ઘણો સારો જોવા મળી રહ્યો છે.અને બુકિંગ એટલા વધુ પડતા આવી ગયા હોવાથી હાલ કંપની ઓન તેના સપ્લાયમાં પોહચી શક્તિ નથી.અને રાજકોટમાં ઈ વહિકલના દિવાળી પછીના 50 બુકિંગ કરવામાં આવ્યા છે.ટીવીએસની સારી વસ્તુ કહેવામાં આવે તો તે ફેમિલી પ્રોડેક્ટ રહી છે.ટીવીએસની પ્રોડક્ટ મોટી ઉંમરના લોકો થી લઇ યુવાનો સુધી ચલાવી શકે છે. અને ટીવીએસ માર્કેટમાં તેના ગ્રાહકોને વિશાલ પ્રોડક્ટ રેન્જ આપે છે.