- ખેલ રત્ન પુરસ્કારની થઇ જાહેરાત.
- મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમારને મળશે ખેલ રત્ન પુરષ્કાર
- ખેલાડીઓનો સન્માન સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે 17 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
ખેલ રત્ન પુરસ્કાર વિજેતા: યુવા અને રમત મંત્રાલયે એથ્લેટ્સની યાદી બહાર પાડી છે. જેમને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. મનુ ભાકર, ડી ગુકેશ ઉપરાંત પ્રવીણ કુમારને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમજ પેરિસ ઓલિમ્પિક 2024માં હોકી ટીમ માટે પોતાની કપ્તાનીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન આપવામાં આવશે. આ ખેલાડીઓનો સન્માન સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે 17 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી. ત્યારે 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે.
સમિતિઓ દ્વારા કરાયેલી ભલામણોના આધારે સરકારે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને ખેલ રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકની સિંગલ્સ સ્પર્ધાઓમાં બે અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ જ રમતોમાં હરમનપ્રીત સિંહે તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય હોકી ટીમ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતે સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો.