ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે
જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી પ્રભુ સેવા કરવાની વિશેષ જરૂર છે
માનસી સેવામાં મન તન્મય થાય તો જીવ કૃતાર્થ થાય
વંદન શરીરથી નહિં, મનથી પણ વંદન કરો, વંદન પ્રભુને બંધનમાં નાખે છે
ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. માનસી પ્રભુ સેવા શ્રેષ્ઠ છે. સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે. અને એમ માનસી સેવામાં મન તન્મય થાય તો જીવ કૃતાર્થ થાય.
ભક્તિ માર્ગની આચાર્ય ગોપીઓ છે તેને આદર્શ નજર સમક્ષ રાખવો જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી પ્રભુ સેવા કરવાની વિશેષ જરૂર છે. જ્ઞાન માર્ગથી, યોગમાર્ગથી જે ઇશ્વરના આનંદનો અનુભવ થાય છે. તે સ્હેને ભક્તિથી પ્રાપ્ત થાય છે. આ ભાગવત માં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે?
પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે કે તાપત્રય વિનાશાય-દુ:ખએ મનનો ધર્મ છે : આત્માને નથી મનુષ્ય પરમાત્મા સાથે અનુસંધાન થાય છે અને આંનદ મળે છે.
પરમાત્માનું સ્વરૂપ ભલે કોઇવાર સુંદર ન હોય (કુર્માવતાર, વરાહ અવતારમાં શરીર સુંદર નથી) પણ પરમાત્માનો સ્વભાવ અતિ સુંદર છે. તેથી ભગવાન વંદનીય છે.
સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઇશ્વર તાપત્રય વિનાશાય-ત્રણ પ્રકારના તાપ-આધ્યાત્મિક, આધિ દૈવિક અને અધિ ભૌતિકનો નાસ કરના શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ ઘણા કહે છે કે વંદન કરવાથી શો લાભ…? વંદન કરવાથી પાપ બળે છે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ વંદન કરો. એટલે શ્રીકૃષ્ણને હ્રદ્યમાં પધરાવો અને તેમને પ્રેમથી નમક કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે. વશ કરે છે.
ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું…?
હાથએ ક્રિયા શક્તિનું પ્રતિક છે અને મસ્તકએ બુધ્ધિ શક્તિનું પ્રભુને અર્પણ કરવું તે હું મારા હાથે સત્કર્મ કરીશ અને મારી બુધ્ધિ (પ્રભુ આપને અર્પણ કરૂ છું. આપ કહેશો તેમ હું કરીશ આવો ભાવ વંદન)