રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેમને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
Manasi Parekh National Award for Best Actress: આજે 16 ઓગસ્ટના રોજ, 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024)ની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પ્રશાંત નીલની ફિલ્મ KGF જીતી છે. તેણે બે કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. ઋષભ શેટ્ટીને ફિલ્મ ‘કંતારા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે નિત્યા મેનેન અને માનસી પારેખે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.
માનસી પારેખને ગુજરાતી ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો
માનસી પારેખને 2023ની ગુજરાત ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ એક ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિરલ શાહે કર્યું છે. તેમાં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરાફ પટેલ મુખ્ય ભૂમિકામાં છે. તે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત છે અને કોકોનટ મૂવીઝ રીલીઝ દ્વારા વિતરિત કરવામાં આવી છે.