ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલમાં કામ કરનારી માનસી પારેખ ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ઈન્ડો-વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ રેડ અને બ્લૂ કલરનું ઈન્ડો-વેસ્ટર્ન પહેર્યું છે. આ ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. અભિનેત્રીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.